Author: Vikram Raval

ચીને મેગ્નેટની નિકાસ અટકાવતાં અમેરિકાએ બોઈંગના પાટ્‌ર્સ આપ્યા નહીં અને ૨૦૦ પ્લેન ખોટકાયા Washington , તા.૨૭ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફનું હથિયાર ઉગામવાની ચીમકી આપી છે. હાલ તો અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધિ થયેલી છે, પરંતુ ચીન દ્વારા અર્થ મેગ્નેટની નિકાસ અટકાવવાનો પ્રયાસ થાય તો તેના પર ૨૦૦ ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પે ચીમકી આપી છે. આ સાથે ટ્રમ્પે દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચેની મિત્રતા સંધિને રદ કરવામાં પણ કોઈ પાછી પાની નહીં કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. સાઉથ કોરિયન પ્રમુખ લી જે મીયુંગ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે ચીનને ઝુકાવ્યું હોવાનો દાવો પણ કર્યો હતો. સાઉથ કોરિયામાં…

Read More

અમેરિકામાં ઓછી કિંમતની કે મહત્ત્વ નહીં ધરાવતી વસ્તુઓને અપાયેલી રાહત દૂર થતાં ચીન અને હોંગકોંગની કંપનીઓને વધારે અસર થશે New York તા.૨૭ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નીતિ દ્વારા અમેરિકામાં વિદેશી સામાન પરની નિર્ભરતા ઘટાડવાની ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે અમેરિકામાં આવતી ઓછી કિંમતની કે પરચૂરણ વસ્તુઓને મળતી ટેરિફ રાહત શુક્રવારથી બંધ કરવામાં આવશે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, ૮૦૦ ડોલર કે તેથી ઓછી કિંમતના આંતરરાષ્ટ્રીય સામાનને કસ્ટમ ડ્યુટીમાં અપાયેલી રાહત શુક્રવારથી દૂર કરવામાં આવશે.અમેરિકામાં ઓછી કિંમતની કે મહત્ત્વ નહીં ધરાવતી વસ્તુઓને અપાયેલી રાહત દૂર થતાં ચીન અને હોંગકોંગની કંપનીઓને વધારે અસર થશે. અગાઉ આવી વસ્તુઓ કસ્ટમની પ્રક્રિયા વગર અમેરિકામાં…

Read More

ટ્રમ્પના હાથ પર એક કાળો ડાઘ પણ જણાય છે જેને તેઓ છૂપાવવાનો સતત પ્રયાસ કરતા જણાય છે Washington, તા.૨૭ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત સતત લથડી રહી હોવાનું અને તેઓ તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો બે મનોવૈજ્ઞાનિકોએ કર્યો છે. ટ્રમ્પની બીમારીના લક્ષણો દિવસે ને દિવસે કથળતા જોવા મળી રહ્યા છે અને ટ્રમ્પને મગજની ગંભીર બીમારી હોવાનું માનવામાં આવે છે. યુએસ પ્રમુખના સાયકોમોટર પર્ફોર્મન્સમાં પણ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત તેમની યાદશક્તિ પણ ક્ષીણ થઈ રહી હોવાના ગંભીર લક્ષણો સામે આવ્યા છે. ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ્‌સ ડો. હેરી સેગલ અને ડો. જ્હોન ગાર્ટનરે ૭૯ વર્ષીય ટ્રમ્પનું અવલોકન કર્યું હતું જેમાં તેમને…

Read More

સ્થાનિકોએ જણાવ્યું કે, આ બિલ્ડીંગ એટલી જૂની હતી અને વરસાદના કારણે દીવાલમાં તિરાડ પડી ગઈ હતી Mumbai તા.૨૭ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦ થી ૨૫ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે વિરાર પૂર્વમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં લગભગ ૨૦-૨૫ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ તરત જ પોલીસ, ફાયર વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી…

Read More

જયારે ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. જમ્મુ ડિવીઝનમાં આજે સ્કુલ અને સરકારી ઓફીસ બંધ રહેશે Jammu Kashmir, તા.૨૭ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી કુદરતી હોનારતોના લીધે ભારે તબાહી સર્જાઈ છે. જેમાં મંગળવાર મોડી રાત સુધીમાં માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર થયેલ ભૂસ્ખલનમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા છે તેમજ અનેક ઘાયલ થયા છે. જયારે ઉત્તર રેલ્વેએ જમ્મુ તરફ જતી ૨૨ ટ્રેનો રદ કરી છે જ્યારે ૨૭ ટ્રેનો રોકી દેવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાની ચેતવણી આપી છે.જયારે ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. જમ્મુ ડિવીઝનમાં આજે સ્કુલ અને…

Read More

દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા. ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી કે ગણપતિ ચોથ તરીકે ઓળખવામાં આવે છે. ગણપતિ રિદ્ધિ સિદ્ધિના સ્વામી કહેવાય છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો સૌ પ્રથમ ગણપતિજીનું આવાહન તથા પૂજન કરવું પડે છે. કોઈ પણ મંગલ કાર્યક્રમ કે સમારોહની શરૂઆત હંમેશા શ્રી ગણેશ વંદના કે ગણેશજીના શ્લોકથી જ કરવામાં આવે છે. આથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. ગણપતિજીનું પૂજન કરવાથી તમામ પ્રકારના વિઘ્નો તથા સંકટો દૂર થઈ જાય છે. આમ તો ગણેશોત્સવ એ મહારાષ્ટ્ર રાજ્યનું પર્વ ગણાય છે, પરંતુ ધીમે ધીમે દરેક રાજ્યોમાં પણ ગણેશોત્સવનું મહત્ત્વ વધવા લાગ્યું છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંય…

Read More

કોડીનાર બાયપાસ પર અન્ય બે જગ્યાએ પણ ચોરી કરી  પોલીસ ને પડકાર ફેંકનાર ચોર ને પકડવા પોલીસ તંત્રએ ચક્રો ગતિમાન કર્યા.. હાલ શ્રાવણ માસ ગયો હોય ત્યારે દાનપેટી તૂટતા કેટલી રકમ ગઈ તે કહી ના શકાય. Kodinar તા.27 ગીર સોમનાથના કોડીનારના બાયપાસ નજીક આવેલ સુપ્રસિદ્ધ બાપેશ્વર મહાદેવ મંદિરને રાત્રિના સમયે ચોર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. આ ઘટનામાં ચોરો મંદિરમાંથી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રિના સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ બાપેશ્વર મંદિરની મુખ્ય જાળીનો લોક અને નકુચો તોડી નાખ્યા હતા. ત્યાર બાદ…

Read More

Junagadh તા. 27 જુનાગઢમાં આંગણવાડી કાર્યકરની ભરતીની અરજી માટે જરૂરી રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તા.૨૭ ઓગસ્ટના રોજ રજાના દિવસે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે.        સરકાર દ્વારા હાલ આંગણવાડી ભરતીના તા.૮/૮/૨૦૨૫  થી તા.૩૦/૮/૨૦૨૫   દરમિયાન  ઓનલાઇન ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલ છે. આ જાહેરાતમાં અરજદારે મામલતદારના સહી સીકકાવાળુ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની સૂચના છે. આ કામગીરીના ભારણ અને લોકોની સુવિધા સચવાય એ માટે માત્ર ઉકત રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જન સેવા કેન્દ્ર અરજી રજૂ કરવા તા. ૨૭/૮/૨૦૨૫ના રોજ સમય સવારે ૧૧ કલાક થી ૧૪ કલાક સુધી જાહેર રજાના દિવસ દરમિયાન મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય…

Read More

ગામતળનો રસ્તો અને નડતરરૂપ વડલો દૂર કરવા વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં Kodinarતા.27  કોડીનાર તાલુકાના મીતિયાજ ગામના શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગામતળમાં આવેલા રસ્તા પર થયેલું દબાણ અને નડતરરૂપ વિશાળ વડલાના ઝાડને દૂર કરવા માટે વારંવાર કરેલી રજૂઆતો છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં રોષે ભરાઈ સમાજના લોકોએ આ મામલે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ગીર સોમનાથ તથા મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ, કોડીનારને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રમાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા જણાવ્યા મુજબ, મીતિયાજ ગામે તેમની માલિકીની ગામતળ ની જમીન પાસે આવેલો રસ્તો વાંઝા શેરીને જોડતો આવે છે જે રસ્તા પર લખમણ ભગવાન રાઠોડ અને ગ્રામ પંચાયતના…

Read More

એસ.ઓ.જી. દ્વારા જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ દાખલ થયેલ ૧૬ ગુનાઓના મુદામાલનો નાશ કરાયો   Junagadh તા. 27 જુનાગઢ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના NDPS એકટ હેઠળ જુનાગઢ એસ.ઓ.જી. દ્વારા દાખલ થયેલ ૧૬ ગુનાના કામે કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો જુનાગઢ એસ.ઓ.જી. એ નાશ કર્યો હતો.       પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનના NDPS એકટ હેઠળ દાખલ થયેલ ગુનાના કામે કબ્જે કરેલ મુદામાલમાં જે કેસોના મુદામાલની કોર્ટ દ્વારા ઇન્વેન્ટ્રી કરવામાં આવેલ છે અને કોર્ટ દ્વારા તે કેસોનો મુદામાલ…

Read More