(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૯
અમરેલી શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ બની રહી છે. શહેરનાં ભીડભંજન ચોક, ડો. જીવરાજ મહેતા ચોક, નાગનાથ ચોક, હરિરામબાપા ચોકથી સરદાર સર્કલ સુધી, લાયબ્રેરી ચોક, હરિરોડ, શાક માર્કેટ વિસ્તાર, જુના માર્કેટયાર્ડ સહિતનાં વિસ્તારમાંથી પસાર થવું એટલે લોઢાનાં ચણા ચાવવા જેવું ગણાય.શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસા ટ્રાફિક વિભાગનો પગાર સહિતનાં ખર્ચ પાછળ વાપરવામાં આવતો હોવા છતાં જનતાને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળતો નથી.શહેરમાં જાહેર માર્ગો ઉપર રેંકડિઓ/કેબિનો રાખો કે દુકાનનો સરસામાન લગાવો, આડેધડ વાહન પાર્ક કરો કોઈ રોકટોક કરવાવાળુ જ નથી.શહેરનાં ભીડભંજન ચોકથી લઈને જુદા-જુદા ચોક અને ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર કયાંય ટ્રાફિક જવાન જોવા મળતા નથી. કયાંક જોવા મળે તો તેઓ મોબાઈલમાં વ્યસ્ત હોય છે અથવા તો ટ્રાફિકની સમસ્યા ઉભા ઉભા જોતા હોય છે. પરંતુ, તેઓ ટ્રાફિક વ્યવસ્થા માટે કોઈ કામગીરી કરતાં નથી.શહેરમાંત્રિપલ સવારીમાં ધુમ સ્ટાઈલમાં બાઈક ચલાવો, તેજ ગતિએ કાર ચલાવો, મોબાઈલમાં વાત કરતાં ટુ-વ્હીલર ચલાવો, જાહેર માર્ગ ઉપર વાહન ઉભા રાખો કોઈ પુછવાવાળુ જ નથી.પોલીસ અધિક્ષકે આકસ્મિક શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ચકકર લગાવે તો સમસ્યા તેઓ જાણી શકશે. તો જ સમસ્યા દૂર થઈ શકે તેમ છે.

