Author: Vikram Raval

મનુષ્ય ભગવાનને કેવી રીતે જાણશે? અને તેનું કલ્યાણ કેવી રીતે થશે? એનો ઉપાય બતાવતાં ભગવાન ગીતા(૧૦/૩)માં કહે છે કે.. યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ અસંમૂઢઃ સ મત્યેર્ષુ સર્વેપાપૈઃ પ્રમુચ્યતે જે મનુષ્ય મને અજન્મા-અનાદિ અને સર્વે લોકોનો મહાન ઇશ્વર જાણે છે તે મોહમુક્ત જ્ઞાની સર્વ પાપોથી છુટી જાય છે.  અજ એટલે જેનો જન્મ ન થાય.ઇશ્વર ક્યારેય જન્મતા નથી તો પછી વાસુદેવ-દેવકીથી કૃષ્ણનો જન્મ, જન્માષ્ટમીનું શું? તેનું સમાધાન એ છે કે પિતાના વિર્ય અને માતાની રજથી સંતાન થતું હોય છે.શ્રીકૃષ્ણ માટે આવી પ્રક્રિયા થઇ નથી.રજ-વિર્યથી જન્મે તેને જન્મ કહેવાય,તે વિના પણ જન્મે તેને પ્રાગટ્ય કહેવાય છે એટલે લોકદ્રષ્ટિએ જન્મ હોવા છતાં ભગવાન અજ છે.જેનો આદિ ના હોય તે અનાદિ.દાર્શનિક ક્ષેત્રમાં…

Read More

Gandhinagar,તા.૧૯ વિધાનસભા ખાતે પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર-કૌભાંડ ચાલતું હોવા બાબતની સરકારને અનેક વખત લેખિત રજુઆતો કરવામાં આવેલ. ધાનપુર-દેવગઢ બારિયામાં અનેક ગામોમાં સ્થળ ઉપર કોઈપણ કામ કર્યા સિવાય બારોબાર લાખો રૂપિયાના એક એક ગામમાંથી બીલ બારોબાર ચૂકવાઈ ગયા હોવા બાબતના પુરાવા, સ્થાનિક લોકોની એફિડેવિટ સહિતની વિગતો સાથે અમારા દ્વારા સરકારને લેખિતમાં તપાસ માટે માંગણી કરવામાં આવેલ. પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ સમગ્ર હકીકતો, પુરાવા અને મંત્રીશ્રી બચુભાઈ ખાબડના પરિવારની સંડોવણીની તપાસ માટે માંગણી અનેક વખત કરવા છતાં સરકાર દ્વારા ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ મા.…

Read More

Surendranagar,તા.૧૯ સુરેન્દ્રનગરના ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણનું વિવાદિત નિવેદન આપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરેન્દ્રનગરના મુળીના ગઢડા ગામમાં એક જાહેર કાર્યક્રમમાં સ્ન્છ શામજી ચૌહાણનો અફીણના નશાને પ્રોત્સાહન આપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે બોલી રહ્યા છે કે, “૨૦૦ નહીં પણ ૫૦૦ બંધાણીઓ એમ કહેને કે, આપણા જિલ્લામાં એકપણ ધારાસભ્યને જીતવા નહીં દઈએ જો અમને લાયસન્સ ન મળે તો.” ( અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતા.) આ વાયરલ વીડિયો અંગે અમારી ટીમે ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ સાથે વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “સુરેન્દ્રનગરના મુળીના તાલુકાના ગઢડા ગામે માતાજીના પ્રસંગમાં ૫૦૦થી ૬૦૦ લોકો ત્યાં હાજર…

Read More

તા.20-05-2025 મંગળવાર મેષ આજે અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવા ની શક્યતા છે. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો – તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અ જરૂરી છે. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી,…

Read More

તા.20-05-2025 મંગળવાર તિથિ અષ્ટમી (આઠમ) – 28:58:48 સુધી નક્ષત્ર ધનિષ્ઠા – 19:33:23 સુધી કરણ બાલવ – 17:31:32 સુધી, કૌલવ – 28:58:48 સુધી પક્ષ કૃષ્ણ યોગ ઇન્દ્ર – 26:49:36 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:56:45 સૂર્યાસ્ત 19:15:31 ચંદ્ર રાશિ મકર – 07:36:34 સુધી ચંદ્રોદય 25:30:59 ચંદ્રાસ્ત 12:18:59 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947   વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 6 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:18:46 અશુભ સમય દુર મુહુર્ત 08:36:30 થી 09:29:45 ના કુલિક 13:56:00 થી 14:49:15 ના દુરી / મરણ 06:50:00 થી 07:43:15 ના રાહુ કાળ 15:55:49 થી 17:35:40 ના કાલવેલા/અર્ધ્યામ 08:36:30 થી 09:29:45 ના યમ ઘંટા 10:23:00 થી 11:16:15 ના યમગંડ 09:16:26 થી 10:56:17 ના ગુલિક કાલ 12:36:08 થી 14:15:58 ના શુભ…

Read More

Surat,તા.૧૯ સુરતના લસકાણા વિસ્તારમાં ૨૨ વર્ષીય ચિત ગાબાણીના આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છ. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યૂસાઈડ નોટમાં જર્મની જવાના ૧૦ લાખ હારવા સાથે વધુ ૧૦ લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા ૮૦ હજાર સામે અજય શિરોયા ૨ લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. જેથી ચિત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો. પોલીસે આરોપી અજય મહાકાલની ધરપકડ કરી છે. મૂળ બોટાદના ખોડાભાઈ ગાબાણી સુરતના હીરાના કારખાનામાં કામ કરે છે. તેમને ત્રણ સંતાન છે. તેમાંથી એક ચિત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ…

Read More

બાંગ્લાદેશમાં લાલમોનીરહાટ ખાતે બીજા વિશ્વયુદ્ધ યુગના એરબેઝને પુનર્જીવિત કરવામાં ચીન મદદ કરી શકે છે. New Delhi,,તા.૧૯ ઉત્તર-પૂર્વ ભારતમાં ભારત માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થાન નજીક ચીન બાંગ્લાદેશને મદદ કરી શકે છે. આ મદદ લાલમોનિરહાટ ખાતે બીજા વિશ્વયુદ્ધ યુગના એરબેઝને ફરીથી શરૂ કરવાના સ્વરૂપમાં આવી શકે છે. લાલમોનિરહાટ બાંગ્લાદેશના રંગપુર વિભાગમાં આવેલું છે અને ભારતીય સરહદથી માત્ર ૧૨-૧૫ કિલોમીટર દૂર છે. તાજેતરમાં કેટલાક ચીની અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. આ એરફિલ્ડ હાલમાં બાંગ્લાદેશ વાયુસેનાના નિયંત્રણ હેઠળ છે, પરંતુ ઘણા દાયકાઓથી તે નિષ્ક્રિય છે. અહેવાલો અનુસાર, ઢાકા તેને ફરી શરૂ કરવા માટે ચીન પાસેથી મદદ માંગી રહ્યું છે. આ એરબેઝ સિલિગુડી…

Read More

Junagadh ,તા.૧૯ જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ આઇડી હેક કરાતા સાયબર પોલીસે એકની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટેકનોલોજીમાં વિકાસ થતો જાય છે તેમ તેમ સાયબર ગુનાઓ વધતા જઈ રહ્યાં છે. ત્યારે આજે જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઇલ આઇડી હેક કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના આઇડી પરથી અલગ અલગ બેંકોને મેઈલ કરાયા હતા. ફ્રીઝ કરાયેલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા મેઈલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફ્રીઝ કરાયેલા ખાતાઓમાં લાખો રૂપિયા છે. સમગ્ર મામલે સાયબર પોલીસનો તપાસનો ધમધમાટે શરૂ કરવામાં આવ્યો હતો. સાયબર પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સાયબર પોલીસ…

Read More

Ahmedabad,તા.૧૯ રાજ્યના જીએસટી  વિભાગે  અમદાવાદ શહેરમાં પાન મસાલા અને તમાકુના વેપારીઓના સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ૯.૬૭ કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ હતી. જીએસટી વિભાગે અમદાવાદનાં ઊંઝા, વિજાપુર, ઉનાવા ખાતે વેપારીઓને ત્યાં રેડ પાડી કરચોરી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. સૂત્રો મુજબ રાજ્ય જીએસટી વિભાગે અમદાવાદમાં પાન મસાલા અને તમાકુના વેપારીઓ પર કરચોરી અટકાવવા માટે એક ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન ૬૭ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક અને બિનરજિસ્ટર્ડ ડીલરો જેવી અનેક ગેરરીતિઓ મળી આવી હતી. જેમાં ૯.૬૭ કરોડની કરચોરી પકડાઈ હતી. તમાકુના વેપારીઓનાં…

Read More