અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી
દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી. જેથી ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે
Ahmedabadતા.૪
ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું અમદાવાદ શહેર ધીમે ધીમે વિસ્તરીને આજે ૪૮૦ ચોરસ કિમીથી વધારે વિસ્તારમાં ફેલાઈ ગયું છે. શહેરમાં વસતીનો આંકડો એકાદ કરોડ આસપાસ પહોંચી ગયો ગયો હોવાનો અંદાજ છે. અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી. જેથી ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે.
હવે વૈશ્વિક ફલક પર ઉભરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ બજેટ ૪ ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે બજેટનું કદ રૂ. ૧૭૦૧૮ કરોડનું છે, જે ભારતના કેટલાક નાના રાજ્યોના કુલ બજેટ કરતા પણ વધુ છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે બજેટનું કદ ૧૪૦૦૧ કરોડનું હતું. અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી. જેથી ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે.
ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે ૬ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સઃ ૫ મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ,બોપલ રીંગરોડથી ઘુમા સુધી,નહેરુનગરથી શિવરંજની,સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર ,પાંચ રેલવે ઓવરબ્રિજ કરવામાં આવશે આ ઉપરાંત ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત
આગામી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની હોવાથી કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનારા ડ્રાફ્ટ બજેટમાં કોઈ નવા વેરા ઝીંકવામાં આવ્યા નથી. જેના કારણે બજેટમાં લોકપ્રિય જાહેરાતો પર વધુ ભાર મૂકવામાં આવી છે.
૨૦૨૬-૨૭ના બજેટમાં જે જોવા મળશે તેમાં એઆઇ ટેકનોલોજી આધારિત સેવાનો વ્યાપ વધશે.,ચૂંટણી વર્ષ હોવાથી નવા વેરા ઉમેરાશે નહીં.,પીપીપી અને સસ્ટેઈનેબલ પ્રોજેક્ટ પર ભાર મુકાશે,રેવન્યુ વધારવાનો અભિગમ દાખવાશે,મ્યુનિ. આત્મનિર્ભરતા દાખવી પોતાના પૈસે પ્રોજેક્ટ બનાવશે
અમદાવાદ મ્યુનિ.બજેટમાં શહેરને આધુનિક અને ’સ્માર્ટ’ બનાવવા માટે ખાસ જોગવાઈઓ જોવા મળી શકે છે. વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલમ્પિકના આયોજનને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી રકમ ફાળવવામાં આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ સેવાઓને વધુ ઝડપી બનાવવા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે છૈં આધારિત પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ શકે છે. આ સિવાય સતત વધતા ટ્રાફિકને નિવારવા માટે નવા ફ્લાયઓવર, અંડરપાસ અને આઈકોનિક રોડ પ્રોજેક્ટ્સ પર ભાર મુકાશે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે ’ગ્રીન કવર’ વધારવા અને ડાર્ક ઝોન વિસ્તારમાં પરકોલેટિંગ વેલ (જળસંચય) માટે વિશેષ જોગવાઈની શક્યતા છે.
ગત વર્ષના બજેટમાં ઘણી મહત્વકાંક્ષી જાહેરાતો કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ હજુ પણ અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. જેમાં સિંધુભવન રોડ પર રૂ. ૪૭૦ કરોડનું સિટી સ્ક્વેર. સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર સાઈડ ડાઈનિંગ અને એક્ઝીબિશન સેન્ટર. રૂ. ૧૪૦ કરોડના ખર્ચે નારોલથી નરોડાનો આઈકોનિક રોડ અને ગોતા-ગોધાવી કેનાલનું રિડેવલપમેન્ટ (રૂ. ૧૭૦ કરોડ)નું કામ હજુ થઈ શક્યા નથી, એટલે કે હજું કાગળ પર છે.૨૦૨૫-૨૬ના બજેટના કાગળ પર જ રહેલા કેટલાક કામ જોઇએ તો – તળાવોના વિસ્થાપિતો માટે ૪૦૦૦ આવાસ રૂ.૬૦૦ કરોડ,-જળસંચય માટે ૧૦૦૦ પરકોલેટિંગ વેલ રૂ.૭૮ કરોડ,- સિંધુભવન રોડ પર સિટીસ્કવેર રૂ.૪૭૦ કરોડ,-સાયન્સ એન્ડ ફ્યુચર મ્યુઝિયમ રૂ. ૭૦ કરોડ,સાત આઈકોનિક રોડ રૂ.૪૧૮ કરોડ,-ઝોન દીઠ એક કોમર્શિયલ સ્ટ્રીટ-કલ્ચરલ કોર્નર રૂ. ૫૦ કરોડ,- નારોલથી નરોડા સુધી આઈકોનિક રોડ રૂ. ૧૪૦ કરોડ,- રિવરફ્રન્ટ પર એક્ઝીબિશન સેન્ટર રૂ.પ૦ કરોડ,- ચાર સ્થળે ઈન્ટિગ્રેટેડ કોમર્શિયલ સ્ટ્રીટ રૂ. ,૮૫ કરોડ,-નેહરૂ-એલિસ બ્રિજ વચ્ચે રિવર સાઈડ ડાઈનિંગ રૂ. ૫૦ કરોડ,- વિન્ડ અને સોલાર પાવર પ્લાન્ટ રૂ. ૧૮૧ કરોડ,-એઆઈ આધારિત મ્યુનિ. સેવાઓ રૂ.૩૪ કરોડ,ગોતા-ગોધાવી કેનાલ રિડેવલપમેન્ટ રૂ.૧૭૦ કરોડ -શાહીબાગ અન્ડરપાસ રિકન્સ્ટ્રક્શન રૂ. ૩૦ કરોડ, સ્ટેન્ડિંગ કમિટી તેમાં જરૂરી સુધારા-વધારા કરીને મંજૂરી આપશે

