Washington, તા.9
અમેરિકાના સાંસદ ટીમ બુસ્પેટ એવો દાવો કર્યો છે કે, એલિયનનું અસ્તિત્વ છે અને એલિયન પૃથ્વી પર પણ આવ્યા હતા એટલું જ નહીં માનવીઓ સાથે સંપર્ક પણ કર્યો હતો.
અમેરિકામાં છેલ્લા કેટલાંક વર્ષોથી યુએફઓ તથા તેને લગતા ઘટનાક્રમોમાં રસ વધ્યો છે. સરકાર દ્વારા ખાસ વિભાગ શરૂ કરીને અવકાશમાં દેખાતા રહસ્યમય પદાર્થો વિશે જાણ કરવા પાયલોટો સહિતના વર્ગોને સુચવાયું છે.
તેઓ દ્વારા ચોક્કસ સમય, સ્થળ, તારીખ અને મીટીંગ વિશે જાણ કરવામાં આવે જ છે. પૂર્વ પ્રમુખોને તેનાથી અવગત કરવામાં આવેલા જ છે. તેઓએ કહ્યું કે એલિયનથી માનવજાતને કોઇ જોખમ હોવાની સંભાવના દેખાઇ નથી. પરગ્રહવાસી (એલિયન)નું અસ્તિત્વ છે જ. આંખના પલકારામાં તેઓ આપણને નષ્ટ કરી શકે પરંતુ આવું કાંઇ થયું નથી કે જોખમ પણ જણાતું નથી.
એક ઇન્ટરવ્યૂમાં તેઓએ એવી પણ ચેતવણી આપી હતી કે એલિયન કે તેના સંપર્ક વિશેની માહિતી જાહેર કરવાથી લોકોનો વિશ્વાસ ડગમગી જવા સાથે ભય ઉભો થઇ શકે છે. મને એજન્સીએ જ જાણકારી આપી હતી અને તેઓ જાહેરમાં માહિતી આપે તો લોકોની ઉંઘ હરામ થઇ શકે. યુએફઓ તથા રહસ્યમય અવકાશી પદાર્થો મામલે અવાજ ઉઠાવવામાં સાંસદ બુસ્પેટનો સિંહફાળો છે.
તેમણે એવો દાવો કર્યો છે કે, નાસા સહિતની એજન્સીઓ ખોટું બોલે છે અને ફાઇલોમાં સંગ્રહાયેલી માહિતી જાહેર કરતી નથી. ગત ફેબ્રુઆરીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિગતો જાહેર કરવાની યોજનાનું એલાન કર્યું હતું.

