Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.
    • Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન
    • ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ
    • Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»પ્રામાણિકતાનું ઉદાહરણ Rajkot ડિવિઝન RPFએ બે મુસાફરોને ૧.૮૪ લાખથી વધુ કિંમતનો સામાન પરત કર્યો
    રાજકોટ

    પ્રામાણિકતાનું ઉદાહરણ Rajkot ડિવિઝન RPFએ બે મુસાફરોને ૧.૮૪ લાખથી વધુ કિંમતનો સામાન પરત કર્યો

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2026Updated:September 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓપરેશન અમાનત અંતર્ગત મોબાઈલ, રોકડ, ઘરેણાં તેમજ અન્ય સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો

    Rajkot તા.૨૦ઃ

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળ (RPF -­ Railway Protection Force) દ્વારા મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે મુસાફરી દરમિયાન ભૂલી ગયેલા સામાનને સુરક્ષિત પરત સોંપવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ જ ક્રમમાં દ્વારકા પોસ્ટ અંતર્ગત ઓખા આઉટ પોસ્ટ તથા જામનગર રેલવે સુરક્ષા બળ પોસ્ટના જવાનોએ બે મુસાફરોને કુલ ૧.૮૪ લાખથી વધુ મૂલ્યનો સામાન સુરક્ષિત રીતે પરત કરીને પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    ઓખામાં મુસાફરને ૧.૦૨ લાખની કિંમતનો સામાન પરત કરાયો

    તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ટ્રેન નંબર ૧૯૨૫૧ વેરાવળ-ઓખા એક્સપ્રેસના ઓખા સ્ટેશન પર આગમન બાદ રેલવે સુરક્ષા બળના જવાનો દ્વારા ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન એક બેગ મળી આવી હતી, જેમાં બે મોબાઈલ ફોન અને ૧,૨૦૦ રોકડા મળ્યા હતા. મોબાઈલ ફોન ચાલુ હાલતમાં હોવાથી રેલવે સુરક્ષા બળના જવાનોએ સંબંધિત મુસાફરનો સંપર્ક કર્યો હતો.

    મુસાફરને તેનો સામાન ઓખા રેલવે સુરક્ષા બળ કાર્યાલયમાં સુરક્ષિત હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલ મદદ (છફશહ ખફમફમ) ના માધ્યમથી ફરિયાદ નોંધવામાં આવી અને મુસાફર ઓખા રેલવે સુરક્ષા બળ પોસ્ટ પર ઉપસ્થિત થયો.

    જરૂરી કાગળની કાર્યવાહી અને ઓળખની ચકાસણી બાદ મુસાફર સુધાકર ચોલે (રહેવાસી તેલંગાણા) ને તેમનો સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. મળી આવેલા સામાનમાં એપલ કંપનીનો મોબાઈલ ફોન આશરે ૮૦,૦૦૦, બીજો મોબાઈલ ફોન આશરે ૨૦,૦૦૦, ૧,૨૦૦ રોકડા તેમજ આશરે ૮૦૦ ની કિંમતની બેગ સામેલ હતી. આમ, કુલ ૧,૦૨,૦૦૦ ની કિંમતનો સામાન મુસાફરને પરત કરવામાં આવ્યો હતો.

    આ કાર્યવાહીમાં રેલવે સુરક્ષા બળના સબ ઈન્સ્પેક્ટર જાકે ખાન અને કોન્સ્ટેબલ અરૂણની મહત્વની ભૂમિકા રહી હતી. મુસાફરે રેલવે સુરક્ષા બળની તત્પરતા અને પ્રામાણિકતાની પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો.

    જામનગરમાં મહિલા મુસાફરને ૮૨,૦૦૦ ની કિંમતનો સામાન પરત કરાયો

    એક અન્ય કિસ્સામાં તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જામનગર સ્ટેશન પર ટ્રેન નંબર ૧૫૦૪૬ ઓખા-ગોરખપુર એક્સપ્રેસના જનરલ કોચમાં ચઢતી વખતે એક મહિલા મુસાફરનું પર્સ પડી ગયું હતું. મહિલા મુસાફર દ્વારા રેલ મદદ મારફતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરજ પર તૈનાત રેલવે સુરક્ષા બળના સબ ઈન્સ્પેક્ટર શિવશંકર કટિયાર દ્વારા સ્ટેશન પર તપાસ કરતા પર્સ મળી આવ્યું હતું.

    મહિલા મુસાફરને પર્સ મળી ગયાની જાણ કરવામાં આવી હતી અને જામનગર આવીને રેલવે સુરક્ષા બળ કાર્યાલયમાંથી તે મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ મહિલા મુસાફર મનોરમા (રહેવાસી મધ્યપ્રદેશ) જામનગર રેલવે સુરક્ષા બળ કાર્યાલય પહોંચ્યા હતા.

    પર્સની તપાસ કરતા તેમાંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન આશરે ૭,૦૦૦, ચાંદીના ચાર જોડી સાંકળા (ઝાંઝર) આશરે ૨૫,૦૦૦, ચાંદીની ત્રણ જોડી માછલી (વીંછીયા) આશરે ૮,૦૦૦, સોનાની કાનની બુટ્ટી (ટોપ્સ) આશરે ૪૦,૦૦૦, ચાંદીની રાખડી આશરે ૧,૦૦૦, અન્ય સામાન આશરે ૫૦૦ તથા આશરે ૫૦૦ ની કિંમતનું લેડીઝ પર્સ મળી આવ્યું હતું. આમ, કુલ સામાનની અંદાજિત કિંમત ૮૨,૦૦૦ હતી.

    જરૂરી ચકાસણી અને કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ઉપરોક્ત સામાન મહિલા મુસાફરને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. મહિલા મુસાફરે રેલવે સુરક્ષા બળ, જામનગરની તત્પરતા અને પ્રામાણિકતાની પ્રશંસા કરીને આભાર માન્યો હતો.

    રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ઉછખ) શ્રી ગિરિરાજ કુમાર મીના તથા ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રી કમલેશ્વર સિંહે આ પ્રશંસનીય કાર્ય બદલ સંબંધિત રેલવેકર્મીઓની તત્પરતા, પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના રેલવે સુરક્ષા બળની ઉત્કૃષ્ટ કાર્યશૈલી અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની તેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબ્રહ્મવૈવર્ત પુરાણાનુસાર Ganesh પ્રાગટ્યની પૌરાણિક મહાકથા
    Next Article Amreliમાં વિવિધ સંસ્થા સાથે સંકળાયેલ બે આગેવાનોના મોબાઈલ હેક થતા ભારે ચકચાર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026
    રાજકોટ

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.

    November 4, 2026
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    રાજકોટ

    Rajkotની સેન્ટ્રલ સહિત સૌરાષ્ટ્રની જેલોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરાયું

    November 4, 2026
    રાજકોટ

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026
    રાજકોટ

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,980
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,990
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹184,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-11-2026 18:53
    Categories
    Latest News

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.

    November 4, 2026

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.