New Delhi, તા.26
જો ભારત આગામી 10 વર્ષમાં એસીની વીજળી બચાવવાની ક્ષમતા બે ગણી કરી દે તો વીજ સંકટથ4 બચી શકે છે. આથી ગ્રાહકોને પણ 2.5 લાખ કરોડ રૂપિયાની બચત થશે. એ દાવો કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ઇન્ડિયા એનર્જી એન્ડ ક્લાયમેટ સેન્ટર (આઇઇસીસી)ના સોમવારે જાહેર સ્ટડી રિપોર્ટમાં સ્ટડીના મુખ્ય લેખક નિકિત અતીયંકરે જણાવ્યું હતું કે એસીના વધુ ઉપયોગથી વીજ ગ્રીડ પર ભારે દબાવ પડી રહ્યો છે.
લોકો માટે વ્યાજબી
અલબત્ત વીજળી બચાવનાર એસી થોડા મોંઘા હોઇ શકે છે, પરંતુ ઓછા વીજબિલના કારણે બે થી ત્રણ વર્ષમાં તેનો ખર્ચ નીકળી જાય. 2035 સુધી ગ્રાહકોને 90 હજાર કરોડથી 2.4 લાખ કરોડ રૂપિયા સુધીની બચત થઇ શકે છે.
શું છે હાલની સ્થિતિ
ભારતમાં 15 ટકા એસી મોડલ અગાઉથી જ મોજુદ 5-સ્ટાર રેટીંગથી બહેતર દેખાવ કરી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા અને પ્રોડક્શન લિંક્ડ ઇનિશિએટિવથી ભારત સસ્તા અને વીજળી બચાવનારા એસીનું મોટું કેન્દ્ર બની શકે છે.
શું છે રિપોર્ટમાં
ભારતમાં દર વર્ષે 1 થી 1.5 કરોડ નવા એસી વેચાઇ રહ્યા છે. આગામી દાયકામાં આ સંખ્યા 13 કરોડથી 15 કરોડ થઇ શકે છે. વર્ષ 2030 સુધીમાં એકલા એસીથી 120 ગીગાવોટ અને 2035 સુધીમાં 180 ગીગાવોટ વધારાની વીજળીની માંગ પેદા થઇ શકે છે, જે દેશની કુલ વીજળીની માંગના 30 ટકાથી વધુ છે.
ભારત સરકારના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીના 2028માં એસી દક્ષતા ધોરણોને 25 ટકા વધારવાની યોજનાનું સ્વાગત કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે કે, 2033 સુધીમાં સૌથી વધુ ઉર્જા બચાવનાર એસીને જ ન્યુનતમ સ્ટાન્ડર્ડ માનવામાં આવે આથી 2035 સુધીમાં 47 ગીગાવોટ વીજળીની માંગ ઘટી શકે છે. જે લગભગ 100 મોટા પાવર હાઉસને બરાબર બચત થશે.

