ત્રિમાસિક ધોરણે એબિડટા મેટ્રિક ટન દીઠ ૨૭% વધી રૂ. ૯૩૧ કરોડ પ્રાપ્ત થયો
Ahmedabad,તા.31
વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિસ્તરેલા અદાણી સમૂહનો હિસ્સો અને વિશ્વની નવમી સૌથી મોટી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ લિ.એ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંગીન કામગીરી નોંધાવી છે.
અંબુજા સિમેન્ટ્સ લિ. ના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઈ.ઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, અમે મૂલ્ય-આધારિત વૃદ્ધિ, પ્રીમિયમાઇઝેશન અને શિસ્તબદ્ધ અમલીકરણ પર કેન્દ્રિતકરેલા ધ્યાનના બળે નાણા વર્ષ ૨૦૨૭નો મજબૂત આરંભ કર્યો છે. ટ્રેડ સેલ્સમાં વધારો અને પ્રીમિયમ ઉત્પાદનોના હિસ્સામાં વૃદ્ધિએ કંપનીના માર્કેટ મિક્સને મજબૂત બનાવવાના પરિણામે નફાકારકતા અને કમાણીની ગુણવત્તા સુધારો થયો છે.
તેમણે જણાવ્યુ હતું કે પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ખર્ચમાં કામચલાઉ વધારાના પડકારોની વચ્ચે કંપનીએ શ્રેષ્ઠ કામગીરી, ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો, નીચા ક્લિન્કરની ભૂમિકા અને શિસ્તબદ્ધ ખર્ચ વ્યવસ્થાપનના કારણે પ્રતિ ટન ખર્ચમાં રુ. ૨૦૬નો ક્રમિક ઘટાડો હાંસલ કર્યો છે. પરિણામે એબિડટાના માર્જિનમાં ત્રિમાસિક ધોરણે ૩૩૧ બેઝિસ પોઈન્ટ્સ નો વધારો થતા ૧૬.૭% પર પહોંચ્યો છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભવિષ્ય અમે પ્રગતિની ગતિ જાળવી રાખીને ખર્ચના માળખામાં વધુ સુધારો કરીશું. કંપનીના દહેજ (૧.૨ MTPA), સલાઈ બનવા (૨.૪ MTPA), ભટિંડા (૧.૨ MTPA), જોધપુર (૨ MTPA), કલંબોલી (૧ MTPA) અને વારિસલીગંજ (૨.૪ MTPA) ક્ષમતાના પ્લાન્ટ્સ કાર્યરત થવા સાથે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં અમારી ક્ષમતા વધારીને ૧૧૯ MTPA કરવાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ઉપરાંત વર્ષના અંતે પ્રતિ ટન રુ. ૪,૨૫૦નો નિર્ધારિત ખર્ચ હાંસલ કરવા માટે પ્રતિ ટન આશરે રુ. ૨૫૦નો સુધી ખર્ચ ઘટાડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
અમે નવીનતા અને LEILAC સાથેની ભાગીદારી દ્વારા ટકાઉ બાંધકામ ક્ષેત્રે
અમારા અગ્રણી સ્થાને ટકી રહ્યા હોવાના લીધે લો-કાર્બન સંક્રમણને વેગ મળે.
એવી ક્ષમતાઓ વિકસાવવામાં આવે છે જે વૃદ્ધિના આગામી તબક્કાને ટેકો
આપશે.”
સમીક્ષાના સમયમાં વેચાણ વોલ્યુમ ૧૭.૧ મિલિયન ટન થયું છે.વ્યવસાયનો હિસ્સો ૪ ટકા વધી ૭૮% થયો છે. પ્રીમિયમ ઉત્પાદન ૧ ટકા વધીને ૩૪% થયું હતું. આ ગાળામાં આવક રુ. ૯,૫૦૦ કરોડ થઈ હતી.
કામકાજનો એબિડટા રુ.૧૫૮૯ કરોડ પ્રાપ્ત થયો હતો. એબિડટા માર્જીન ૩.૩ ટકા વધીને ૧૬.૭% હાંસલ થયો છે.
આ સમય દરમિયાન ક્લિંકર પરિબળની ભૂમિકા ૨.૧ ટકા વધીને વાર્ષિક
ધોરણે ૬૩.૭% થઇ હતી. નવીનીકરણીય ઊર્જા ક્ષમતા ૭૫ મેગાવોટ વધીને
૯૭૩ મેગાવોટ થઈ છે જ્યારે હરિત વીજળીનો હિસ્સો ૩૪%એ પહોંચ્યો છે.
સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ સાથે અંબુજા દેવામુક્ત બની રહી છે.

