- Morbi બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી Kanti Amrutiaએ આપ્યા તપાસના આદેશ
- Paris સળગી ઊઠ્યુંઃ ૧૫૦૦ દુકાનો લૂંટાઈ, ૧,૦૦૦ પોલીસકર્મી ઘાયલ
- ભારતમાં પહેલીવાર Dengue Vaccine આપવાનું શરૂ થયું
- ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani
- Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ
- બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર
- BCCIએ પ્રજ્ઞાન ઓઝાને ભારતીય ટીમના ચીફ સિલેક્ટર બનાવ્યા
- ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી
Author: Vikram Raval
Jaipur,તા.૨૨ શુક્રવારે જયપુરના બાગરુ વિધાનસભા મતવિસ્તારમાં રામપુરા-કંવરપુરામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના નિરીક્ષણ અંગે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) અને ગ્રામજનો વચ્ચે થયેલા વિવાદ બાદ, શનિવારે સવારે શાળાને લગભગ ૫૦ મીટર દૂર બીજી ઇમારતમાં ખસેડવામાં આવી હતી. શાળા કેમ્પસ અને નવા સ્થાન પરની વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. સીજેપીના રેખા શર્મા, સલમાન, સંજુ અને ગિગરાજે શિવદાસપુરા પોલીસ સ્ટેશનમાં ગ્રામજનો પર હુમલો કરવાનો આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવી હતી. ગ્રામજનોનું પ્રતિનિધિત્વ કરતા ભગવાન સહાયે સીજેપી કાર્યકરો સામે એફઆઈઆર નોંધાવી હતી. વિવાદના લગભગ ૨૪ કલાક પછી, ગ્રામજનો અને સીજેપીએ શનિવારે સવારે જયપુરના શિવદાસપુરા પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષોએ એકબીજા…
(નયના દવે દ્વારા) Jamnagarતા.૨૨ જામનગર જિલ્લાના ધ્રોળ નજીક મોરાણા ગામે મોબાઇલ બાબતે બે વ્યક્તિ વચ્ચે ચાલતા ઝઘડામાં ભત્રીજાને સમજાવવા ગયેલા કાકા પર એક શખ્સે લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ ધૂંવાવ હાઉસિંગ બોર્ડ, ઘુંવાવ ગામના સોમાભાઈ અજમલભાઈ વાઘેલા (ઉંમર ૩૫) છેલ્લા એક મહિનાથી મોરાણા ગામે પોતાના મોટાભાઈ દિનેશભાઈના ઘરે રહેતા હતા. તા. ૨૦ના સાંજના સમયે તેઓ ભત્રીજા વિજયભાઈ સાથે તારાણા ગામે શાકભાજી લેવા ગયા હતા. રાત્રિના આશરે આઠ વાગ્યે પરત ફરતાં તેમના ભત્રીજા અજીતભાઈ અને દિનેશભાઈના સાળા રાજુભાઈ અબુભાઈ જખાનીયા વચ્ચે મોબાઇલ બાબતે બોલાચાલી થતી હોવાનું જણાવાયું હતું. સોમાભાઈ રાજુભાઈને સમજાવવા…
રૂ.૧૦ લાખથી વધુની વીજચોરીના બે કેસ, રૂપિયા પાંચ લાખ થી વધુની વિજ ચોરી સહિત મોટી રકમની ચોરીના અનેક ગુના (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ જામનગર શહેર-જિલ્લામાં વીજચોરી સામે ચાલી રહેલી કાર્યવાહીના પગલે જામનગરના વીજ પોલીસ મથકમાં છેલ્લા પાંચ દિવસમાં વીજચોરીની કુલ ૪૧૭ પોલીસ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને પાંચમા દિવસે જ વધુ ૧૧૦ ફરિયાદો નોંધાતા વીજચોરી સામેની કાર્યવાહીનો વ્યાપ કેટલો મોટો છે તેનો અંદાજ આવી રહ્યો છે.મળતી વિગતો મુજબ, વીજચોરીના આ ૪૧૭ કેસોમાં મોટી રકમની વીજચોરીના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જેમાં રૂ.૧૦ લાખની આસપાસની વીજચોરીની બે ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત રૂ.૫ લાખથી વધુની…
New Delhi,તા.૨૨ ઉત્તર પ્રદેશના કુંડાના વરિષ્ઠ ધારાસભ્ય અને પ્રતાપગઢ રજવાડાના સભ્ય રાજા ભૈયા અને તેમની પત્ની ભાણવી સિંહના કેસમાં દિલ્હીની સાકેત કોર્ટ તરફથી એક મોટો આદેશ આવ્યો છે. રાજા ભૈયાએ હવે તેમની પત્ની ભાણવી સિંહને દર મહિને ૩૦,૦૦૦ ની વચગાળાની ભરણપોષણ ચૂકવવી પડશે, તેમજ તેમના તમામ તબીબી બિલ પણ ચૂકવવા પડશે. ભાણવી સિંહે મહિલા અદાલતમાં અરજી દાખલ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સુનાવણી થઈ હતી. પરિણામે, આ રાજવી પરિવારનો વિવાદ ફરી એકવાર સમાચારમાં છે, કારણ કે કોર્ટે હવે આ હાઇ-પ્રોફાઇલ લગ્ન તૂટ્યા બાદ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હકીકતમાં, ભાણવી સિંહે દિલ્હીની અદાલતમાં વચગાળાની ભરણપોષણ માટે અરજી…
તીનપત્તીના જુગારના અડ્ડા પર ત્રાટકેલી પોલીસે રૂ.૨.૨૮ લાખની રોકડ અને ગંજીપાનાં કબજે કર્યાં; જુગારધારા હેઠળ અલગ-અલગ ગુના નોંધાયા (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કુલ ૧૧ સ્થળે દરોડા પાડી ૧૪ મહિલાઓ સહિત કુલ ૭૧ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના આ દરોડાઓ દરમિયાન કુલ રૂ.૨,૨૮,૬૧૦ની રોકડ રકમ તથા ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામજોધપુર પોલીસે રામવાડી-૨ની સીતાપુંજ સોસાયટીમાં જાહેર રસ્તાના ખૂણે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતી મમતાબેન ભુવા, અલ્કાબેન સાપરીયા, ચંદ્રીકાબેન ભાલોડીયા, ઇલાબેન કણસાગરા, અસ્મીતાબેન…
વંદે માતરમનું સન્માન કરવા અને તેના ઐતિહાસિક વારસાનું રક્ષણ કરવા અંગે ભાજપે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો New Delhi,તા.૨૨ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નવીને શનિવાર, ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ તેમની નવી ટીમની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં ’વંદે માતરમ’ સંબંધિત ૧૦-મુદ્દાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. નીતિન નવીને એકસ પર પોસ્ટ કર્યું હતું કે ગીતના સન્માન અને તેના ઐતિહાસિક વારસાના રક્ષણ અંગે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં હાજર બધાએ કોંગ્રેસના કાર્યક્રમોમાં ’વંદે માતરમ’ના ફક્ત પ્રથમ બે શ્લોક ગાવાના ભાજપના પ્રસ્તાવની સખત નિંદા અને વિરોધ કર્યો હતો. ભાજપ ’વંદે માતરમ’ને ભારતનું રાષ્ટ્રગીત, ભારત…
ખોડીયાર સોસાયટીમાં એલસીબીની કાર્યવાહી, હથિયાર રાખનાર પોરબંદરના શખ્સની ધરપકડ; અન્ય બે શખ્સોને ફરાર જાહેર કરાયા (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ જામનગર શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે એલસીબીની ટીમે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહાપ્રભુજીની બેઠક પાસે, સાલુપીરની દરગાહ પાછળ આવેલી ખોડીયાર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને મકાનમાંથી ત્રણ ગેરકાયદે અગ્નિ હથિયારો તથા સાત જીવતા કારતૂસ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી વિગતો મુજબ, એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ અલીમીયા સૈયદ સહિતની ટીમને બાતમી મળી હતી કે પોરબંદરના યુનુસભાઈ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૨ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપિનલ ખરે દ્વારા પોલીસ અધિક્ષક, મોરબી તરફથી રજૂ કરવામાં આવેલી દરખાસ્તોના આધારે જુન અને જુલાઈ માસ દરમિયાન પાસા અધિનિયમ હેઠળ કુલ ૧૧ ઈસમો વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી અંગેની વિગતો જોઈએ તો કુલ ૧૧ ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ હુકમ કરાયા છે. જેમાં ૦૮ બુટલેગર અને ૦૩ ભયજનક વ્યક્તિઓનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લાના પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ૪ ગુન્હેગારોની પાસા હેઠળ અટકાયત કરેલ…
Myanmar,તા.૨૨ મ્યાનમાર સેનાએ મધ્ય સાગાઈંગમાં એક બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં એક અઠવાડિયા સુધી ચાલેલા ધ્યાન શિબિરમાં ચૌદ સહભાગીઓ માર્યા ગયા. આ ઘટનાએ સંઘર્ષગ્રસ્ત દેશમાં હવાઈ હુમલાને કારણે નાગરિક જાનહાનિ અંગે વધતી ચિંતાઓમાં વધારો કર્યો છે. આ હુમલો મ્યાઉંગ ટાઉનશીપના સ્વેલ લે ઓહ ગામમાં સવારે ૯ વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો, જે મ્યાઉંગ ટાઉનશીપથી લગભગ ૭૫ કિલોમીટર પશ્ચિમમાં છે. મ્યાઉંગ ટાઉનશીપના નાગરિક સંરક્ષણ અને સુરક્ષા સંગઠનના પ્રવક્તા ન્વે ઓએ આ માહિતી આપી હતી. ન્વે ઓએ જણાવ્યું હતું કે એક જેટ ફાઇટર વિમાને ગામના મઠના પરિસર પર બોમ્બમારો કર્યો હતો જ્યારે લોકો એકાંતમાં ભાગ લઈ રહ્યા હતા. ત્રણ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૨ મોરબી અને વાંકાનેર પોલીસ ટીમોએ ચાર સ્થળોએ રેડ કરી જુગાર રમતા ૨૨ જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ રેડ મોરબી બી ડીવીઝન પોલીસે યોગીનગર પાછળ મફતિયાપરામાં કરી હતી જાહેરમાં જુગાર રમતા સુરેશ દેવકરણ બારૈયા, મુનેશ લાખા સુરેલા, સંજય મનુ સનુરા, રવિ હરેશ દેગામાં, આનંદ અશોક સીતાપરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૬૨૮૦ જપ્ત કરી છે બીજી રેડ બી ડીવીઝન પોલીસે ઇન્દિરાનગર નાળા સામેની શેરીમાં કરી હતી પટમાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ મનુ વરાણીયા, રવિ બાબુ હમીરપરા, સલીમ ઉમર કટિયા, પ્રકાશ ઉર્ફે વિપુલ ગોરધન કેરવાડિયા અને રવિ નાથા…
