Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: સાબરમતી જેલમાં રક્ષાબંધનની તૈયારીઓ તેજ, ૨ હજાર જેટલા પરિવારજનો આવવાની શક્યતા
    અમદાવાદ

    Ahmedabad: સાબરમતી જેલમાં રક્ષાબંધનની તૈયારીઓ તેજ, ૨ હજાર જેટલા પરિવારજનો આવવાની શક્યતા

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,ત.૨૭

    રક્ષાબંધન એટલે ભાઈના કાંડે બંધાતો માત્ર એક દોરો નહીં, પરંતુ જેલની ઊંચી દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના સંબંધને જીવંત રાખતી લાગણી. બહારની દુનિયા માટે રક્ષાબંધનનો દિવસ સામાન્ય રીતે ખુશી, મીઠાઈ અને પરિવાર સાથેની ઉજવણીનો હોય છે, પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલમાં આ દિવસનું અલગ જ મહત્વ છે. ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનને પગલે સાબરમતી જેલમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં કેદી ભાઈઓ માટે બહેનોને મળવાની અને તેમના હાથે રાખડી બંધાવવાની તક સાથે જેલની સુરક્ષા અને નિયમોની જવાબદારી પણ એટલી જ મહત્વની રહેશે.

    સાબરમતી સેન્ટ્રલ જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનોને જેલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે. જેલ તંત્રની ગણતરી મુજબ આ વખતે આશરે ૨ હજાર જેટલા કેદીઓને મળવા તેમના પરિવારજનો આવે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં લોકો એકસાથે જેલ પરિસરમાં પહોંચવાના હોવાથી સુરક્ષા, પ્રવેશ, જડતી અને લોકોની અવરજવરનું નિયંત્રણ સૌથી મોટો પડકાર રહેશે.

    એસપી ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને કેદી ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેલ તંત્રને આશા છે કે આશરે ૨ હજાર જેટલા કેદીઓને મળવા તેમના પરિવારજનો આવશે. આ માટે અમદાવાદ પોલીસ પાસેથી પણ વધારાનો બંદોબસ્ત માંગવામાં આવ્યો છે, જ્યારે જેલ તરફથી પણ આશરે ૧૨૫ જેટલા વધારાના સ્ટાફને સમગ્ર વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવશે.

    રક્ષાબંધનના દિવસે જેલમાં આવનારા દરેક પરિવારજનની સુરક્ષા તપાસ કરવામાં આવશે. જેલમાં પ્રવેશ પહેલાં જડતી, રાખડીની તપાસ, આવન-જાવનનું નિયંત્રણ અને કેદીઓ સાથેની મુલાકાતની પ્રક્રિયા સરળતાથી થાય તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

    ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર પ્રક્રિયા સ્મૂથલી ચાલે તે માટે જેલ સ્ટાફ ઉપરાંત અમદાવાદ પોલીસનો પણ બંદોબસ્ત રહેશે. છેલ્લા બે દિવસથી જેલમાં બેરિકેડિંગ અને મુવમેન્ટ કંટ્રોલ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે. મોટી સંખ્યામાં પરિવારજનો આવતા હોવાથી કેદીઓ અને મુલાકાતીઓની અવરજવર અલગ રીતે નિયંત્રિત કરવામાં આવશે.

    રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈ માટે રાખડી અને મીઠાઈ લઈને આવતી હોય છે. પરંતુ જેલની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બહારથી કોઈપણ પ્રકારની મીઠાઈ સીધી અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેલમાં પોતાની બેકરી હોવાથી ત્યાં તૈયાર થતો મોહનથાળ કેદી ભાઈઓને આપવામાં આવશે.

    ગૌરવ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ બહેન પોતાના ભાઈને મીઠાઈ આપવા માગતી હોય તો તે જેલના કાઉન્ટર પરથી મહત્તમ ૨૫૦ ગ્રામ મીઠાઈ ખરીદીને કેદીને આપી શકશે. બહારથી મીઠાઈ લાવવાની મંજૂરી નહીં હોય. આ વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા છે, જેથી મીઠાઈના ડબ્બા કે અન્ય વસ્તુઓની આડમાં કોઈ અનિચ્છનીય વસ્તુ જેલની અંદર ન પહોંચી જાય.

    રાખડી બાબતે પણ જેલ તંત્ર દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે. બહેનો સાદી રાખડી લઈ જઈ શકશે, પરંતુ એવી કોઈ રાખડી કે વસ્તુને મંજૂરી આપવામાં નહીં આવે જેના કારણે જેલની સુરક્ષા અથવા શિસ્ત સામે પ્રશ્ન ઊભો થાય. ખાસ કરીને ડિજિટલ રાખડી અથવા બહારની દુનિયા સાથે કોઈપણ પ્રકારનું કમ્યુનિકેશન શક્ય બને તેવી રાખડી અંદર લઈ જવાની મંજૂરી નહીં હોય.

    જેલ અધિકારીઓનું કહેવું છે કે રાખડીમાં કોઈ એવી વસ્તુ ન હોવી જોઈએ જેના કારણે કેદી, અન્ય કેદીઓ અથવા જેલ સ્ટાફની સુરક્ષાને જોખમ ઊભું થાય. એટલે લાગણીના આ પર્વમાં પણ સુરક્ષાના નિયમો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

    ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન આશરે ૧૧૦૦ અંડરટ્રાયલ કેદીઓને મળવા તેમના પરિવારજનો સાબરમતી જેલમાં આવ્યા હતા. આ વર્ષે આ સંખ્યા વધવાની શક્યતા છે. જેલ તંત્રના અંદાજ મુજબ આશરે ૧૪૦૦થી ૧૫૦૦ જેટલા અંડરટ્રાયલ કેદીઓને મળવા તેમના પરિવારજનો આવી શકે છે.આ ઉપરાંત, ૫૦૦થી વધુ કન્વિક્ટેડ કેદીઓના પરિવારજનો પણ રક્ષાબંધન નિમિત્તે જેલમાં આવે તેવી અપેક્ષા છે. એટલે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ જેલ પરિસરમાં પરિવારજનોની અવરજવર વધારે રહેવાની શક્યતા છે.

    રક્ષાબંધન ૨૮ ઓગસ્ટે હોવાથી જેલ તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બેરિકેડિંગ, મુવમેન્ટ કંટ્રોલ, પ્રવેશ પ્રક્રિયા અને મુલાકાતીઓની જડતી સહિતની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જેલ તંત્રની સામે પડકાર એ છે કે એક તરફ હજારો લોકોની અવરજવર વચ્ચે સુરક્ષા જળવાઈ રહે અને બીજી તરફ કેદી ભાઈઓને તેમની બહેનો સાથે આ ખાસ દિવસની લાગણીસભર મુલાકાત પણ મળી શકે.

    Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article28 ઓગસ્ટનું રાશિફળ
    Next Article 28 ઓગસ્ટનું પંચાંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફેબ્રિકેશનનું કામ કરવા આવેલા શખ્સે સગીરાને અડપલાં કર્યાં

    October 12, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,670
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,360
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-10-2026 00:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.