New Delhi, તા.4
કેન્દ્રીય કેબિનેટની મીટીંગમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના નિવારણની દિશામાં મોટો ફેંસલો બુધવારે લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત દિલ્હી-એનસીઆરમાં રજિસ્ટર્ડ જુના ટ્રકો અને બસોને હટાવવાની યોજનાને મંજુરી આપવામાં આવી હતી.
તેમાં ભારત સ્ટેજ-4 એટલે કે બીએસ-5 કે તેના પહેલાની એવી ગાડીઓને સ્ક્રેપ કરીને કે બહાર તેની જગ્યાએ બીએસ-5 કે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર ટેક્સ છૂટ સહિત ઇન્સેટિવ આપવામાં આવશે. કુલ 9585 કરોડની આ યોજનામાં કેન્દ્ર 5041 કરોડ રૂપિયા આપશે. બાકીનો ટેક્સ લાભ દિલ્હી, યુપી, રાજસ્થાન, હરિયાણાની સરકારો આવશે.
આ સ્કીમ અંતર્ગત દિલ્હી-એનસીઆરમાં 1.91 લાખ જુના ટ્રકો અને 16329 જુની બસોને હટાવવાનું લક્ષ્ય છે. સ્કીમનો લાભ લેવા માટે બીએસ-3 કે તેથી જુની ગાડીઓને સ્ક્રેપ કરાવવી પડશે, જ્યારે બીએસ-4 ગાડીઓને સ્ક્રેપ કરાવવી પડશે અથવા તેને એનસીઆરની બહારના એવા શહેરોમાં વેચવી પડશે, જે નેશનલ ક્લીન એર પ્રોગ્રામના ક્ષેત્રની બહાર હોય, ત્યારબાદ ગાડી માલિકોએ બીએસ-6 ગાડી કે ઇલેક્ટ્રીક ગાડી ખરીદીને તેને એનસીઆરમાં રજિસ્ટર કરાવવી પડશે.

