Author: Vikram Raval

જયારે ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. જમ્મુ ડિવીઝનમાં આજે સ્કુલ અને સરકારી ઓફીસ બંધ રહેશે Jammu Kashmir, તા.૨૭ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી કુદરતી હોનારતોના લીધે ભારે તબાહી સર્જાઈ છે. જેમાં મંગળવાર મોડી રાત સુધીમાં માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર થયેલ ભૂસ્ખલનમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા છે તેમજ અનેક ઘાયલ થયા છે. જયારે ઉત્તર રેલ્વેએ જમ્મુ તરફ જતી ૨૨ ટ્રેનો રદ કરી છે જ્યારે ૨૭ ટ્રેનો રોકી દેવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાની ચેતવણી આપી છે.જયારે ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. જમ્મુ ડિવીઝનમાં આજે સ્કુલ અને…

Read More

દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા. ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી કે ગણપતિ ચોથ તરીકે ઓળખવામાં આવે છે. ગણપતિ રિદ્ધિ સિદ્ધિના સ્વામી કહેવાય છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો સૌ પ્રથમ ગણપતિજીનું આવાહન તથા પૂજન કરવું પડે છે. કોઈ પણ મંગલ કાર્યક્રમ કે સમારોહની શરૂઆત હંમેશા શ્રી ગણેશ વંદના કે ગણેશજીના શ્લોકથી જ કરવામાં આવે છે. આથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. ગણપતિજીનું પૂજન કરવાથી તમામ પ્રકારના વિઘ્નો તથા સંકટો દૂર થઈ જાય છે. આમ તો ગણેશોત્સવ એ મહારાષ્ટ્ર રાજ્યનું પર્વ ગણાય છે, પરંતુ ધીમે ધીમે દરેક રાજ્યોમાં પણ ગણેશોત્સવનું મહત્ત્વ વધવા લાગ્યું છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંય…

Read More

કોડીનાર બાયપાસ પર અન્ય બે જગ્યાએ પણ ચોરી કરી  પોલીસ ને પડકાર ફેંકનાર ચોર ને પકડવા પોલીસ તંત્રએ ચક્રો ગતિમાન કર્યા.. હાલ શ્રાવણ માસ ગયો હોય ત્યારે દાનપેટી તૂટતા કેટલી રકમ ગઈ તે કહી ના શકાય. Kodinar તા.27 ગીર સોમનાથના કોડીનારના બાયપાસ નજીક આવેલ સુપ્રસિદ્ધ બાપેશ્વર મહાદેવ મંદિરને રાત્રિના સમયે ચોર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. આ ઘટનામાં ચોરો મંદિરમાંથી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રિના સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ બાપેશ્વર મંદિરની મુખ્ય જાળીનો લોક અને નકુચો તોડી નાખ્યા હતા. ત્યાર બાદ…

Read More

Junagadh તા. 27 જુનાગઢમાં આંગણવાડી કાર્યકરની ભરતીની અરજી માટે જરૂરી રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તા.૨૭ ઓગસ્ટના રોજ રજાના દિવસે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે.        સરકાર દ્વારા હાલ આંગણવાડી ભરતીના તા.૮/૮/૨૦૨૫  થી તા.૩૦/૮/૨૦૨૫   દરમિયાન  ઓનલાઇન ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલ છે. આ જાહેરાતમાં અરજદારે મામલતદારના સહી સીકકાવાળુ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની સૂચના છે. આ કામગીરીના ભારણ અને લોકોની સુવિધા સચવાય એ માટે માત્ર ઉકત રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જન સેવા કેન્દ્ર અરજી રજૂ કરવા તા. ૨૭/૮/૨૦૨૫ના રોજ સમય સવારે ૧૧ કલાક થી ૧૪ કલાક સુધી જાહેર રજાના દિવસ દરમિયાન મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય…

Read More

ગામતળનો રસ્તો અને નડતરરૂપ વડલો દૂર કરવા વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં Kodinarતા.27  કોડીનાર તાલુકાના મીતિયાજ ગામના શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગામતળમાં આવેલા રસ્તા પર થયેલું દબાણ અને નડતરરૂપ વિશાળ વડલાના ઝાડને દૂર કરવા માટે વારંવાર કરેલી રજૂઆતો છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં રોષે ભરાઈ સમાજના લોકોએ આ મામલે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ગીર સોમનાથ તથા મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ, કોડીનારને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રમાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા જણાવ્યા મુજબ, મીતિયાજ ગામે તેમની માલિકીની ગામતળ ની જમીન પાસે આવેલો રસ્તો વાંઝા શેરીને જોડતો આવે છે જે રસ્તા પર લખમણ ભગવાન રાઠોડ અને ગ્રામ પંચાયતના…

Read More

એસ.ઓ.જી. દ્વારા જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ દાખલ થયેલ ૧૬ ગુનાઓના મુદામાલનો નાશ કરાયો   Junagadh તા. 27 જુનાગઢ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના NDPS એકટ હેઠળ જુનાગઢ એસ.ઓ.જી. દ્વારા દાખલ થયેલ ૧૬ ગુનાના કામે કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો જુનાગઢ એસ.ઓ.જી. એ નાશ કર્યો હતો.       પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનના NDPS એકટ હેઠળ દાખલ થયેલ ગુનાના કામે કબ્જે કરેલ મુદામાલમાં જે કેસોના મુદામાલની કોર્ટ દ્વારા ઇન્વેન્ટ્રી કરવામાં આવેલ છે અને કોર્ટ દ્વારા તે કેસોનો મુદામાલ…

Read More

અગાઉ થયેલા કેસનો ખાર રાખી છરી, ધોકા, પાઇપ વડે સામસામે હુમલો : ત્રણ ઘવાયા સામસામે 14 શખ્સો વિરુદ્ધ હુમલો, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો Rajkot,તા.27 શહેરના રૈયાધાર વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી સામસામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સામસામે બે જૂથોએ છરી, ધોકા, પાઇપ વડે હુમલો કરી પથ્થરમારો અને સોડા બોટલનો છુટ્ટો ઘા કરતા ધમાલ મચાવી હતી. સામસામે થયેલાક હુમલામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયારે બનાવને પગલે યુનિવર્સીટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સામસામે બંને પક્ષે હુમલો, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી સગીર સહીત 14 શખ્સોને ઉઠાવી લીધા હતા. રૈયાધારમાં મચ્છુનગર ક્વાર્ટર…

Read More

અમદાવાદ અને વડોદરા એસઆરપી ખાતે ફરજ બજાવ્યા બાદ હવે રાજકોટ શહેરના બીજા ડીસીપી ટ્રાફિક તરીકે કાર્યભાર સંભાળ્યો Rajkot રાજકોટ શહેરના બીજા ડીસીપી ટ્રાફિક તરીકે ડૉ. હરપાલસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની ડાંગ એસપી તરીકે બદલી થતાં તેમની જગ્યાએ ડૉ. હરપાલસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી હતી. આજે એક તરફ પૂજા યાદવને ભવ્ય વિદાયી આપવામાં આવી હતી જયારે બીજી બાજુ ડૉ. હરપાલસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર ટ્રાફિક ડીસીપી તરીકે ચાર્જ સંભાળનાર ડૉ. હરપાલસિંહ જાડેજા મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામના વતની છે. તેમનો પરિવાર વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વિરાણીપા ખાતે સ્થાયી થયેલો…

Read More

Rajkot,તા.27 અમદાવાદ હાઇવે પર આવેલ નવાગામમાં રસ્તામાં વાહન નીકળતાં પાણી ઉડતાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતાં સારવારમ ખસેડાઇ હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે મહિલા સહિત સાતથી વધું શખ્સો સામે ગુનો નોંધાયો હતો. બનાવ અંગે નવાગામમાં વ્રજલીલા રેસીડેન્સીમા રહેતાં પ્રવિણભાઇ કાનજીભાઇ ડાભી (ઉ.વ.૫૮) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, મિત્રોને મળવા માટે ચાલીને જતો હતો ત્યારે સામેથી સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ તેની ગાડી લઈને આવતા હતા, રસ્તામાં ભરાયેલ ખાબોચીયામાં ગાડી ચાલતા તેમને પાણીના છાંટા ઉડતા તેમને ધ્યાનથી ચલાવવાનું કહેતા મહેન્દ્ર મનફાવે તેમ બોલવા લાગેલ અને કોલર પકડી લીધેલ હતો. જ્યારે સામાપક્ષે નવાગામમાં જ રહેતાં…

Read More

શહેરીજનોને માટીના ગણપતિની મૂર્તિની સ્થાપના કરવા મેયર દ્વારા અનુરોધ   Junagadh તા. 27 જુનાગઢ મહાનગરમાં ગણેશ મહોત્સવ નિમિતે શહેરીજનો દ્વારા ઘર શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાં કરવામાં આવે છે. ત્યારે જુનાગઢ મનપા દ્વારા શહેરના શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો, આયોજકો, મંડળો વગેરે માટીના તથા ઇકો ફેઇન્ડલી ગણપતિજીની સ્થાપના કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.       આ સાથે તેમજ ગણેશજી મહોત્સવ પુર્ણ થયા પછી ગણપતિજીની મૂર્તિના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા  પાવન પવિત્ર ભવનાથ શ્રેત્રમાં દુધેશ્વર મંદિર પાસે, ઈન્દ્રભારતીજીના પ્રવેશ દ્વાર પાસે અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવશે. આ અસ્થાયી વિસર્જન કુંડમાં મહા શીવરાત્રીમાં…

Read More