Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસીમાં Adani Portsના એબિડટામાં ૧૯% વૃદ્ધિઃ આંતરરાષ્ટ્રીય બંદરોનો એબિડટા ૨૫૬% વધ્યો
    અમદાવાદ

    નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસીમાં Adani Portsના એબિડટામાં ૧૯% વૃદ્ધિઃ આંતરરાષ્ટ્રીય બંદરોનો એબિડટા ૨૫૬% વધ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.31

    ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સંચાલક અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

    આ સમય દરમિયાન વાર્ષિક ધોરણે આવક ૧૯% વધી રુ.૧૦,૮૨૧ કરોડ થઇ છે ગત વર્ષના સરખા ગાળામાં રુ.૯,૧૨૬ કરોડ હતી. જ્યારે સમીક્ષાના ગાળામાં એબિડટા ૧૯% વધી રુ.૬૫૪૧ કરોડ પ્રાપ્ત થયો છે ગત વર્ષેરુ.૫,૪૯૫ કરોડ હતો. કર બાદનો નફો ૧૦% વધી રુ.૩,૬૫૦ કરોડ થયો હતો જે પાછલા વર્ષમાં રુ.૩,૩૧૧ કરોડ હતો.

    આ ગાળામાં ઓસ્ટ્રેલિયા અને કોલંબોમાં મજબૂત પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય બંદરોએ મજબૂત વૃદ્ધિ સાથે વાર્ષિક ધોરણે આવક ૮૦% વધીને રુ.૧,૭૪૭ કરોડ થઈ અને એબિડટા ૨૫૬% વધીને રુ.૭૩૦ કરોડ નોંધાયો છે., આ પ્રદર્શન અદાણી પોર્ટસના વિદેશી પોર્ટફોલિયોની વધતી પરિપક્વતા દર્શાવે છે. ચાલુ ઓફશોર જહાજના કાફલામાં ઉમેરા અને યુરોપિયન સબ-સી વિસ્તરણને કારણે દરિયાઈ આવક વાર્ષિક ધોરણે ૬૭% વધીને રુ. ૯૦૧ કરોડ થઈ છે.

    સમીક્ષાના સમય દરમિયાન કાર્ગોના વોલ્યુમમાં વૃદ્ધિ, ચડિયાતું ઉત્પાદન મિશ્રણ અને ઉચ્ચ પ્રાપ્તિને કારણે સ્થાનિક બંદરોની આવક વાર્ષિક ધોરણે ૧૨% વધી છે. શ્રેષ્ઠ-ઇન-ક્લાસ એબિડટા માર્જિન ૭૪% રહ્યો છે. S&P ગ્લોબલ રેટિંગ્સે અદાણી પોર્ટસના લાંબા ગાળાના ઇશ્યુઅર ક્રેડિટ રેટિંગ અને તેના સિનિયર અનસિક્યોર્ડ નોટ્સ પર ઇશ્યુ રેટિંગને સ્થિર સાથે BBB- થી BBB માં અપગ્રેડ કર્યું છે. CARE રેટિંગ અને ICRA લિ.એ  કંપનીના સર્વોચ્ચ શક્ય સ્થાનિક રેટિંગ AAA ને પુનઃપુષ્ટિ આપી છે.

    અદાણી પોર્ટસ અને સેઝ ટાસ્કફોર્સ ઓન નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) રિપોર્ટ બહાર પાડનારી પ્રથમ ભારતીય પરિવહન કંપની બની છે.

    અદાણી પોર્ટસના પૂર્ણકાલિન ડિરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી અશ્વની ગુપ્તાએ આ પરિણામો વિષે જણાવ્યું હતું કે આ સમય દરમિયાનનું પ્રદર્શન ભૌગોલિક, કોમોડિટીઝ અને ગ્રાહકોમાં મલ્ટી-મોડલ એસેટ બેઝ સાથે વૈશ્વિક પહોંચને જોડી અમારા વૈવિધ્યસભર વ્યવસાય મોડેલની મજબૂતાઈ પર ભાર મૂકે છે. અમારા સ્થાનિક બંદર વ્યવસાયની મજબૂત વૃદ્ધિનું કં૫નીની કમાણીનો આધાર રહ્યો છે. તેમણે કહ્યું હતું કે સમીક્ષના સમયમાં આંતરરાષ્ટ્રીય બંદરો, મરીન અને લોજિસ્ટિકસના નિર્ણાયક સ્કેલ-અપથી સ્કેલ-વેલ્યુ તરફનું સંક્રમણ આવક વૃદ્ધિ અને નફાકારકતાના મહત્વના વાહકો બની રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે વ્યવસાયોમાં આ સંતુલિત વૃદ્ધિ ૨૦૩૧ સુધીમાં અમારી મહત્વાકાંક્ષાને પ્રાપ્ત કરવામાં અમારા વિશ્વાસને મજબૂત બનાવે છે. ૨૦૩૦ સુધીમાં ૧,000 MMT કાર્ગોના લક્ષ્યને સિધ્ધ કરવા માટે સ્થાનિક ક્ષમતા વિસ્તરણ કાર્યક્રમ, વધતા જતા આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયો અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમથી સમર્થિત, APSEZ વૈશ્વિક સ્તરે સંબંધિત પરિવહન પ્લેટફોર્મ બનાવી રહ્યું છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનાણા વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિકમાં મૂલ્ય-આધારિત વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતાને લીધે અંબુજાનું ટકાઉ પ્રદર્શન
    Next Article Adani Enterprises Ltdના નાણા વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિક પરિણામો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,500
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,880
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,610
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 13:13
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.