Junagadhતા. 23
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં તા. ૨૬ એપ્રિલે મતદાન થનાર છે, ત્યારે આરોગ્ય વિભાગના ગ્રાસ રૂટ લેવલ પર કામ કરતા આશા બહેનો દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના મહિલાઓને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતા આશા બહેનો, ગ્રામ્ય સ્તરે મહિલાઓ સાથે ગ્રુપ મીટીંગ કરીને અને આરોગ્યલક્ષી વિઝીટ દરમિયાન મહિલાઓને મતદાનનું મહત્વ જણાવી અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આશા બહેનોની સાથે આરોગ્ય વિભાગનો પિરામિડિકલ સ્ટાફ પણ મતદાન જાગૃતિ માટે કામ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શનમાં સ્વીપ અંતર્ગત અન્ય મતદાન જાગૃતિની રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

