Kodinar,તા.19
કોડીનાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ જુગાર અને મારામારી જેવી અસામાજિક પ્રવૃત્તિ કરનાર કુલ આઠ શખ્સો સામે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા ના વોરંટી ઈસ્પુ કરતા આ આઠ શખ્સો પૈકી અગાઉ પાંચ શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા.
બાકીના ત્રણ શખ્સો નાસતા ફરતા હતા.એલ સી બી ના પી.આઈ એચ.વી.રાજપૂત કોડીનાર પી.આઇ .એમ કે વણારકા ગીર સોમનાથ એલસીબીના પીએસઆઇ ના એચ એમ જેબલીયા અને એ.સી .સિંધવ સહિતના પોલીસ સ્ટાફે આ ત્રણે શખ્સોને અલગ અલગ જગ્યાથી ઝડપી પાડીને લાજપોર જેલ સુરત અને ભુજ ખાતે મોકલી આપ્યા છે જેમાં દારૂ જુગાર અને મારામારીમાં અનેક ગુનામાં સંડોવાયેલા નાથા લખમણ સોલંકી , શૈલેષ ઉર્ફે જગો બચુભાઈ કામળિયા તથા સતીશ અરજન કામળિયા ની પાસા હેઠળ ધરપકડ કરી છે.

