Author: Vikram Raval

જો આપણે દાયકાઓ પહેલાના ઇતિહાસ પર નજર કરીએ તો, આપણને ઘણા દેશો મળશે જે પહેલા સંયુક્ત દેશો હતા, પછી આ દેશોના રાજકીય હિતોને કારણે, ગૃહયુદ્ધો થતા રહ્યા અને દેશો તૂટી પડતા રહ્યા, જેનું ઉત્તમ ઉદાહરણ સંયુક્ત રશિયા, સંયુક્ત ભારત છે. જો આપણે અવિભાજિત ભારત પર નજર કરીએ તો, તેમાં પાકિસ્તાન સાથે હાલના કેટલાક દેશોનો સમાવેશ થતો હતો, જેને લોર્ડ માઉન્ટબેટન દ્વારા નેતાઓ વચ્ચે પરસ્પર વાટાઘાટો દ્વારા પ્રક્રિયાગત રીતે અલગ કરવામાં આવ્યા હતા, જ્યારે 1912 માં, સિંધ, ગુજરાત અને મુંબઈ બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવ્યા હતા. ત્યારબાદ ૧૯૨૮માં, બ્રિટિશ સરકાર સમક્ષ અલગ સિંધ પ્રાંતની રચનાની માંગ કરવામાં આવી અને તેની ભલામણો કરવા…

Read More

જ્ઞાન વિના સો જન્મોમાં પણ મુક્તિ મળતી નથી તેવો તમામ શાસ્ત્રોનું કહેવું છે. શંકરાચાર્યજીએ અદ્વેત-મતની સ્થાપના કરીને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો.અદ્વેત એટલે આત્મા અને ઇશ્વર બે નહી પરંતુ એક છે.અદ્વેત અમોને એ શિખવાડે છે કે ઇશ્વર અમારામાં આત્મારૂપે રહેલ છે.અમે ઇશ્વરથી અલગ નથી.ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે અને ભગવાનનું નામ શાશ્વત છે.તેમને મનુષ્યને પુસ્તકીયા જ્ઞાનમાં સમય ના ગુમાવતાં અને ભૌતિક વસ્તુઓની લાલસા, તૃષ્ણા અને મોહ છોડીને ભગવાનનું ભજન કરવાની શિક્ષા આપી છે.અંતકાળમાં મનુષ્યની તમામ પ્રાપ્ત કરેલ વિદ્યાઓ અને કલાઓ કોઇ કામમાં આવતી નથી,ફક્ત હરિનામ જ કામમાં જ…

Read More

તા.24-05-2025 શનિવાર મેષ આજના દિવસે તમારૂં વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. તમારા જીવનસાથી પ્રત્યે તમારૂં બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે. જીવન ની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે. તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવન ની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે. તમારા જીવનસાથીના સગાં-સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં…

Read More

તા.24-05-2025 શનિવાર તિથિ દ્વાદશી (બારસ) – 19:23:09 સુધી નક્ષત્ર રેવતી – 13:49:19 સુધી કરણ કૌલવ – 09:00:56 સુધી, તૈતુલ – 19:23:09 સુધી પક્ષ કૃષ્ણ યોગ આયુષ્માન – 14:59:51 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:55:25 સૂર્યાસ્ત 19:17:23 ચંદ્ર રાશિ મીન – 13:49:19 સુધી ચંદ્રોદય 28:00:00 ચંદ્રાસ્ત 16:22:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947   વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 10 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:21:57 અશુભ સમય દુર મુહુર્ત 05:55:25 થી 06:48:53 ના, 06:48:53 થી 07:42:21 ના કુલિક 06:48:53 થી 07:42:21 ના દુરી / મરણ 12:09:40 થી 13:03:08 ના રાહુ કાળ 09:15:55 થી 10:56:09 ના કાલવેલા/અર્ધ્યામ 13:56:36 થી 14:50:03 ના યમ ઘંટા 15:43:31 થી 16:36:59 ના યમગંડ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૫.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૫૧ સામે ૮૦૮૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૮૯૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૨૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૫૨ સામે ૨૪૬૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૭ પોઈન્ટના ઉછાળા…

Read More

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.120 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.348 ઘટ્યો બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12456.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.71718.6 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10174.62 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22024 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.84176.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12456.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.71718.6 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22024 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.686.78 કરોડનું થયું…

Read More

આસ્થાનાં કેન્દ્ર માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા ધામના ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ હેઠળ થયેલ વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણનો પણ સમાવેશ થાય છે Gandhinagarતા.૨૩ PM મોદી ૨૬ તથા ૨૭ મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનની ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે ૨૬ મેના રોજ તેઓ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમા૫૩,૪૧૪ કરોડના કુલ ૩૩ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા જે ૩૩ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે, તેમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા ધામના ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ હેઠળ થયેલ વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. રાજ્ય…

Read More

બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપીને ’હું કંઈ કરી લઈશ’ તેવી ધમકી આપી ભગાડી ગઈ હતી Surat,તા.૨૩ સુરતના પુણા વિસ્તારમાં ૨૩ વર્ષીય શિક્ષિકા ૧૩ વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગયા બાદ ગર્ભવતી બન્યાનો બનાવ હજુ સુધી ભૂલાયો નથી. ત્યાં તો આવી જ ઉલ્ટી ગંગાનો વધુ એક કિસ્સો સુરતના લીંબાયત વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. રત્નકલાકાર તરીકે નોકરી કરતા પોણા અઢાર વર્ષના તરુણને અગાઉ તેની જ સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાબાદ બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપીને ’હું કંઈ કરી લઈશ’ તેવી ધમકી આપી ભગાડી ગઈ હતી. આ ઘટનાને લઈ સગીરના માતા-પિતાએ પોલીસ…

Read More

Surat,તા.૨૩ સુરતમાં કોસ્મેટિક્સનું પણ નકલી વેચાણ થતાં તપાસ એજન્સી ચોંકી ઉઠી હતી. લાયસન્સ વગર અન્ય મેન્યુફેક્ચરિંગ કરતી પેઢીઓની પ્રોડક્ટમાંથી ગેરકાયદેસર બનાવટી સૌંદર્ય પ્રસાધનોનો કરોડોનો માલ જપ્ત કરી સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સુરત, ગાંધીનગર અને કેશોદમાંથી ૧ કરોડ રૂપિયાના નકલી સૌંદર્ય પ્રસાધનો જપ્ત કર્યા છે. સૌંદર્ય પ્રસાધનોના કુલ ૧૪ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં ભેળસેળ હોવાનું જાણવા મળ્યું હતું. નકલી સૌંદર્ય પ્રસાધનોના વેચાણમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં કોઈપણ કોસ્મેટિકનું લાઇસન્સ વિના અન્ય કોઈપણ ઉત્પાદક કંપનીના લાઇસન્સનો ઉપયોગ કરીને કોસ્મેટિક ઉત્પાદનો પર આકર્ષક, ભ્રામક અને ભ્રામક લેબલ લગાવવા, ઇન્સ્ટાગ્રામ…

Read More