Author: Vikram Raval

New Delhi,તા.14 વિશ્વના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીના માથા પરથી પિતાનો સાયો છીનવાઈ ગયાના માત્ર 4 દિવસની અંદર જ તેણે ફરી એકવાર ફૂટબોલના મેદાન પર વાપસી કરી છે. પિતાના અવસાનથી ભાંગી પડેલા મેસીના ચહેરા પર ઉદાસી અને આંખોમાં પિતાને ગુમાવવાનું દર્દ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. મેસીને આ સ્થિતિમાં જોઈને વિશ્વભરના કરોડો ચાહકો ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, તેના પિતા જોર્જ મેસીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અર્જેન્ટિનાના રોસારિયો શહેરમાં નિધન થયું હતું. તેઓ માત્ર મેસીના પિતા જ નહીં, પરંતુ તેના કરિયરના લાંબા સમય સુધી એજન્ટ અને બિઝનેસ મેનેજર પણ રહ્યા હતા.પિતા જોર્જ મેસીના અવસાનના સમાચાર મળ્યા બાદ મેસી…

Read More

Mumbai,તા.14 અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ ભારે તપાસ અને ટ્રોલિંગનો સામનો કરનાર રિયા ચક્રવર્તીએ આખરે આ કેસમાંથી નિર્દોષ છૂટવા અંગે ખુલીને વાત કરી છે. વર્ષ 2020માં સુશાંતના નિધન બાદ રિયા પર ગંભીર આરોપો લાગ્યા હતા, જેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, બાદમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરીને રિયાને તમામ આરોપોમાંથી ક્લીન ચિટ આપીને નિર્દોષ જાહેર કરી હતી.હાલમાં રિયા ચક્રવર્તી રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’ (The Traitors) ની બીજી સીઝનમાં જોવા મળી રહી છે. આ શો દરમિયાન હોસ્ટ કરણ જોહરે રિયાને પૂછ્યું કે…

Read More

Mumbai,તા.14 વીર પહાડિયા અને અપારશક્તિ ખુરાનાની નવી ફિલ્મ ‘પ્રેમ કિટાણુ’ માટે આગામી ઓક્ટોબરની રીલિઝ ડેટ નક્કી થઈ છે.આ ફિલ્મ બીજી ઓક્ટોબરે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફેમ અપૂર્વ સિંહ ખારકીને સોંપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વીર પહાડિયા, આફિયા સાયેદ, અપારશક્તિ ખુરાના, રાકેશ બેદી અને નિખિલ વિજય કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં યુવા દોસ્તોની વાર્તા હોવાનું કહેવાય છે.ગૌરવ વર્માની સ્વતંત્ર નિર્માતા તરીકે આ પહેલી ફિલ્મ છે. બીજી તરફ વીર પહાડિયા આ સિવાય ‘નામ , ટુ લીવ ઈઝ વોર ‘ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે

Read More

Mumbai,તા.14  ‘નાગિન’ ટેલિવિઝન શોમાં સાથે કામ કરી જાણીતાં બનેલાં અર્જુન બિજલાની અને મૌની રોય વચ્ચે હાલ અફેર ચાલી રહ્યો હોવાના અહેવાલોને ફગાવી દેતાં અર્જુન બિજલાનીએ જણાવ્યું હતું કે ડિનર પાર્ટીમાં કોઇની સાથે જવાથી કોઇ અફેર થઇ જતાં નથી.થોડા સમયથી કોઇ બદનામી કરવાના ઇરાદાથી મૌની વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે તેવો દાવો બિજલાનીએ કર્યો હતો. અર્જુન બિજલાનીએ નેહા સ્વામી સાથે લગ્ન કરેલાં છે અને તેમને એક પુત્ર અયાન બિજલાની છે.જ્યારે મૌની રોયે બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા હતા. મે ૨૦૨૬માં મૌની અને સૂરજે ચાર વર્ષના લગ્ન બાદ અલગ પડી ગયા હોવાની જાહેરાત કરી હતી.આ પછી મૌની અને અર્જુન અવારનવાર…

Read More

Mumbai,તા.14 જાહ્નવી કપૂરે તેના વિશેની વાંધાજનક સામગ્રી ઇન્ટરનેટ પર ફરતી થયા બાદ પોતાના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.જાહ્નવીના વકીલે તેના વ્યક્તિત્વના પાસાંઓ પરથી બિભત્સ સામગ્રી બનાવી નેટ પર વેપારી હેતુસર મુકવાની પ્રવૃત્તિ સામે વાંધો લઇ થર્ડ પાર્ટી દ્વારા થતી આવી હરકતો પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. વકીલે આવી વાંધાજનક સામગ્રી વિશેની ૪૦૦૦ લિન્ક અદાલતને સુપરત કરી હતી. જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ નિર્દેશ આપ્યો હતો કે અદાલત વાંધાજનક સામગ્રી હટાવવા માટે એકપક્ષી આદેશ આપવા તૈયાર છે પણ આ ફિલ્મ પર્સનાલિટીને રીતનું રક્ષણ આપવામાં આવશે તો તેમની કોઇ પ્રકારની ટીકા નહીં થઇ શકે અને તેને કારણે…

Read More

Mumbai,તા.14 ફિરોઝ નડિયાદવાલાની આગામી ફિલ્મ બાળકો માટેની ઝોમ્બી કોમેડી હશે. આ ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ છે અને મહત્વની ભૂમિકાઓ માટે હાલ નાના પાટેકર અને અનિલ કપૂર સાથે વાતચીત ચાલી રહી છે.વેલકમ યુનિવર્સના બે પાત્રો ઉદય અને મજનુને કેન્દ્રમાં રાખી આ ફિલ્મ બનાવવામાં આવશે. ફિલ્મના નિર્દેશક તરીકે અહમદખાનની પસંદગી કરવામાં આવી છે. હાલ આ ફિલ્મ લખાઇ રહી છે. ૨૦૨૭ની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. નાના પાટેકર અને અનિલ કપૂર જો ફિલ્મમાં કામ કરવા રાજી થશે તો તેઓ ઉદય અને મજનુના પાત્રો ભજવશે. પણ આ બંને નવા જમાનાના ઉદય મજનુ હશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Read More

ઇક્ષ્વાકુ વંશના મહાન સમ્રાટ રાજા સગરે પોતાના સામ્રાજ્યની પ્રતિષ્ઠા માટે અશ્વમેધ યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞનો ઘોડો અચાનક ગાયબ થઈ ગયો, રાજા સગરના સાઠ હજાર પુત્રો તેને શોધતા શોધતા પૃથ્વીનો મોટો ભાગ ખોદીને મહર્ષિ કપિલના આશ્રમ સુધી પહોંચી ગયા, ત્યાં તેમણે ઘોડાને જોયો અને સત્ય જાણ્યા વિના મહર્ષિ પર ચોરીનો આરોપ લગાવી દીધો. તેમના આ અનાદર અને ઉગ્ર વર્તનથી મહર્ષિનું તપ ભંગ થયું, તેમણે આંખો ખોલી અને તેમના તેજથી રાજા સગરના તમામ પુત્રો તુરંત ભસ્મ થઈ ગયા. સમય વીતતો ગયો, પણ તે આત્માઓને મુક્તિ ન મળી. અનેક પેઢીઓ પછી રાજા ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધારનો સંકલ્પ લીધો. તેમણે વર્ષો સુધી કઠોર તપસ્યા…

Read More

New Delhi,તા.14 સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટી હલચલ સામે આવી છે. જ્યાં દિલ્હી હાઈકોર્ટ, આઈજીઆઈ એરપોર્ટ (IGI Airport) અને ઝંડેવાલાન સહિત રાજધાનીની કુલ છ જગ્યાઓ પર બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટને ઈ-મેલના માધ્યમથી આ ધમકી મળી હતી, ત્યારબાદ તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા હાઈકોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો પર સંબંધિત સુરક્ષા ટીમો અને ફાયરની ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીની તપાસમાં કોઈપણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.દિલ્હી હાઈકોર્ટને ધમકી મળ્યા…

Read More

New Delhi,તા.14 કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને રાજ્યસભામાં સદનના નેતા જે.પી. નડ્ડાની તબિયત અચાનક લથડતાં તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે (13 ઓગસ્ટ) સાંજે તેમને અસ્વસ્થતા અને બેચેની અનુભવાઈ હતી, જે બાદ તેમને તાત્કાલિક એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબો દ્વારા તેમની એન્જિયોગ્રાફી (નસોમાં લોહીના બ્લોકેજ તપાસવાની પ્રક્રિયા) કરવામાં આવી હતી.AIIMS દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન અનુસાર, જે.પી. નડ્ડાની હાલત હાલ સ્થિર છે. તેમને હાલમાં હોસ્પિટલના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાત તબીબોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની તબિયતના સમાચાર સામે આવતા જ ભાજપના નેતાઓ, સમર્થકો અને શુભચિંતકોએ…

Read More

Somnath તા.14 ભગવાન શિવજીના પ્રિય શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવભકતોમાં આરાધના કરવાનો અનેરો ધર્મોત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ (દ્વારકા) જડેશ્વર મહાદેવ (વાંકાનેર), ઘેલા સોમનાથ (જસદણ), ગૌતમેશ્વર મહાદેવ (સિહોર), ગોપનાથ મહાદેવ (ભાવનગર) સહિતના પ્રાચીન-અર્વાચીન શિવાલયોમાં  શ્રધ્ધા અને ભકિતનો સાગર ઘુઘવતો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર અભિષેક, પૂજન-અર્ચન, શિવ મહિમ્ન સ્તોત્રની ગુંજ, મહાઆરતી, પ્રસાદ-મહામૃત્યુંજયના જાપ સહિતના અનુષ્ઠાનોમાં ભકતો ગરકાવ થયા છે. રાજકોટમાં રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ સહિતના જાણીતા અને પ્રાચીન શિવાલયોમાં ભકતોની ભીડ જોવા મળી રહી છે. સોમનાથ શ્રાવણના પ્રથમ દિવસે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાવામા આવ્યા હતા.…

Read More