Morbi,તા.31
ઘૂટું ગામ નજીકથી આધેડ પોતાની કાર લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે ડ્રાઈવર સાઈડ દરવાજા પાસે ભટકાડી અકમ્સત કરી કારમાં નુકશાન કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના માથક ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ ટ્રક જીજે ૧૩ એએક્સ ૮૩૩૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦ ના રોજ ફરિયાદી ધર્મેન્દ્રસિંહ પોતાની કાર જીજે ૦૩ ઈએલ ૧૫૭૫ લઈને માથક ગામથી મોરબી જતા હતા ત્યારે ઘૂટું ગામના ગેટ પાસે હળવદ તરફથી આવતા ટ્રકના ચાલકે ફરિયાદીની કારના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજા પાસે ભટકાડી નુકશાન કર્યું હતું