- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
Ahmedabad,તા.૧૦ ગુજરાતમાં ટ્રાફિક નિયમોના અમલ અને માર્ગ સુરક્ષાને લઈને Gujarat High Court સરકાર તથા પોલીસ તંત્રની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને માર્ગ અકસ્માતો અંગે સુઓમોટો સુનાવણી દરમિયાન કોર્ટે હેલ્મેટના નિયમો, ડમ્પરોની નંબર પ્લેટ અને વાહન ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગ જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનારા લોકો માટે હેલ્મેટના નિયમોનો કડક અમલ ન થવા અંગે સવાલ કર્યો હતો. કોર્ટે ડમ્પર અને ટુ-વ્હીલર વચ્ચે થતા અકસ્માતો તથા નંબર પ્લેટ વગર રસ્તા પર ફરતા વાહનો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની વધતી…
Ahmedabad,તા.૧૦ ગુજરાતમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviએ આ જાહેરાત કરી હતી. અગાઉ, ભૂતપૂર્વ અગ્નિવીરોને શારીરિક કસોટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી અને વયમાં છૂટ આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviએ જાહેરાત કરી છે કે ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. અગાઉ, ભૂતપૂર્વ અગ્નિવીરોને શારીરિક કસોટી અને વયમાં છૂટ આપવામાં આવી હતી. વધુમાં, પોલીસ, જેલ અને વન વિભાગમાં નિયુક્ત પદો માટે ૨૦% અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ, યુવાનોને ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને વાયુસેનામાં ચાર વર્ષના સમયગાળા માટે…
ગાંધીનગરના સેક્ટર-૧૫ સ્થિત સરકારી વાણિજ્ય કૉલેજ ખાતે ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે Gandhinagar, તા.૧૦ Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે શહેરના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે યોજાનારા મતદાનને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. તમામ ૨૯૫ મતદાન મથકો પર ચૂંટણીલક્ષી પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જોકે, મતદાનના છેલ્લા કલાકો વચ્ચે નવરાત્રિમાં ગરબાના સમયગાળા અને સનાતન ધર્મના મુદ્દે સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખો વાકપ્રહાર જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર-૧૫ સ્થિત સરકારી વાણિજ્ય કૉલેજ ખાતે ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અહીંથી ૩૯ વિશેષ બસો દ્વારા ૧૧ વોર્ડના મતદાન…
તેઓ ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં ધરણામાં સામેલ થવા જઈ રહ્યા હતા: ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ Mumbai, તા.૧૦ મહારાષ્ટ્રના મુંબઈમાં પોલીસે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર Tushar Gandhiને કસ્ટડીમાં લીધા છે. તેમને ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પહોંચે તે પહેલાં જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ઝ્રત્નઁ દ્વારા દિલ્હીના જંતર-મંતર પર આયોજિત પ્રદર્શનના સમર્થનમાં મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તુષાર ગાંધીએ કસ્ટડીમાં લીધા બાદ એક વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે બપોરે ૩ઃ૩૦ વાગ્યે લોકો ચોક્કસપણે એકઠા થશે. વીડિયોની વિગતો અનુસાર, તેમને બાંદ્રાથી કસ્ટડીમાં લઈને પહેલાં સાંતાક્રુઝ અને ત્યારબાદ ડી.એન. નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી…
દુબઈથી આવેલા મુસાફરને પણ એરપોર્ટથી રેલવે સ્ટેશન પહોંચવામાં હાલાકી પડી: ૨૪૫ ટ્રેનો રદ થતા યાત્રાળુ પરેશાન New Delhi, તા.૧૦ દિલ્હીમાં જંતર-મંતર પર પ્રદર્શનના આયોજન પહેલા સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર અંદાજે ૨૪૫ જેટલી લોકલ અને ટૂંકા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે, જેના કારણે બહારથી આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બોર્ડ પર સતત ટ્રેનો રદ થયાની માહિતી દર્શાવવામાં આવી રહી છે. માત્ર રેલવે મુસાફરો જ નહીં, પરંતુ રસ્તા માર્ગે આવતા લોકોને પણ ભારે ટ્રાફિક અને પોલીસ ચેકિંગનો સામનો કરવો પડ્યો છે. દુબઈથી આવેલા એક વિદેશી મુસાફરે…
કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું, પરંતુ તે પહેલા જ તાબડતોડ બધાની અટકાયત કરાઈ New Delhi , તા.૧૦ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વોટચોરીના આરોપો બાદ આજે તેમના રાજીનામાની માંગણી સાથે સીજેપીએ જંતર મંતર પર પોલીસની મંજૂરી ન હોવા છતાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું જેના કારણે પોલીસે હવે આકરા પગલા લેવા માંડ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક Abhijit Deepak, આશુતોષ રાંકા અને સૌરવ દાસ જે વિમાનમાં મુંબઈથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યાં દિલ્હી પહોંચતાની સાથે જ અટકમાં લેવામાં આવ્યા. ફ્લાઈટની અંદર જ પોલીસે તેમને અટકમાં…
નવરાત્રી ગરબા સ્થાપન ઘટ્ટ સ્થાપના ના મુહુર્ત આસો શુદ એકમ ને તા ૧૧ ઓક્ટોબર રવિવારે આસો મહા નવરાત્રી નો પ્રારંભ થશે. આ વર્ષે માતાજી હાથી ઉપર બેસી અને પધારશે જે સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે શુભ ગણાય છે આ વર્ષે નવરાત્રી મા બે સાતમ તિથિ છે જ્યારે નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે નોમ ના દિવસે દશેરા છે આથી નવ નોરતા પુરા રહેશે આ દિવસે આખો દિવસ ગરબો ખરીદવો તથા ગરબાની સ્થાપના ઘટ સ્થાપના કરવી શુભ રહેશે. ગરબો ખરીદવા તથા ગરબા સ્થાપના ઘટ સ્થાપના ના શુભ મુહુર્ત તા ૧૧ ઓક્ટોબર રવિવાર દિવસના શુભ ચોઘડિયા ચલ: ૮.૧૦ થી ૯.૩૮ લાભ: ૯.૩૮…
(૧) મેષ :– રાજકીય ક્ષેત્રની વ્યક્તિ, જાહેર ક્ષેત્રના લોકો તેમજ સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ અથવા પ્રતિકૂળ જણાશે. આ સપ્તાહ દરમિયાન અધૂરા રહી ગયેલા, ઉદ્યોગ-ધંધાના દસ્તાવેજી કામકાજ પૂરા થઈ જાય તેવી પૂર્ણ સંભાવના છે. શેરબજાર તથા વાયદા બજારના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડે તેવી પૂરી શક્યતા. ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઇન્ટરનેટ સંબંધિત એકમના તમામ જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે તેવી પૂર્ણ સંભાવના છે. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત…
Ahmedabad, તા.૧૦ ચાંદખેડામાં રહેતી પરિણીતાએ તેના પતિ, સસરા અને નણંદો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના સાસરિયા દહેજ પેટે રૂપિયા માગીને શારિરક અને માનસિક ત્રાસ આપતા હતા, જ્યારે તેનો પતિ દારૂ પીને બળજબરીથી સંબંધ બાંધતો અને અનૈતિક માગણીઓ કરતો હતો. પરિણીતાના સસરાએ પણ અનૈતિક સંબંધોની માગણી કરી હતી. એટલું જ નહીં, પરિણીતા પતિ સાથે ગોવા ફરવા ગઈ ત્યારે તેણે દારૂ પીને વાઈફ સ્વેપિંગની માગણી કરી હતી. જોકે, પરિણીતાએ ઈનકાર કરતા તેની સાથે મારઝૂડ કરીને પાંચ મિત્રોને ઘરે મોકલીને રેપ કરાવી મર્ડર કરાવવાની ધમકી આપી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ રાજકોટની ૩૭ વર્ષીય મહિલાએ…
Ahmedabad, તા.૧૦ રોકાણ પર દર મહિને બે ટકા વળતર આપવાની અને બેથી ત્રણ વર્ષમાં નાણાં બમણાં કે ત્રણ ગણા કરી આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે રૂ. ૧.૨૭ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો ખૂલ્યો છે. નિકોલમાં રહેતા રજનીકાંત પ્રભુભાઈ રામાણીએ આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ખાનગી કંપનીના ચાર સંચાલકોએ અન્ય રોકાણકારો સાથે મળીને ફરિયાદી પાસેથી રૂ. ૧૦ લાખ સહિત કુલ ૧.૨૭ કરોડનું રોકાણ મેળવ્યું હોવાનો આક્ષેપ છે.ફરિયાદી રજનીકાંત રામાણીની ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૩થી આરોપીઓએ કંપની બનાવી હતી. કંપનીના સંચાલકો વિરાટ હસમુખભાઈ પરમાર, અલ્કેશપુરી ગણેશપુરી ગોસ્વામી, ભાર્ગવ દેવેન્દ્ર પંડ્યા અને ધર્મેશ ચૌહાણ રોકાણકારોને કંપનીમાં નાણાં રોકવા માટે પ્રેરતા…
