Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.
    • Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન
    • ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ
    • Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreliમાં વિવિધ સંસ્થા સાથે સંકળાયેલ બે આગેવાનોના મોબાઈલ હેક થતા ભારે ચકચાર
    અમરેલી

    Amreliમાં વિવિધ સંસ્થા સાથે સંકળાયેલ બે આગેવાનોના મોબાઈલ હેક થતા ભારે ચકચાર

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2026Updated:September 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બંને આગેવાનના કોન્ટેક નંબરોમાં લગ્નની કંકોત્રીના નામે હેકર દ્વારા એપીકે ફાઇલ મોકલાઈ, પોલીસે આવી એપીકે ફાઈલ ન ખોલવા એડવાઈઝરી જારી કરી

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૦ઃ

    અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા જ સમયથી સાયબર ગઠિયાઓમાં પોતપ્રકાશી રહ્યા છે. જિલ્લામાં હજુ એસ.ડી.એપનું કૌભાંડ ચર્ચામાં છે. તેવા સમયે અમરેલી શહેરના વિવિધ સંસ્થા સાથે જોડાયેલા બે આગેવાનોના મોબાઈલ નંબર કોઈ હેકરે હેક કર્યા બાદ તે મોબાઈલ નંબર ઉપરથી હેકર દ્વારા સેકડો લોકોને લગ્ન કંકોત્રીના નામે એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ ખોલતા જ અનેક લોકોના મોબાઈલ હેક થયા હતા. પોલીસે આવી એપીકે ફાઈલ ના ખોલવા લોકોને અપીલ કરી છે. જો કે, જે લોકોના ફોન હેક થયા છે તેમના બેંક ખાતાઓમાંથી નાણા ઉપડયા કે કેમ? તે હજુ સ્પષ્ટ થયું નથી.

    સાઇબર ગઠિયાઓએ મોબાઈલ હેક કરવા માટે અમરેલીના રાજકીય રીતે સંકળાયેલ અને લેઉવા પટેલ સમાજ તથા એક કડવા પટેલ સમાજના આગેવાનોને પસંદ કર્યા હતા. જેમાં અમરેલીના કડવા પાટીદાર સમાજના પ્રમુખ અને જાણીતા પટેલ મંડપ સર્વિસ વાળા વજુભાઈ ગોલનો મોબાઇલ હેક થયો હતો. અને મોબાઈલમાંથી સેકડો લોકોને એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. તેમના ઘરે શુભ પ્રસંગ હોવાના નામે મેસેજ સાથેની કંકોત્રી અનેક લોકોના મોબાઇલમાં પહોંચી હતી. વજુભાઈ પટેલ શહેરની અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમના તરફથી આમંત્રણ મળતા જ અનેક લોકોએ આ ફાઈલ ખોલી હતી. જેને પગલે તેમના મોબાઈલ પણ હેક થયા હતા.

    આવી જ રીતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. જી. જે ગજેરાનો મોબાઈલ પણ હેક થયો હતો અને તેમના મોબાઇલમાંથી પણ અનેક લોકોને એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. જો કે બંને આગેવાનોનો મોબાઇલ હેક થયા બાદ તેમનું  ચાલતું બંધ થઈ ગયું હતું. આ અંગે જાણ થતા જ બંને આગેવાનો અમરેલી સાયબર પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસે હાલમાં તેમના મોબાઇલમાંથી આ પ્રકારની ફાઈલો દૂર કરાવી હતી અને ઇન્ટરનેટ કનેક્શન બંધ કરાવ્યું હતું. જો કે જે લોકોને છેતરપિંડીના ઉદેશથી એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી તે સંદર્ભમાં હાલ કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી.

    સામાન્ય રીતે એપીકે ફાઈલ ઓપન કર્યા બાદ મોબાઈલ એક થાય છે. આવી એપીકે ફાઈલ ઓપન મોબાઈલનો કમાન્ડ હેકરના હાથમાં ચાલ્યો જાય છે. આવા કિસ્સામાં જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે. અને  તેમના એકાઉન્ટનો કમાન્ડ પણ હેકરના હાથમાં જતો હોય તેમના ખાતામાંથી રકમ ઉપડી જવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં કેટલા લોકોના મોબાઇલ હેક થયા અને કોઈની સાથે નાણાની છેતરપિંડી થઈ છે કે કેમ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

    આ બનાવની તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવતા અમરેલી જિલ્લા પોલીસની દ્વારા લોકો માટે અપીલ કરી હતી કે, સાયબર ઠગો દ્વારા આવી શંકાસ્પદ ફાઇલના માધ્યમથી મોબાઇલમાં હાનિકારક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી વ્યક્તિગત માહિતી, બેંકિંગ વિગતો અથવા અન્ય સંવેદનશીલ ડેટાનો દુરુપયોગ કરી સાયબર ફ્રોડ આચરવામાં આવી શકે છે. તેથી વોટ્‌સએપ પર પ્રાપ્ત થતી અજાણી  ફાઇલને તાત્કાલિક ડિલીટ કરી દેવી અને તેને ખોલવી કે ઇન્સ્ટોલ કરવી નહીં.

    અમરેલી જિલ્લા પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, કોઈપણ શંકાસ્પદ લિંક, ફાઇલ અથવા એપ્લિકેશન અંગે ઉતાવળમાં કાર્યવાહી ન કરે અને મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ટાળે. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં તાત્કાલિક ૧૯૩૦ નંબર પર ડાયલ કરી ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. સાથે જ સાયબર ક્રાઇમ અંગેની લેટેસ્ટ અવેરનેસ અને મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે નાગરિકોને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમરેલીની વોટ્‌સએપ ચેનલ ફોલો કરવા પણ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપ્રામાણિકતાનું ઉદાહરણ Rajkot ડિવિઝન RPFએ બે મુસાફરોને ૧.૮૪ લાખથી વધુ કિંમતનો સામાન પરત કર્યો
    Next Article Amreli: સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ૩૨ વર્ષીય યુવકના રહસ્યમય મોતથી ચકચાર
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: પીપાવાવ પોર્ટની જેટી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળતાં ચકચાર

    November 3, 2026
    અમરેલી

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026
    અમરેલી

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    અમરેલી

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026
    અમરેલી

    Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર

    November 1, 2026
    અમરેલી

    ખાંભા પંથકમાં આકાશી વીજળી પડતા મહિલાનું મોત, Amreliમાં માવઠાને કારણે ફટાકડા બજારમાં અફરાતફરી મચી

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-11-2026 19:23
    Categories
    Latest News

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.

    November 4, 2026

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.