Author: Vikram Raval

Morbi,તા.23 ૭૨.૫૦ લાખની રોકડ સહીત ૮૧.૫૦ લાખનો મુદામાલ કર્યો હતો જપ્ત ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી ૯૦ લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૭૨.૫૦ લાખ ગુનામાં વપરાયેલ બલેનો કાર, પોલો કાર અને ૫ મોબાઈલ સહીત કુલ રૂ ૮૧.૫૦ લાખનો મુદામાલ કબજે લીધો હતો જે ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે ગત તા. ૨૧ ના રોજ રાજકોટના રહેવાસી અને આંગડીયા પેઢીના માલિક નીલેશભાઈ મનસુખભાઈ ભાલોડી તેના ડ્રાઈવર જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર સાથે ટી એન્ટરપ્રાઈઝ (ટીટેનિયમ) નામની…

Read More

 19 ઓવરલોડેડ ડમ્પર, જેસીબી, બ્લેક્ટ્રેપ, સાદી રેતી સહિત રૂ. 7.73 કરોડનો મુદ્દામાલ જપ્ત Surendranagar,તા.23 વઢવાણ પ્રાંત અધિકારી એચ ટી મકવાણાની ટીમે રાતભર દરોડા પાડ્યા : ખનન માફિયાઓમાં ફફડાટ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને મૂળી તાલુકાના ગામોમાંથી ગેરકાયદે બ્લેકટ્રેપ અને સાદી રેતીનું ખનન પર અધિકારીઓએ દરોડા પાડયા હતા અને બ્લેકટ્રેપ અને સાદી રેતીનું વાહન કરતા ૧૯ ઓવરલોડ ડમ્પર અને એક જેસીબી જપ્ત કર્યું હતું. વાહનો, બ્લેકટ્રેપ સહિત ૭.૭૩ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. જવાબદારો સામે દંડનીય સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વઢવાણ તાલુકાના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી સહિતની સંયુક્ત ટીમો દ્વારા ચોટીલા તેમજ વઢવાણ તાલુકાની હદમાં આવેલા અલગ-અલગ સ્થળો પર રાતભર ચેકીંગ…

Read More

બારીનું તાળું-સ્ટોપર તોડી તસ્કરો 920 કિલોગ્રામ બ્રાસ પાઇપ ફિટિંગનું રો મટીરીયલ ઉઠાવી ગયા’તા ચીફ એકાઉન્ટન્ટે 1 માસ બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લીધા Rajkot,તા.23 રાજકોટ શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ સુમો પોલીપ્લાસ્ટમાંથી રૂ. 7.42 લાખની કિંમતનું 920 કિલોગ્રામ રો-મટીરીયલ સ્ટોરરૂમની બારીનું તાળું તોડી તસ્કરો ઉઠાવી ગયાનો બનાવ સામે આવી ગયો છે. આશરે એક માસ પૂર્વે થયેલી ચોરીની ઘટના અંગે કંપનીના ચીફ એકાઉન્ટન્ટે ફરિયાદ નોંધાવતા મેટોડા જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી કારખાનાના પૂર્વે કર્મચારી સહીત છ શખ્સોંને સકંજામાં લઇ લીધાનું જાણવા મળી રહ્યું છે.  મેટોડા જીઆઈડીસી ગેઇટ નંબર-3 માં આવેલ સુમો પોલીપ્લાસ્ટ પ્રા.લી.માં…

Read More

તિના  બાઈક પાછળ બેસી જેઠના ઘરે જતાં  વૃદ્ધાને નિશાન બનાવવાનાર સમડીની શોધખોળ Rajkot,તા.23 શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક મોટરસાયકલ પર પતિ સાથે જતાં 62 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી રૂ. 1 લાખની કિંમતની બે તોલાની સોનાની માળાની ચિલઝડપ કરી સમડી નાસી ગયાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે સમડીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. મામલામાં મવડી કણકોટ રોડ પર આવેલ ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધા વીણાબેન દીનેશભાઈ પટેલે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. તા-૨૨/૦૫/૨૦૨૫ ના રોજ હું તથા મારા પતિ અમારા ઘરેથી મારા જેઠ વિનોદભાઇના ઘરે કટારીયા શો-રૂમની પાછળ આવેલ…

Read More

Rajkot,તા.23 શહેરના વધુ એક હિસ્ટ્રીશીટરને પાસાના પાંજરે પુરી દેવામાં આવ્યો છે. 10 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મિત ઉર્ફે ભાજીને અમદાવાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં ગુનેગારો સામે પોલીસ કમિશ્નર પાસાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. ત્યારે મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો અને અગાઉ હત્યાનો પ્રયાસ, મારામારી,લૂંટ,ચોરી સહીત ૧૦ ગુનાઓમાં પકડાયેલા મિત ઉર્ફે ભાજી રમેશભાઈ ખગ્રામ ઉ.૨૮ સામે પાસા વોરંટ ઇસ્યુ થતા માલવિયાનગર પીઆઈ દેસાઈ સહિતે મિતની ધરપકડ કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.આ કામગીરી માલવીયા પોલીસના પીઆઇ જે.આર.દેસાઈ, પીએસઆઇ એમ.જે.ધાંધલ,એએસઆઈ શૈલેષભાઈ ખીહડિયા, હિરેનભાઈ પરમાર સહિતનાઓ એ કરી હતી.જયારે આજી ડેમ પોલીસે ભુપગઢના અલ્પેશ કરશનભાઈ બથવારની ધરપકડ કરી ભુજ…

Read More

વાહન ચેકીંગ દરમિયાન પોલીસે કારમાંથી રોકડ સાથે મબાસીર આરીફભાઈ સીદીકીને ઝડપ્યો’તો બિલ્ડર પિતાએ બાંધકામનું પેમેન્ટ આપવા પૈસા મોકલ્યા’તા : પોલીસને જોઈ હેપતાઈ ગયેલો યુવક સાંજ સુધીમાં આધાર-પુરાવા રજુ કરી પૈસા પરત લઇ જશે Rajkot,તા.23 શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં વાહન ચેકિંગ દરમિયાન માલવીયાનગર પોલીસને કારમાંથી રૂા.૧૦ લાખની શંકાસ્પદ રોકડ મળી આવતા કબજે કરી કાર ચાલકની પુછપરછ કરી હતી. જે દરમિયાન ચાલક નાણાં અંગે કોઈ આધાર પુરાવા રજુ નહિ કરી શકતા માલવિયાનગર પોલીસે રોકડ કબ્જે કરી સોફ્ટવેર એન્જીનીયર યુવકને નોટીસ ફટકારી હતી. જે મામલામાં નવો ખુલાસો થવા પામ્યો છે. સોફ્ટવેર એન્જીનીયર યુવકના પિતા બિલ્ડર હોય અને હાલ તેઓ મુંબઈ ખાતે…

Read More

33 હજારની મતા ઉઠાવી જતાં બે મહિલા સીસીટીવીમાં કેદ : ભક્તિનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ Rajkot,તા.23 શહેરના ઢેબર રોડ પર આવેલા ગીતાનગરમાં રહેતા ઈલેકટ્રીશ્યનના મકાનમાંથી રૂા.33 હજારની ચોરી થયા અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. પત્ની અને બાળકો વેકેશન કરવા ગામડે ગયા હોય જેથી ઈલેકટ્રીશ્યન તેને તેડવા ગામડે ગયો હતા અને તસ્કરો ઘરના તાળા તોડી રોકડ અને દાગીના ઉઠાવી ગયા હતાં. ઘરમાં લગાવેલા સીસીટીવીમાં ચોરી કરવા આવેલી બે મહિલાઓ કેદ થઈ જતાં પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવની જાણાવા મળતી વિગતો મુજબ, ઢેબર રોડ પર ગીતાનગર શેરી નં.2/4માં રહેતા અને સ્વામીનારાયણ ગુરૂકુલમાં ઈલેકટ્રીશ્યન તરીકે…

Read More

દારૂ ઢીંચી બીમાર પિતા સાથે  મારકૂટ કરતો : સમજાવટ કરવા ગયેલા ભાઈને ફડાકા ઝીંકી દેતા પાવડાનો હાથો અને પેવર બ્લોકના ઘા મારી મુકેશને પતાવી દીધો’તો Rajkot,તા.23 શહેરની ભાગોળે આવેલ જામગઢ ગામે એક સપ્તાહ પૂર્વે વાડીએ સુતેલા યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે સતત એક સપ્તાહ સુધી તપાસનો ધમધમાટ આદરી મૃતકના સગા મોટાભાઈની ધરપકડ કરી છે. મૃતક દારૂ ઢીંચી અવાર નવાર બીમાર પિતા સાથે મારકૂટ કરતો હતો. જે બાબતે સમજાવટ કરવા ગયેલા મોટાભાઈને પણ મૃતકે ફડાકા ઝીંક્યા હતા. જેથી મોટાભાઈએ જ પાવડાનો હાથાનો અણીદાર ભાગ અને પેવર બ્લોકના ઘા ઝીંકી પતાવી દીધાનો ખુલાસો થવા પામ્યો છે.…

Read More

Bhavnagar ,તા.૨૩ ભાવનગરનાં ઠાડાય ગામમાં વ્હેલની ઉલટીનો જથ્થો ઝડપી પોલીસે ઈસમની ધરપકડ કરી છે. ગેરકાયદે પોતાના ઘરે વ્હેલની એમ્બરગ્રીસનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. પાલિતાણા ગ્રામ્ય પોલીસે બાતમીનાં આધારે આરોપીને ઝડપી એક કિલો જેટલી વ્હેલની ઉલટી  પણ કબ્જે કરી હતી. ભાવનગર જિલ્લામાંથી વ્હેલની ઉલટીમાંથી ઉત્પન્ન થતો પદાર્થ એમ્બરગ્રીસ ઘણી વખત જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતીના આધારે, ભાવનગર એસઓજી પોલીસે કરોડોની કિંમતનો એમ્બરગ્રીસ  જપ્ત કર્યો છે. એમ્બરગ્રીસ સાથે એક વ્યક્તિ પકડાયા બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતો. તો બીજી બાજુ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. વ્હેલની એમ્બરગ્રીસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. વ્હેલની એમ્બરગ્રીસ સાથે ૪…

Read More

Gandhinagar,તા.૨૩ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત નવી દિલ્હી જવાના છે. આગામી ૨૪ મેનાં રોજ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે. ૨૬ અને ૨૭ મેનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત દેશનાં એનડીએ  શાસકીય મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજરી પુરાવશે તેમ જાણવા મળેેલ છે.માહિતી મુજબ ૨૪ મેનાં રોજ નીતિ આયોગની મહત્વની બેઠક યોજાશે, જેમાં મુખ્ય સચિવો પણ હાજર રહેશે. મુખ્યમંત્રી પટેલનો દિલ્હી પ્રવાસ ગોઠવાતા મંત્રીમંડળમાં કોઈ ફેરફાર આવશે કે શું તે અંગે લોબીમાં ચર્ચાઓને વેગ મળ્યો છે. આગામી દિવસોમાં કોઈ મોટી હલચલ દેખાય તેના પણ સંકેતો મળી રહ્યાં છે. કેબિનેટ બેઠકમાં મંત્રીઓની કામગીરીની સમીક્ષા પણ કરવામાં…

Read More