(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૭
માળિયાના રાખોડીયા વાંઢ જવાના રસ્તેથી એલસીબી ટીમે એક ઈસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છેમોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા મોરબી નેશનલ હાઈવે પર રાખોડીયા વાંઢ જવાના રસ્તાના નાકા પાસે એક ઇસમ હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી રમજાન મુસાભાઈ કાજેડીયા (ઉ.વ.૩૫) રહે કાજરડા તા. માળિયા વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક કીમત રૂ ૫૦૦૦ જપ્ત કરી છે અને આરોપી વિરુદ્ધ માળિયા (મી.) પોલીસ મથકમાં હથિયાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

