Babra,તા.10
બાબરા કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બાબરા નિવાસી આરોપી હરેશભાઈ ઉર્ફે સંજયભાઈ વલ્લભભાઈ મેટાળીયાને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે તથા ફરીયાદીને વળતર પેટે ચેકની બમણી રકમ રૂ. 2,40,600/- ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસના ફરીયાદી બાબરા મુકામે શિવ ટ્રેડીંગ નામે સિમેન્ટ અને બિલ્ડિંગ મટીરીયલ્સના વેપારી અશ્વિનભાઈ મોહનભાઈ ડભોયા છે. આરોપી સાથે છેલ્લા બે વર્ષથી ઓળખાણ અને મિત્રતા હોવાને કારણે આરોપીએ મકાનના રીનોવેશન કામ માટે ફરીયાદી પાસેથી બિલ્ડિંગ મટીરીયલ્સનો માલ રૂ. 1,20,300/-નો લીધેલો હતો.
માલની રકમ એક મહિના બાદ ચૂકવવાની હતી, પરંતુ ચુકવણી ન થતા ફરીયાદીએ આરોપી પાસે માંગણી કરતા આરોપીએ રૂ. 1,20,300/-નો ચેક આપ્યો હતો. પરંતુ બેંકમાં રજૂ કરતા ચેક રિટર્ન થયો હતો. જેના આધારે ફરીયાદીએ બાબરા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફોજદારી કેસ નં. 408/2024 દાખલ કર્યો હતો.
સદર કેસની સુનાવણી બાદ બાબરાનાં જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ગૌતમસિંહ દેવડા સાહેબે આરોપીને એક વર્ષની સજા ફટકારી તથા ફરીયાદીને ચેકની બમણી રકમ રૂ. 2,40,600/- વળતર રૂપે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી તરફેથી વકીલ વી. આર. સુસરા તથા ઝેડ. આઈ. જલવાણી (જીતુભાઈ) દ્વારા સફળ દલીલો કરવામાં આવી હતી.

