Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»બોગસ ખેડૂત ખાતેદાર મામલે BJP MLA Ramanlal Vora સામે કાર્યવાહીનો આદેશ
    ગુજરાત

    બોગસ ખેડૂત ખાતેદાર મામલે BJP MLA Ramanlal Vora સામે કાર્યવાહીનો આદેશ

    Vikram RavalBy Vikram RavalMarch 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Sabarkantha,તા.07

    સાબરકાંઠાના ઈડરના દાવડ ગામની સીમમાં આવેલી જમીનમાં ધારાસભ્ય રમણલાલ વોરા સહિત લોકો ગેરકાયદે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો અને ગણોતધારાની જોગવાઈ મુજબ કાર્યવાહીની માંગ સાથે અમદાવાદના અરજદારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ કલેક્ટર કચેરીએ રમણલાલ વોરા સહિત લોકો સામે ઈડરના નાયબ કલેક્ટરને નિયમોનુસાર કાર્યવાહી કરીને અહેવાલ મોકલવા આદેશ આપ્યો છે.

    ખેડૂતના લાભ મેળવવા ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત બનવા મામલે ઇડરના ધારાસભ્ય રમણ વોરાના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. ગાંધીનગરના પાલેજની જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરવાનો વિવાદ તો હજુ શમ્યો નથી. ત્યાં જ ઇડરના દાવડની સીમની જમીન બાબતે પણ આક્ષેપો થતાં કલેક્ટર તંત્રએ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે. અમદાવાદના નારોલમાં રહેતા પ્રકાશ એલ. પરમાર નામના નાગરિકે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે, ઈડર તાલુકાના દાવડ ગામની સીમના સર્વે નં. 584, 549, 551 અને 581ની જમીનોમાં ધારાસભ્ય રમણ વોરા સહિત બિનખેડૂત હોવા છતાં ખોટી રીતે ખેડૂત તરીકે દાખલ થયેલા છે. જેની તાકીદે તપાસ કરી કાયદેસર કાર્યવાહી માટે માંગ કરી હતી.

    અરજદારે આ સમગ્ર પ્રકરણમાં ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરેલી હોવાથી આખરે કલેકટર કચેરી લેખિત થકી ઇડરના નાયબ કલેકટરને નિયમોનુસાર કાર્યવાહી કરી આધાર પુરાવા સાથેનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું હતું. કલેકટર કચેરીએ ધારાસભ્ય સામેની અરજીમાં ત્વરિત તપાસના આદેશ આપતાં આગામી દિવસોમાં ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો થાય તેમ છે. જો કે, જાણવા મળતી બિનસત્તાવાર માહિતી મુજબ દાવડની સદર જમીનનો અન્યને નામે રિવર્સ દસ્તાવેજ થઈ છે. જો રિવર્સ દસ્તાવેજ થયો હોય તો કેમ રિવર્સ કરવો પડ્યો તે પણ તપાસનો વિષય છે.

    આ બાબતે ઇડરના નાયબ કલેક્ટર રોનક પટેલે જણાવ્યું હતું કે, ‘દાવડ જમીન પ્રકરણમાં અરજદારે ગણોતધારાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા કલેકટર કચેરીમાં લેખિત રજુઆત કરી હતી. કલેકટર કચેરીમાંથી નિયમોનુસાર કાર્યવાહી માટે મને લેખિત મોકલાવ્યું હતું. જો કે ગણોતધારા બાબતના અધિકારો મામલતદાર અને કૃષિ પંચ હેઠળના હોવાથી કાર્યવાહી માટે સમગ્ર પ્રકરણ મામલતદારને મોકલી આપ્યું છે. મામલતદારે પણ ગણોતધારા હેઠળની કાર્યવાહી માટે તેઓના વિશેષાધિકાર હોવાનું સ્વીકાર્યું હતું.’

    BJP MLA Ramanlal Vora bogus farmer account holder Sabarkantha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026
    રાજકોટ

    Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    ગુજરાત

    Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.