Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    • Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    • Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    • Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
    • Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: વસ્તી ગણતરીની કામગીરી કરનારા કર્મચારીઓ ત્રણ મહિનાથી પછી પણ વેતનથી વંચિત
    અમરેલી

    Amreli: વસ્તી ગણતરીની કામગીરી કરનારા કર્મચારીઓ ત્રણ મહિનાથી પછી પણ વેતનથી વંચિત

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વેકેશનમાં કામગીરી કરાવ્યા બાદ વળતર રજાની પણ સર્વિસબુકમાં એન્ટ્રી નહીં થતાં કર્મચારીઓમાં રોષ

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૮ઃ

    અમરેલી જિલ્લામાં ઉનાળાના વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને કામગીરી પૂર્ણ થયાના ત્રણ મહિના બાદ પણ વેતન કે વળતર મળ્યું નથી. એટલું જ નહીં, વેકેશનના સમયગાળામાં કામગીરી કરનારા કર્મચારીઓને મળવાપાત્ર વળતર રજા મંજૂર કરી તેની સર્વિસબુકમાં એન્ટ્રી પણ કરવામાં ન આવતા આ અંગે અમરેલી જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર અમરેલીએ એક પરિપત્ર પાઠવી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી છે. ત્યારે વહીવટી તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

    અમરેલી જિલ્લામાં ઉનાળાના વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી માટે શિક્ષકો સહિતના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી. કામગીરી દરમિયાન કર્મચારીઓ પાસેથી કાળઝાળ ગરમીમાં પણ ટાર્ગૅટ મુજબ કામગીરી કરાવવામાં આવી હતી. અને કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ પૂર્ણ પણ કરી હતી. પરંતુ કામગીરી પૂર્ણ થયાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કામગીરીનું વેતન ચૂકવવામાં આવ્યું ન હોવાની વ્યાપાક ફરિયાદો સામે આવી છે.

    માત્ર વેતનનો પ્રશ્ન જ નહીં, પરંતુ વેકેશનના સમય ગાળામાં સરકારી કામગીરી બજાવનારા કર્મચારીઓને મળવાપાત્ર વળતર રજા મંજૂર કરી તેની સર્વિસબુકમાં જરૂરી એન્ટ્રી કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી. કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા આખરે આ અંગે અમરેલી જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર અમરેલીએ એક પરિપત્ર પાઠવી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી છે.

    આ મુદ્દે અધિકારીઓ દ્વારા અત્યાર સુધી કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવો સવાલો પણ  ઉઠી રહ્યો છે. અને વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન કર્મચારીઓને ટાર્ગૅટ આપનારા અધિકારીઓ કામગીરી પૂર્ણ થયા બાદ કર્મચારીઓના હક્કના વેતન અને વળતર રજાના મામલે મૌન કેમ ધારણ કરી બેઠા છે? તે અંગે પણ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. કામગીરી કરાવતી વખતે તંત્રને કર્મચારીઓની જરૂરિયાત રહે છે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ તેમના હક્કના લાભો આપવામાં કેમ વિલંબ કરવામાં આવે છે? તેવો પ્રશ્ન હવે ચર્ચાનો વિષય બન્યો છે.

    સરકાર વિવિધ યોજનાઓ, કાર્યક્રમો અને અન્ય ખર્ચાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચી શકે છે, પરંતુ સરકારી કામગીરીમાં વેકેશન દરમિયાન ફરજ બજાવનારા કર્મચારીઓને સમયસર વેતન ચૂકવવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? જો વેતન ચૂકવવામાં વહીવટી કે નાણાકીય કારણોસર વિલંબ હોય તો પણ વળતર રજાની મંજૂરી અને સર્વિસબુકમાં એન્ટ્રી જેવી વહીવટી કાર્યવાહી અટકાવવાનું કારણ શું? તેવો સવાલ કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.

    અન્ય જિલ્લાઓમાં આવી કામગીરી બાદ કર્મચારીઓને મળવાપાત્ર લાભો અંગેની કાર્યવાહી સુપેરે પૂર્ણ કરવામાં આવી હોવાના દાવા વચ્ચે અમરેલી જિલ્લામાં જ આવી સ્થિતિ કેમ સર્જાઈ છે તે અંગે પણ તપાસ જરૂરી બની છે. કર્મચારીઓના હક્કના વેતન અને રજાના લાભમાં વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે વહીવટી સ્તરે તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.

    કામગીરી કરાવતી વખતે ટાર્ગૅટ અને સમય મર્યાદાનો આગ્રહ રાખનાર તંત્ર કામગીરી પૂર્ણ થયા બાદ કર્મચારીના હક્કના વળતર માટે કેમ સમય મર્યાદા વહીવટીતંત્ર કેમ નક્કી કરતું નથી? નાના કર્મચારીઓ પાસેથી સમયસર કામગીરી કરાવ્યા બાદ તેમના હક્કના લાભો આપવામાં વિલંબ કરવો એ કર્મચારીઓ પ્રત્યે અન્યાય સમાન હોવાનું જણાવી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.

    હવે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી, વસ્તી ગણતરીની કામગીરી કરનારા તમામ કર્મચારીઓને મળવાપાત્ર વેતન ચૂકવવા સાથે વળતર રજા મંજૂર કરી તેની સર્વિસબુકમાં એન્ટ્રી કરવામાં આવે અને બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કર્મચારીઓના હક્કના વળતરમાં વિલંબ કરનારા જવાબદારો સામે તંત્ર ક્યારે પગલાં ભરશે? તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarના અતિ ચકચારજનક સગીરા સાથેના દુષ્કર્મ અંગેના કેસમાં સગી જનેતાની જામીન અરજી ફગાવી દેવાઈ
    Next Article Amreli: જાફરાબાદ ૧૮ દિવસમાં ૩ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: રાજુલાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો

    September 28, 2026
    અમરેલી

    Amreli: જાફરાબાદ ૧૮ દિવસમાં ૩ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષ

    September 28, 2026
    અમરેલી

    Amreli: પિતાએ ૫ વર્ષની પુત્રીને મારી નાખી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર

    September 25, 2026
    અમરેલી

    Amreli: ધારી તાલુકાના દીતલા ગામે ખેડૂતના મકાન બહાર ડાલામથ્થાનો ચોકી પહેરો !

    September 25, 2026
    અમરેલી

    Amreli: ખડાધાર-બોરાળા વચ્ચે અજાણ્યા વાહને દીપડાને કચડી નાખ્યો

    September 24, 2026
    અમરેલી

    Amreliમાં SD Pay­ APNA Payના સાયબર ફ્રોડના બનાવમાં ૬.૫૩ લાખ યુઝર્સનો ડેટા પોલીસના હાથ લાગ્યા

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,090
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 20:50
    Categories
    Latest News

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026

    Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત

    September 28, 2026

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.