Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા
    • ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો
    • 05 ઓગસ્ટનું પંચાંગ
    • 05 ઓગસ્ટનું રાશિફળ
    • Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત
    • Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ
    • Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ
    • Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ચાર સંતાનના પિતાને પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો
    અમદાવાદ

    Ahmedabad: ચાર સંતાનના પિતાને પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રેમિકાના દીકરાએ ધારિયું ઝીંકી હત્યા કરી

    Ahmedabad,તા.૩૦

    ધોળકાના ત્રાંસદ ગામમાં રહેતા ચાર સંતાનોના પિતાને એક પરિણીત મહિલા સાથે ૧૦ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો. મહિલાના પરિવારને જાણ થતાં સમાજની રાહે પ્રેમ સંબંધનો અંત લાવવામાં આવ્યો હતો. જોકે, થોડા દિવસ પહેલા મહિલાના દિયરનું અવસાન થતાં તે ગામમાં આવી હતી અને પૂર્વ પ્રેમીને મળવા બોલાવ્યો હતો. મહિલાના પુત્રને આ મામલે જાણ થતાં તેની માતા અને યુવક વચ્ચે હજુ પણ પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને તેના સાગરિતો સાથે મળીને ધારિયા-લાકડી જેવા હથિયારથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    મળતી વિગતો અનુસાર, ધોળકાના ત્રાંસદ ગામમાં ૩૭ વર્ષીય ધનજી ઉર્ફે સંજય ઠાકોર માતા-પિતા, પત્ની અને ત્રણ સંતાનો સાથે રહીને ખેતીકામ કરતો હતો. ધનજી ઉર્ફે સંજયને આશરે દસેક વર્ષ પહેલા ગામની એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, પરિણીતાના પરિવારના સભ્યોને જાણ થતાં પાંચ વર્ષ પહેલા બંને પક્ષના સમાજના લોકોને ભેગા કરતા આ પ્રેમ સંબંધનો અંત આવ્યો હતો. બાદમાં આ પરિણીતા તેના પિયર રહેવા જતી રહી હતી, પરંતુ એકાદ માસ પહેલા પરિણીતાના દિયરનું અવસાન થતાં તે ગામમાં આવી ત્યારે પરિણીતાએ ધનજી ઉર્ફે સંજયને મળવા બોલાવ્યો હતો. પરિણીતાના દીકરા સુનિલને આ અંગેની જાણ થતાં જ તેણે ધનજી ઉર્ફે સંજયને ‘તું હજુ મારી મા સાથે સંબંધ રાખે છે, હજુ ભૂલ્યો નથી’ તેમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી.

    દરમિયાન ગત મંગળવારે સવારે ધનજી ઉર્ફે સંજય અને તેના પિતા સહિતના લોકો ટ્રેક્ટર લઈને ડાંગરના વાવેતર માટે ખેતરમાં ગયા હતા. ધનજી ઉર્ફે સંજય ખેતર ડહોળતો હતો જ્યારે તેના પિતા નિંદામણ કરતા હતા ત્યારે પરિણીતાનો પુત્ર સુનિલ અને તેના સાગરિત અમિત, અંકિત, અજીત તથા જગદીશ સહિતના લોકો લાકડી, પાઇપ અને ધારિયા લઈને ખેતરમાં ઘૂસી ગયા હતા. આ પાંચેયે ગાળાગાળી કરીને ટ્રેક્ટરની ઉપર જ ધનજીને પતાવી દેવાનો છે તેવી બૂમો પાડતા ધનજી ઉર્ફે સંજયના પિતા દોડી આવ્યા હતા.

    ધનજી ઉર્ફે સંજય ટ્રેક્ટર ઊભું રાખીને દોડીને ભાગતો હતો ત્યારે સુનિલે તેને ધારિયું મારતા તે પડી ગયો હતો અને બાદમાં તમામ લોકો તેની પર તૂટી પડ્યા હતા. પાંચેય આરોપીએ ધનજી ઉર્ફે સંજયના પિતા બાબુભાઈ પર પણ હુમલો કર્યો હતો. તેમણે બૂમાબૂમ કરતા આ પાંચેય લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ટ્રેક્ટરમાં જ ધનજીને સારવાર માટે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ મામલે ધોળકા રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે સુનિલ ઠાકોર, અમિત ઠાકોર, અંકિત ઠાકોર, અજીત ઠાકોર અને જગદીશ બેલદાર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodaraમાં પોલીસ ભવન નજીક નર્મદા ભવનમાં ચોરી, સરકારી કચેરીમાંથી પંખા અને એલઇડી લાઇટ ચોરાઈ
    Next Article કેન્દ્ર સરકારે રાજ્યસભામાં UDISE+ ૨૦૨૫-૨૬ રિપોર્ટ રજૂ કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી: સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026
    અમદાવાદ

    Gujaratમાં 3 વર્ષમાં રૂા.3,708 કરોડનું બેન્ક ફ્રોડ: દેશમાં છઠ્ઠા ક્રમે

    August 4, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓ દ્વારા Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ

    August 3, 2026
    અમદાવાદ

    ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patelની આગાહી

    August 3, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો

    August 3, 2026
    અમદાવાદ

    Ahmedabadના થલતેજ, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,820
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,660
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,840
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 09:35
    Categories
    Latest News

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026

    05 ઓગસ્ટનું રાશિફળ

    August 4, 2026

    Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત

    August 4, 2026

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026
    Search
    Main News

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.