Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન
    • Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી
    • દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન
    • વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા
    • વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah
    • ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર
    • બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
    • Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Somnath માં કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ : સહેલાણી માટે વિશેષ આકર્ષણો
    સૌરાષ્ટ્ર

    Somnath માં કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ : સહેલાણી માટે વિશેષ આકર્ષણો

    Vikram RavalBy Vikram RavalNovember 21, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Prabhas Patan., તા.21
    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પ્રભાસ તીર્થ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચ દિવસીય ‘કાર્તિકી પૂર્ણિમા મેળો-2026’નો આજ રોજ ભવ્ય શુભારંભ જુનાગઢ જિલ્લા રેન્જના આઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેળામાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ વિશેષ પ્રદર્શની પણ તેઓના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

    સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ 1955 થી યોજવામાં આવતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો તેના 71માં વર્ષે પ્રવેશ કરી રહ્યો છે. જે તીર્થમાં 10 કરોડથી વધુનો અર્થપ્રવાહ સર્જે છે. આ વર્ષે 20 થી 24 નવેમ્બર દરમિયાન આયોજિત આ મેળો ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક પરંપરા, લોકમેળાની રોનક અને સૌહાર્દના સંગમ સમાન બની રહ્યો છે. ‘સાત્વિક આનંદ, સલામતી અને સૌહાર્દનો ઉત્સવ’ની ભાવના સાથે આયોજિત આ મેળામાં દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ, યાત્રિકો અને મુલાકાતીઓ માટે વિવિધ આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે.

    ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ વિશેષ પ્રદર્શની
    મેળાના વિશેષ આકર્ષણરૂપે આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ પ્રદર્શનીમાં સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસ, વિસર્જન બાદ સર્જન કરનારી સનાતન અડગ આસ્થા, સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા એ સંકલ્પની સ્વર્ણિમ સોમનાથ તરીકે સિદ્ધિ સાથે સોમનાથની સ્વાભિમાનની ગાથાને પ્રસ્તુત કરવામાં આવી છે. આ પ્રદર્શનીના માધ્યમથી મુલાકાતીઓને સોમનાથના ઐતિહાસિક વારસા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવપૂર્ણ પ્રકરણોથી પરિચિત થવાની તક મળશે.

    શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે સુદ્રઢ વ્યવસ્થાઓ
    શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

    મેળાના સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા માટે 7 પોલીસ વોચ ટાવર અને 45 સીસીટીવી કેમેરા સાથે સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય પ્રવેશદ્વાર, પાર્કિંગ પ્રવેશદ્વારો, પાર્કિંગ એક્ઝિટ અને મેળામાં પ્રવેશ માટેના અલગ-અલગ માર્ગો સહિત કુલ 14 પ્રવેશ-નિકાસ પોઇન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાંચ ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

    આકસ્મિક પરિસ્થિતિમાં ફાયર ટેન્ડર, એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી વાહનો સરળતાથી પહોંચી શકે તે માટે મેળાની બાઉન્ડ્રી પર 20 ફૂટ પહોળો ઇમરજન્સી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર મેળા વિસ્તારમાં 45 લાઇટ ટાવર દ્વારા રાત્રિ પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી છે.

    સ્વચ્છતા, પીવાના પાણી અને યાત્રિક સુવિધાઓ
    મેળામાં આવતા યાત્રિકો માટે વિવિધ સ્થળોએ ટોયલેટ બ્લોક, પીવાના પાણીનાં પોઇન્ટ અને નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. દૈનિક સફાઈ માટે 55 સફાઈ કર્મચારીઓ, 13 મોટા ડસ્ટબિન અને 2 ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. કચરાનું વ્યવસ્થિત વર્ગીકરણ અને નિકાલ થાય તે માટે પણ વિશેષ આયોજન કરાયું છે.

    મેળામાં લોકસંસ્કૃતિ અને મનોરંજનનાં આકર્ષણો
    મેળામાં મુલાકાતીઓ માટે 72 રાચ-રચીલા સ્ટોલ અને 103 ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશાળ રાઇડ ઝોનમાં વિવિધ મનોરંજનની રાઇડ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વાહનોના સુવ્યવસ્થિત પાર્કિંગ માટે 36,500 ચોરસ મીટર વિસ્તારના વિશાળ કાર અને ટૂ-વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

    શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, સ્થાનિક નગરપાલિકાના સંકલનમાં મેળાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી અહીં પધારતા પ્રત્યેક શ્રદ્ધાળુ અને મુલાકાતી સુરક્ષિત, સ્વચ્છ અને સુખદ મેળાનો અનુભવ કરી શકે.

    આમ, કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે પ્રભાસ તીર્થમાં ધર્મ, સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનના ઉત્સાહને એકસાથે જોડતો કાર્તિકી પૂર્ણિમા મેળો-2026 શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

    આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ આ શુભારંભ સમયે રાજ્યસભા સાંસદ માનસિંહભાઈ પરમાર ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા, મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડિરેક્ટર કિશોરભાઈ કુહાડા, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર મહેન્દ્રભાઈ પીઠિયા,  પૂર્વ નગરપાલિકા પ્રમુખ જગદીશ ફોફંડી, તુલસી ગોહેલ, લખમભાઇ ભેંસલા, સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ઉપરથી રહ્યા હતા.

    મેળામાં સ્વદેશી હસ્તકલા હાટમાં માટીની અવનવી આઇટમો
    સોમનાથ ખાતે પાંચ દિવસ નો કાર્તિકી પૂર્ણિમા ના મેળામાં સ્વ દેશી હસ્ત કલા હાટ મા જુદા જુદા હાથ બનાવટની ની ચીજ વસ્તુઓ ના સ્ટોલ નાંખવા આવેલ છે જેમાં માટી ની અવનવી આઈટમો ના સ્ટોલ નુ આકર્ષણ નુ કેન્દ્ર બનેલ છે. આ બાબતે માહિતી આપતા અડાલજ થી આવેલ પરેશ પ્રજાપતિ એ જણાવ્યું કે અમો માટી ની હાથ બનાવટની વસ્તુઓ વેચવા માટે આવેલ છે .

    અને અમારા સ્ટોલ મા શાક બનાવવાના માટીના તોલીયા,દહિ હાંડી,નોન સ્ટીક તાવડી, ચા ના કપ,પાણી પીવાના ગ્લાસ,રોટલા બનાવવાની તાવડી, પાણીના જંગ, પાણીની બોટલ, ભગવાનનું મંદિર, લાલ માટીની હાડી સહિત 20થી વધુ હાથ બનાવટની માટીની વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

    સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનું આયોજન વર્ષ 1955થી થઇ રહ્યું છે 
    આ મેળાનું આયોજન વર્ષ 1955થી અવિરતપણે કરવામાં આવે છે. એવી લોકવાયકા અને ધાર્મિક માન્યતા છે કે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર, સોમનાથ મંદિરનું શિખર અને ગર્ભગૃહમાં બિરાજમાન શિવલિંગ બરાબર એક સીધી રેખામાં આવે છે. આ દિવ્ય સંયોગના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રદેવે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથની આરાધના કરી હતી. કાર્તિક પૂનમની રાત્રે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે, જેથી આ રાત્રે સોમનાથ મહાદેવના દર્શન અને સમુદ્ર સ્નાનનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે.

    પુરાણો અનુસાર, કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ વિજયના ઉપલક્ષ્યમાં દેવોએ દીપમાળા પ્રગટાવી હતી, તેથી આ દિવસ ’દેવદિવાળી’ તરીકે પણ ઉજવાય છે. મેળામાં આવતા યાત્રાળુઓ કપિલા, હિરણ અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પૂર્વજોના તર્પણ અને શિવપૂજનનું પુણ્ય મેળવે છે. મેળામાં ગુજરાતના પ્રખ્યાત લોકગાયકો, ડાયરા, ભજન સંધ્યા અને પારંપરિક નૃત્યો (જેમ કે ગરબા, રાસ અને સિદ્દી ધમાલ) રજૂ કરવામાં આવે છે.

    વર્ષ 2026માં આ પરંપરાના 71 વર્ષ પૂર્ણ થયા છે અને 20 થી 24 નવેમ્બર, 2026 દરમિયાન પાંચ દિવસીય ભવ્ય મેળાનું આયોજન થયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ધરતી પર સૌરાષ્ટ્રની આગવી ઓળખ અને ધાર્મિક આસ્થાનું પ્રતીક બની ચૂકેલા 71મા કાર્તિકી પૂર્ણિમા મેળાનો ભવ્ય પ્રારંભ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે થયો છે.

    મેળામાં 200થી વધુ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં સૌરાષ્ટ્રના પરંપરાગત રાચરચીલા, હસ્તકલાની ચીજવસ્તુઓ, માટીકામ અને ખાણીપીણીની હાટડીઓ જોવા મળે છે. આ મેળો માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ સાત દાયકાથી વધુ સમયથી ધાર્મિક આસ્થા, લોકસંસ્કૃતિ, સામાજિક એકતા અને સૌરાષ્ટ્રની પરંપરાને જીવંત રાખતો ઉત્સવ બની રહ્યો છે.
    પ્રભાસ પાટણના સદભાવના મેદાન ખાતે ’કાર્તિકી પૂર્ણિમા મેળા-2026’ નો રંગેચંગે પ્રારંભ થયો છે. મેળામાં મહાલવા આવતા નાગરિકો સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની સીધે સીધી સ્વ-સહાય જૂથો પાસેથી જ ખરીદી શકશે.

    મહાનુભાવોના હસ્તે સ્વ-સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થઇ શકાય તે હેતુથી ’કાર્તિકી પૂર્ણિમા મેળા-2026’ના તમામ સ્ટોલને ખૂલ્લા મૂકવામાં આવ્યાં હતાં.

    તા. 20/11/2026 થી તા.24/11/2026 એમ પાંચ દિવસ સુધી સવારે 10.00 થી રાતે 12.00 વાગ્યા સુધી સ્વ-સહાય જૂથોની બહેનોને  તેમના દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે સીધુ બજાર મળશે.

    વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, ગીરગઢડા ઉના સહિત તાલુકાઓમાંથી ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વ-સહાય જૂથોને તેઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ હેતુ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો/સખીમંડળોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે છે.

    રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત, કમિશનશ્રી, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ ઉત્સવ -2026 નો રંગેચંગે પ્રારંભ થયો હતો.

    રાજ ગઢવીની ’હર હર હર મહાદેવ’, ’જબ જીદ પે આ ગઈ પારવતી…પારવતી’, ’સોમનાથ મહાદેવ ભોળિયા….’ સહિતની શિવમય પ્રસ્તુતીઓથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.

    સરગમ ગ્રુપના નયન પંચોલી, કલ્યાણી કોઠારકર, પ્રહર વોરા દ્વારા ’પાટણ થી પટોડા…’, ’ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની..’, ’લીંબુડા ઝૂલે તારા બાગમાં…..’, ’કાનુડો દાન માંગે…’, સહિતની વિવિધ સૂરીલી પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.

    રાજકોટ ગ્રુપ દ્વારા શિવ તાંડવ પ્રસ્તૃતિ રજૂ કરવામાં આવી હતી તો હુડો રાસ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ગૃપના ખેલૈયાઓને સોમનાથ મહાદેવની તસવીર આપી સન્માનિત કર્યા હતાં.

    આ કાર્યક્રમને સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી. મકવાણા સહિત અધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને નાગરિકોએ મનભરી માણ્યો હતો.

    Prabhas Patan NEWS Prabhas-Patan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો
    Next Article GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે

    November 21, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan ના યુવાનનો મોબાઈલ હેક કરી ખાતામાંથી 60 હજારની ઉઠાંતરી

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: ધોરાજીની લૂંટમાં નવો વળાંક,મહિલા આરોપીએ ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપથી ખળભળાટ

    November 21, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan ના જંગવડ ગામે ડબલ મર્ડર : પિતરાઈના હુમલામાં કોળી દંપતીનું મોત, બે ઘાયલ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: વેપારીઓનું 31 લાખનું સોનુ ઓળવી જનાર કિરીટ રાધનપુરા ઝડપાયો

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: પડધરીના તરઘડીના ગોડાઉનમાંથી નકલી જંતુનાશક દવાની મીની ફેક્ટરી ઝડપાઈ

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,241
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,317
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹123,322
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-11-2026 14:48
    Categories
    Latest News

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    Search
    Main News

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    November 21, 2026

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.