Bhavnagar,તા.૨૨
ભાવનગર જિલ્લામાં રાત્રિના સમયે કાર ચોરી કરીને તેના જ વાહનથી હાઈવે પરની પાન મસાલાની દુકાનોમાં તાળા તોડી ચોરી કરતી ગેંગનો એક સભ્ય એલસીબી પોલીસે વલભીપુર તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. બાકીના બે આરોપીઓને પકડવાની કવાયત ચાલુ છે. આ ગેંગના આરોપીઓ અન્ય રાજ્યના હોવાનું પણ સામે આવ્યું છે.
એલસીબી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં વલભીપુર પંથકમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે બાતમી મળી કે વલભીપુરના બજરંગ ચોકડી પાસે સફેદ રંગની ઇકો કાર સાથે એક શખ્સ ઊભો છે અને કાર ચોરી અથવા છળકપટથી મેળવેલી હોવાની શંકા છે. પોલીસ તરત જ સ્થળ પર પહોંચીને સલમાન આયાતુલ્લા ઉર્ફે યાતુલ્લા નૂર મહંમદ શાહને ઝડપી લીધો હતો. પૂછતાછ દરમિયાન ત્રણ જુદી-જુદી ચોરીઓનો ભેદ ઉકેલાયો. પૂછતાછમાં સલમાને જણાવ્યું કે આ ગેંગના ત્રણ સભ્યો છે. આરોપીઓએ બે મહિના પહેલા શિહોરમાંથી સિરાજ નુરમોહમ્મદ શાહ અને જગદીશ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ સાથે મળીને સફેદ રંગની ઇકો કાર ચોરી કરી હતી.
ત્યારબાદ વલભીપુર હાઈવે પરની એક દુકાનમાંથી પાન મસાલા અને અન્ય સામગ્રીની ચોરી કરીને મુદ્દામાલ પેટલાદમાં મૂક્યો હતો.ત્યારબાદ ૧૫ દિવસ પહેલા બાવળા પાસે નળ સરોવર વાળા રસ્તે આવેલી પાન મસાલાની દુકાનના તાળા તોડી સિગરેટ અને પાન મસાલાની ચોરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત બે દિવસ પહેલા સાણંદથી બીજી ઇકો કાર ચોરી કરીને ફરી નળ સરોવર-બાવળા વિસ્તારમાં પાન મસાલાની દુકાનમાં તાળા તોડી ચોરી કરવામાં આવી હતી. આ ચોરીમાં રોકડ રકમ અને પાન મસાલાના પેકેટ્સની ચોરી થઈ હતી.
પોલીસે સલમાન પાસેથી બે લાખ રૂપિયાની કિંમતની સફેદ ઇકો કાર, ૮૨,૭૭૦ રૂપિયાની રોકડ, પાન મસાલા અને તમાકુના પેકેટ્સ, એક વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઇસન્સ, કાળા અને પોપટી રંગની નાઈટ કીટ તેમજ એક મોબાઇલ સહિત કુલ ૨,૮૮,૭૯૮ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સામગ્રી વલભીપુર પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવી છે.
ઓપોલીસે સલમાનને ઝડપી લીધા છે જ્યારે બાકીના બે આરોપીઓ સિરાજ નૂરમોહમ્મદ શાહ (રહે. અંબરનાથ, ઠાણે) અને જગદીશ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ (નડિયાદ)ને પકડવાના બાકી છે. પોલીસે તેમની શોધમાં તપાસ તેજ કરી છે.આ કેસમાં વલભીપુર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી ચાલુ છે.
Trending
- Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
- બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
- વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
- RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
- હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
- વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
- Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
- CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું

