- ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી
- પતિ કુકુ કોહલીના મૃત્યુ પછી Aruna Iraniએ પોતાની પીડા વ્યક્ત કરી,મારા છેલ્લા શ્વાસ સુધી મને સાથ આપો
- Shafali Vermaએ સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ તોડી નાખ્યો, દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટને પાછળ છોડી દીધો
- Salman Ali Aghaએ ઇતિહાસ રચ્યો, પાંચમા નંબર પર સદી ફટકારી, મોહમ્મદ યુસુફને પાછળ છોડી દીધો
- Ahmedabad: દશેરામાં ફાફડા – જલેબીની લિજ્જત મોંઘી પડશે, ગત વર્ષની સરખામણીએ ૨૦થી ૨૫ ટકા સુધીનો ભાવ વધારો
- Ahmedabad: ગરબાનું ફેક પાસ કૌભાંડઃ ૬૮૬ પાસ વેચી ૮ લાખની છેતરપિંડી, ૨ આરોપી ઝડપાયા
- Vadodaraમાં નવરાત્રિ મહોત્સવ બહાર યુવકની હત્યા, જૂની અદાવતની આશંકા
- CM Yogi Adityanathએ નવરાત્રિના નવમા દિવસે ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજન કર્યું, છોકરીઓના પગ ધોયા
Author: Vikram Raval
Lucknow,તા.૧૩ ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલા મહિલા મતદારોને આકર્ષવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર મહિલાઓ માટે એક મોટી નાણાકીય સહાય યોજના પર વિચાર કરી રહી છે. એવું અહેવાલ છે કે પ્રસ્તાવિત યોજના મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર, આ યોજનામાં ૫૦ લાખ મહિલાઓને નોંધણી કરાવવાની યોજના છે. ચૂંટણી પહેલા ૨૦,૦૦૦ નો પહેલો હપ્તો તેમના ખાતામાં જમા કરવામાં આવશે. સરકાર બન્યા પછી, દરેકને ૧૦,૦૦૦ ના ત્રણ હપ્તા આપવામાં આવશે. સરકારે આ યોજના પર વિચાર-વિમર્શ શરૂ કરી દીધો છે. આવતા…
Rajasthan ,તા.૧૩ મુખ્યમંત્રી ભજન લાલ શર્માની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. લિવ-ઇન રિલેશનશિપના કિસ્સાઓમાં નોંધણી ફરજિયાત રહેશે. વધુમાં, આદિવાસી સમુદાયો માટે છૂટછાટો આપવામાં આવી છે. બેઠકમાં ગ્રામીણ પાણી પુરવઠા, કર્મચારી કલ્યાણ, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયોને પણ મંજૂરી આપવામાં આવી. વૃક્ષ કાપણી અટકાવવા માટે “ધ રાજસ્થાન ટ્રીઝ (પ્રોટેક્શન) બિલ, ૨૦૨૬” ના ડ્રાફ્ટને પણ મંજૂરી આપવામાં આવી. કેબિનેટે “ધ રાજસ્થાન યુનિફોર્મ સિવિલ કોડ બિલ, ૨૦૨૬” ના ડ્રાફ્ટને પણ મંજૂરી આપી. તે આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે. બિલ લગ્ન, છૂટાછેડા, વારસો, જાળવણી અને લિવ-ઇન રિલેશનશિપ સંબંધિત બાબતો માટે એક સમાન…
New Delhi,તા.૧૩ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું, સંસદમાં તેમની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ગૃહમંત્રી ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ફક્ત વંદે માતરમ ગાવા માટે સંસદમાં પહોંચ્યા હતા. વિરોધ પક્ષો સતત પીએમ મોદી અને અમિત શાહની સંસદમાં ગેરહાજરી પર સવાલ ઉઠાવી રહ્યા હતા. આજે સંસદના બંને ગૃહો અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે. આખું સત્ર પસાર થયું, પરંતુ વડાપ્રધાન કે ગૃહમંત્રી ગૃહમાં હાજર ન હતા. આવી સ્થિતિમાં આ લોકશાહી અને સંસદ કેવી રીતે…
New Delhi,તા.૧૩ ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપ નેતા હરભજન સિંહે આમ આદમી પાર્ટી (આપ) છોડીને ભાજપમાં જોડાવાના કારણો વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે કહ્યું કે આપમાં તેમના સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યા ન હતા અને જે હેતુ માટે તેઓ પાર્ટીમાં જોડાયા હતા તે પૂર્ણ થઈ રહ્યો નથી. તેમણે પંજાબમાં વધતી જતી ડ્રગ્સની સમસ્યા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી, તેને યુવાનો માટે એક ગંભીર પડકાર ગણાવ્યો હતો. હરભજન સિંહે સમજાવ્યું કે જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ તેમને આપમાં જોડાવા કહ્યું, ત્યારે તેમનો ઉદ્દેશ્ય રાજ્યસભા દ્વારા રમતગમત સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાનો હતો. તેમણે તે સમયે સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાજકારણની ચર્ચા કરવાને…
Ahmedabad,તા.૧૩ અમદાવાદના વાસણા વિસ્તારમાં આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોગસ દસ્તાવેજો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોટી ફાઇલો બતાવી અરજદારો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પીડિતોએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ સામે છેતરપિંડી અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં ઔડાના આવાસ યોજનાના મકાન અપાવવાના બહાને ૬.૮૮ લાખની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ અરજદારોને સરકારી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી તબક્કાવાર મોટી રકમ વસૂલવામાં આવી હતી. આરોપીઓએ મકાન ફાળવણી, લોન ફાઇલ તૈયાર…
Ahmedabad,તા.૧૩ અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદના બે દિવસ બાદ આખરે હરકતમાં આવી છે. શાળા સંચાલન દ્વારા વાલીઓની ફરિયાદો સાંભળવા માટે બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે સોમવારથી ફરિયાદ ધરાવતા વાલીઓને વન ટુ વન મળી તેમની રજૂઆત સાંભળવામાં આવશે. આ નિર્ણય બાદ વાલીઓને પોતાની ફરિયાદ સીધી શાળા સંચાલન સમક્ષ રજૂ કરવાની તક મળશે. શાળા દ્વારા વધુમાં નર્સરીથી ધોરણ ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને આગામી સૂચના ન મળે ત્યાં સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત શાળામાં આવતા અન્ય વિદ્યાર્થીઓ માટે વાલીઓને મેસેજ કરીને નાસ્તો અને જમવાનું ઘરેથી સાથે મોકલવા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ…
Gandhinagar,તા.૧૩ ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રને લઈને કામકાજની યાદી જાહેર કરવામાં આવી છે. આ સત્ર ગાંધીનગર ખાતે આગામી ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને પ્રશ્નોત્તરીને મહત્વ આપવામાં આવ્યું છે. વિધાનસભા સત્રની તૈયારીઓ પૂર્ણ થતાં હવે વિવિધ વિભાગોએ પણ પોતાની કામગીરી અને જવાબો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. તાજેતરમાં અવસાન પામેલા પૂર્વ સભ્યોને વિધાનસભા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે તાજેતરમાં અવસાન પામેલા યોગેશ પટેલ સહિતના પૂર્વ સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. વિધાનસભાની પરંપરા મુજબ ગૃહની કાર્યવાહી…
Gir Somnath,તા.૧૩ મેઘરાજાની અમીવર્ષા વચ્ચે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામમાં શ્રાવણ માસનો શુભ પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સોમનાથમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વરસાદી માહોલ વચ્ચે હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સોમનાથ દાદાના દર્શન કરવા માટે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોના જયઘોષ તથા “હર હર મહાદેવ”ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન દેશભર માંથી મોટી સંખ્યામાં યાત્રિકો સોમનાથ દર્શનાર્થે પહોંચવાના હોવાથી…
Gandhinagar તા.૧૩ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ.૨૨,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેથાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. દેસાઈ દ્વારા સ્ટાફને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓ પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે ધર્મેન્દ્રસિંહ દલપતસિંહને બાતમી મળી હતી કે, પેથાપુર-ફતેપુરા ગામમાં શનાજી આતાજી ઠાકોરના બોરકૂવા નજીક આવેલા અર્જુન બાબુજી ઠાકોરના નવા…
Mahisagar,તા.૧૩ મહિસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા સતત અને અવિરત વરસાદે હવે મુશ્કેલીઓની સાથે કાળજી કંપાવી દે તેવી ગંભીર હોનારત સર્જી છે. સતત ભીંજાવાના કારણે કાચા મકાનો જર્જરિત થઈ રહ્યા છે. વિરપુર તાલુકાના ખાટા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારે વરસાદ વચ્ચે રહેણાંક ઘરની કાચી દીવાલ અચાનક ધરાશાયી થતાં તેની નીચે દબાઈ જવાથી ૨ અને ૪ વર્ષના બે નાદાન બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિરપુર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. મહિસાગર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસતા પાણીના કારણે અનેક વિસ્તારોમાં…
