જીતુ પરમાર Mangrol તા.૯
માંગરોળ વિસ્તારમાં યુવાઓને વ્યવસાયલક્ષી અને રોજગારમુખી શિક્ષણ તરફ પ્રેરિત કરવા માટે Industrial Training Institute Mangrol (Shil) ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ ટ્રેડોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા ધોરણ ૧૦ પાસ તેમજ કેટલાક વ્યવસાયોમાં ધોરણ ૧૦ નિષ્ફળ વિદ્યાર્થીઓ માટે પણ કારકિર્દી નિર્માણની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
શીલ આઈ ટી આઈ ના સંસ્થાના આચાર્યશ્રી જીતેન્દ્ર ધોળકિયા દ્વારા જણાવાયું હતું કે આજના યુગમાં માત્ર પરંપરાગત શિક્ષણ નહીં પરંતુ સ્કિલ આધારિત તાલીમ દ્વારા પણ યુવાઓ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. આઈ.ટી.આઈ માંગરોળ (શીલ) ખાતે ઇલેક્ટ્રિશિયન, મિકેનિક ડીઝલ, ફિટર, વેલ્ડર, વાયરમેન, ઈઘઙઅ તથા કોસ્મેટોલોજી જેવા લોકપ્રિય અને રોજગારલક્ષી ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છે.
વિશેષરૂપે ધોરણ ૧૦માં નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓ માટે વેલ્ડર ટ્રેડમાં રહેલી કારકિર્દીની વિશાળ તકોનો લાભ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે. આજના ઔદ્યોગિક યુગમાં ટેકનિકલ કુશળતા ધરાવતા યુવાઓ માટે દેશ-વિદેશમાં અનેક રોજગારીની તકો ઉપલબ્ધ બની રહી છે.
સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને માત્ર કોર્સ પૂરતું જ માર્ગદર્શન નહીં પરંતુ નસ્ત્ર૨૫ વર્ષનો કારકિર્દી પ્લાનથથ તૈયાર કરીને આપવામાં આવે છે, જેને અનુસરીને અનેક યુવાનો સફળ કારકિર્દી ઘડી ચૂક્યા હોવાનું પણ જણાવાયું હતું. હાઇટેક ટ્રેનિંગ, આધુનિક સાધનો અને પ્રેક્ટિકલ અભ્યાસ દ્વારા અનેક વિદ્યાર્થીઓએ પોતાના મોટા સપનાઓ સાકાર કર્યા છે.પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે સૌપ્રથમ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ મેરીટ તૈયાર કરવામાં આવશે, પછી ઓનલાઈન ચોઇસ ફિલિંગ પ્રક્રિયા હાથ ધરાશે અને અંતે વિદ્યાર્થીઓને પસંદગી મુજબ આઈ.ટી.આઈમાં પ્રવેશ આપવામાં આવશે.વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ Industrial Training Institute Mangrol (Shil) અથવા નજીકની આઈ.ટી.આઈનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.યુવાઓને કુશળતા આધારિત શિક્ષણ તરફ આગળ વધવા અને ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે આ તકનો લાભ લેવા સંસ્થાએ હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે

