Amreli, તા.17
અમરેલી જિલ્લા ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષણ સંઘ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્લાની ગ્રાન્ટ ઈન એડ ઉચ્ચતર માઘ્યમિક શાળાના શિક્ષકો જે હાલ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બી.એલઓ. સુપર વાઈઝર અને બી.એલઓ. તરીકે કામગીરી કરે છે.
તથા દર વર્ષે ચાર વખત ખાસ ઝુંબેશ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણ કાર્યક્રમમાં કામગીરીમાં હોય છે, તેથી આ કામગીરી અર્થે રોકાયેલા કર્મચારીઓની વસ્તી ગણતરી ર0ર7થી કામગીરીમાંથી મુકિત આપવા અંતમાં માંગ કરેલ છે.

