લોન લઈ મોર્ગેજ મુકેલી દુકાનો બારોબાર વેચી દેતાં મહેસાણામાં ગુનો નોંધાયો : પોલીસે વધુ તપાસ હાથધરી
Ahmedabad, તા.૩૧
ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિ.માંથી અમદાવાદના સોલા ખાતે રહેતા એક વેપારી દંપતીએ કુલ રૂ.૯.૮૦ કરોડની ટર્મ લોન મેળવ્યા બાદ, મોર્ગેજ મૂકેલી મિલકતોમાંથી ચાર દુકાનો બેંકની જાણ બહાર બારોબાર વેચી દઈ વ્યાજ સહિત કુલ રૂ.૧૦.૮૮ કરોડથી વધુ રકમ ન ભરી છેતરપિંડી કરતાં મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
અમદાવાદના સોલા વિસ્તારમાં ગુજરાત હાઇકોર્ટ પાછળ આવેલા યુનિવર્સ આર્કેડમાં રહેતા રાજેશકુમાર નટવરલાલ પટેલ (માલિક- શ્રીજી કોર્પોરેશન) અને તેમનાં પત્ની હેતલબેન પટેલ (માલિક-ક્યોર હેલ્થ કેર)એ ઓક્ટોબર ૨૦૨૨માં મહેસાણા અર્બન બેંકની જીસ્ઈ કોર્પોરેટ શાખામાંથી ૧૧.૫૦%ના વ્યાજ દરે રૂ.૪.૯૦ – ૪.૯૦ કરોડ મળી કુલ રૂ.૯.૮૦ કરોડની ટર્મ લોન લીધી હતી. આ લોનના જામીન પેટે તેમણે વડોદરાના સાણી રોડ પર આવેલા ‘કામાક્ષી કુંજ કોમ્પ્લેક્સ’ માં આવેલી કુલ ૧૬ દુકાનો પૈકી રાજેશભાઈએ ૯ દુકાનો અને હેતલબેને ૭ દુકાનો ૩૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ બેંકમાં મોર્ગેજ કરી આપી હતી.
લોન મેળવ્યાના એક જ મહિનામાં એટલે કે, ૨૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ દંપતીએ પૂર્વઆયોજિત કાવતરું રચી, બેંકની કોઈ પણ પ્રકારની મંજૂરી કે જાણ કર્યા વગર મોર્ગેજ મૂકેલી દુકાનો પૈકી દુકાન નંબર ૧૧૭, ૧૧૮, ૧૧૯ અને ૧૨૦ના બોગસ/ખોટા દસ્તાવેજો બનાવીને મેહુલભાઈ શ્યામલજીભાઈ સોલંકી નામના વ્યક્તિને બારોબાર વેચી દીધી હતી. ઉપરાંત જે હેતું માટે લોન લેવામાં આવી હતી તે હેતું સિવાય અન્ય જગ્યાએ લોનનાં નાણાંનો પોતાના અંગત આર્થિક ફાયદા માટે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ ખાતાંના સ્ટેટમેન્ટ પરથી જોવા મળ્યું હતું.
જુલાઈ ૨૦૨૪માં આ લોન ખાતાઓ અનિયમિત બનતાં બેંકે તેને દ્ગઁછ (નોન પરફોર્મિંગ એસેટ) જાહેર કર્યા હતા. બેંક દ્વારા અવારનવાર નોટિસો આપવા છતાં ૨૫ માર્ચ ૨૦૨૬ સુધીમાં રાજેશકુમાર પટેલ પાસે રૂ.૫,૪૪,૨૭,૫૯૭ અને હેતલબેન પટેલ પાસે રૂ.૫,૪૪,૦૭,૦૯૨નું લેણું બાકી નીકળતું હતું. બેંકની ખાસ કમિટી જીઝ્રસ્ઇહ્લ દ્વારા પૂરતી ચકાસણી કરાયા બાદ ડિસેમ્બર ૨૦૨૫ માં આ ખાતાઓને ‘ફ્રોડ’ તરીકે જાહેર કરી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં)ને પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જેથી બેંકમાંથી મેળવેલી લોન તથા વ્યાજ સહિત રૂ.૧૦.૮૮ કરોડ જેટલી રકમ બેંકમાં ન ચુકવીને મોર્ગેજ મુકેલી દુકાનો બેંકની જાણ બહાર બારોબાર વેચી દઈ છેતરપિંડી કરનાર રાજેશકુમાર પટેલ અને હેતલબેન પટેલ સામે બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર (ડ્ઢય્સ્) ચંદ્રવદન પુરૂષોત્તમદાસ પટેલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

