Morbi,તા.31
મોરબીના રાજપર નજીક આવેલ ફેક્ટરીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ ૨૮ વર્ષના યુવાને જીવનલીલા સંકેલી લીધી હતી મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે તપાસ ચલાવી છે તે ઉપરાંત વાંકાનેર તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજપર ગામે આવેલ સદગુરુ કોટન મિલમાં રહેતા લોકેશ વેસ્તાભાઈ સોલંકી (ઉ.વ.૨૮) નામના યુવાને ફેક્ટરીની ઓરડીમાં કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં વાંકાનેરના રાતાવીરડા ગામના તળાવના પાણીમાં ડૂબી જતા અજાણ્યા આશરે ૩૫ થી ૪૦ વર્ષના પુરુષનું મોત થયું હતું બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે તેમજ અજાણ્યો પુરુષ અકસ્માતે પાણીમાં ડૂબી ગયો કે પછી બનાવ આપઘાતનો છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ત્રીજા બનાવમાં ઢુવા ગામની સીમમાં વીસનાલા પાસે આવેલ મંદિર પાસે બાવળની કાંટમાં અજાણ્યા વૃદ્ધ આશરે ૬૦ થી ૬૫ વર્ષ વાળાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ અપાઘાત કર્યો હતો બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે તેમજ વાલીવારસની શોધખોળ ચલાવી છે