Surendranagar, તા.16
સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે રહેતા કમલેશ હસમુખરાય ભટ્ટને 5 વર્ષ પહેલા ચેક રીટર્ન કેસમાં સજા પડી હતી. આરોપીની ગેરહાજરીમાં કોર્ટે સજા સંભળાવી તેનું વોરંટ ઈસ્યુ કર્યુ હતુ.
પરંતુ આરોપી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. ત્યારે એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ પરમાર સહિતનાઓએ 5 વર્ષથી ફરાર આરોપી કમલેશ ભટ્ટને ઝડપી લઈ સજા વોરંટ ભરી સુરેન્દ્રનગર સબ જેલ હવાલે કર્યો હતો.

