Author: Vikram Raval

New Delhi,તા.13 હોકીના ઇતિહાસમાં પહેલીવાર બનશે કે એક જ સમયે બંને વર્ગ, પુરુષ અને મહિલા ટીમનો વર્લ્ડ કપ એકસાથે બે દેશોની સંયુક્ત યજમાનીમાં રમાશે. ભારતીય ટીમને મુશ્કેલ ગ્રુપ મળ્યું છે, છતાં ટીમનું મનોબળ મજબૂત છે કારણ કે તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડમાં નેશન્સ કપ ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ ટીમ ગયા એશિયા કપમાં બીજા સ્થાને રહી હતી. જોકે વર્લ્ડ કપમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. ટીમ એકવાર જ 1974માં ચોથા સ્થાને રહી હતી. તે સિવાય સાત વખત ટીમ સાતમા સ્થાનથી ઉપર પહોંચી શકી નથી. ભારતીય કેપ્ટન સલીમા ટેટેનું માનવું છે કે નેશન્સ કપ જીતથી મળેલું મનોબળ ટીમને વર્લ્ડ કપ જેવા સૌથી મોટા મંચ…

Read More

Mumbai,તા.13 બોલિવૂડના દિગ્ગજ અને અતિ બેબાક એક્ટર અન્નુ કપૂર પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં આપેલા એક પોડકાસ્ટમાં તેમણે પોતાની કારકિર્દીના શરૂઆતી દિવસો, ન્યૂડ ફોટોશૂટ, બોલ્ડ ઈન્ટીમેટ સીન્સ અને C-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા અંગે અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 90ના દાયકામાં ન્યૂડ ફોટોશૂટ કરાવવા અને એડલ્ટ ફિલ્મો કરવા અંગે વાત કરતાં અન્નુ કપૂરે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે તેમણે આ બધું કોઈ પેશન માટે નહીં, પરંતુ માત્ર અને માત્ર પોતાની મજબૂરી અને પરિવારના ભરણપોષણ માટે કર્યું હતું.એક પોડકાસ્ટમાં જ્યારે અન્નુ કપૂરને પૂછવામાં આવ્યું કે શું તેમણે 90ના દાયકામાં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું? તો એક્ટરે કોઈ જ હિચકિચાટ વગર સ્વીકાર્યું,…

Read More

Mumbai,તા.13 શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઇઠા’ હવે ચોથી ડિસેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ મૂળે આ મહિને રજૂ થવાની હતી. પરંતુ, યશની ‘ટોક્સિક’ સાથે ટક્કર ટાળવા તેની રીલિઝ ઠેલાઈ હતી.જોકે, આમ કરવા જતાં ‘ઈઠા’ વધુ સ્પર્ધામાં ફસાઈ છે. ડિસેમ્બરમાં આ જ તારીખોમાં પ્રભાસની ‘ફૌઝી’ રીલિઝ થવાની છે. અક્ષય કુમાર તથા વિદ્યા બાલનની હજુ ટાઈટલવિહોણી રહેલી ફિલ્મ પણ ત્યારે જ રીલિઝ થવાની છે. આમ શ્રદ્ધાએ બોક્સ ઓફિસ પર ભારે મુકાબલાનો સામનો કરવો પડશે. ‘ઈઠા’ મહારાષ્ટ્રની વિખ્યાત તમાશા અને લાવણી ડાન્સર વિઠાબાઇ નારાયણગાવકરની બાયોપિક છે. હોરર ફિલ્મોમાં કામ કરનારી શ્રદ્ધા કપૂરને આ ફિલ્મમાં ડાન્સર તરીકે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી છે. તેની…

Read More

Mumbai,તા.13 શિલ્પા શિરોડકર ૨૬ વર્ષ પછી બોલિવુડમાં પુનરાગમન કરશે. ‘માલામાલ વીકલી ટુ’માં તેની પસંદગી થઈ છે. તે ફિલ્મમાં રવિના ટંડન તથા પરિણીતિ ચોપરા સાથે સ્ક્રીન શેર કરશે.શિલ્પાની છેલ્લી ફિલ્મ ‘ગજગામિની ૨૦૦૦’ની સાલમાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત જોશી કરવાના છે. જેમની ૨૦૨૪માં આવેલી ફિલ્મ તેરી બાતોમાં ઐસા ઉલઝા જિયાને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.’માલામાલ વીકલી ટુ’માં પણ ગામડિયાઓ મોટી રકમ મેળવવાની લાલચમાં કેટલી હદે જઇ શકે છે તેની જ કથા છે. જો કે આ ફિલ્મ પ્રથમ ફિલ્મની સિક્વલ નથી.

Read More

Mumbai,તા.13 આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની જોડીને ચમકાવતી કોમેડી ફિલ્મ ‘ઉડતા તીર’ નવ ઓક્ટોબરે થિયેટર્સમાં રજૂ કરવાનો નિર્ણય લેવાતાં ટ્રેડ વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. નિર્માતા તરીકે કરણ જોહરે અજય દેવગણની ‘દૃશ્યમ થ્રી’ સાથે સ્પર્ધામાં ઉતરવાનું કેમ નક્કી કર્યું તે સવાલ સર્જાયો છે.આ ફિલ્મ અજય દેવગણની ફિલ્મ દૃશ્યમ થ્રી તેના એક અઠવાડિયા અગાઉ રજૂ થવાની છે. જો અજય દેવગણની ફિલ્મ હીટ નીવડશે તો ઉડતા તીરને બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં મુશ્કેલી પડી શકે છે.સારા અને આયુષમાનની જોડી અગાઉ ‘પતિ પત્ની ઔર વોહ દો’ નામની ફિલ્મમાં જોવા મળી હતી.આ ફિલ્મનું લેખન અને નિર્દેશન આકાશ એ. કૌશિક દ્વારા કરવામાં આવ્યું છે. નિર્દેશક…

Read More

New Delhi,તા.13 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી વિરાટ કોહલી સાથે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમનાર વિકેટકીપર-બેટ્સમેન અનુજ રાવતે દિલ્હી પ્રીમિયર લીગ (DPL 2026)માં પોતાના બેટથી તબાહી મચાવી દીધી છે. IPLમાં ગુજરાત ટાઇટન્સની સ્ક્વોડમાં સ્થાન મેળવ્યા છતાં બેન્ચ પર બેસી રહેવું પડ્યું હોય તેવા અનુજ રાવતે DPLમાં પોતાની તોફાની ઇનિંગ્સથી તમામ ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. DPLમાં 10 ઓગસ્ટે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલા મુકાબલામાં પુરુરાની દિલ્હી 6ના કેપ્ટન અનુજ રાવતે આઉટર દિલ્હી વોરિયર્સ સામે માત્ર 38 બોલમાં 92 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી પોતાની ટીમને 7 વિકેટે શાનદાર જીત અપાવી હતી.166 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પુરાની દિલ્હી…

Read More

New Delhi,તા.13 ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી 3 મેચોની T20 સિરીઝનું શેડ્યૂલ સામે આવ્યું છે. આ સિરીઝ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં દિલ્હી ખાતે રમાશે. આ પહેલાં જૂનમાં બંને દેશો વચ્ચે 1 ટેસ્ટ અને 3 વનડે મેચોની સિરીઝ રમાઈ હતી, જે બાદ હવે બંને ટીમો T20 સિરીઝ માટે સામસામે ટકરાવા તૈયાર છે.ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ સોમવારે (10 ઓગસ્ટ) સ્ટેકહોલ્ડર્સને લખેલા એક પત્રમાં આ સિરીઝ અંગે માહિતી આપી હતી. આ પત્ર મુજબ સિરીઝની ત્રણેય મેચો 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ તારીખો પર પોતાની સહમતી દર્શાવી…

Read More

New Delhi,તા.13 પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગેઝ સાથે લગ્ન કરી લીધા છે. રોનાલ્ડો અને જોર્જિનાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સમાચારની પુષ્ટિ કરી છે. આ કપલ છેલ્લા 11 વર્ષથી રિલેશનશિપમાં હતું. બંનેના લગ્ન 11 ઓગસ્ટ, 2026ના રોજ પોર્ટુગલના કાસકૈસમાં એક ખાનગી સમારોહમાં યોજાયા હતા. બરાબર એક વર્ષ પહેલા આ જોડીએ 11 ઓગસ્ટ, 2025ના રોજ સગાઈ કરી હતી. રોનાલ્ડો અને જોર્જિનાના આ ખાસ પ્રસંગે પરિવારના નજીકના લોકો અને તેમના પાંચેય બાળકો હાજર રહ્યા હતા.41 વર્ષીય રોનાલ્ડોએ પોતાના લગ્નને સંપૂર્ણપણે પ્રાઇવેટ રાખ્યા હતા. તેમણે અગાઉ ક્યારેય એવો સંકેત આપ્યો ન હતો કે તે લગ્ન કરવા જઈ…

Read More

New Delhi,તા.13 દેશમાં પેકેજ્ડ ખાદ્ય પદાર્થોના પેકેટ પર સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણી દર્શાવતા લેબલ લગાવવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને FSSAIને કડક સંદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે દેશના નાગરિકોને એ જાણવાનો પૂરો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે અને તેમના ખોરાકમાં ખાંડ, મીઠું કે સેચ્યુરેટેડ ફેટ કેટલા પ્રમાણમાં છે. સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે આ બાબત માત્ર નિયમો પૂરતી સીમિત નથી, પરંતુ કરોડો લોકોના સ્વાસ્થ્ય અને વિશેષ કરીને બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી છે. બેંચે કેન્દ્ર સરકારને છેલ્લી તક આપતાં બે અઠવાડિયાનો સમય આપ્યો છે અને ચેતવણી આપી છે કે જો…

Read More

Russia,તા.13 રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ગુરુવાર, 13 ઓગસ્ટે પ્રથમ વખત દેશના પૂર્વ સરહદ પર આવેલા વિવાદિત કુરીલ દ્વીપસમૂહના પ્રવાસે પહોંચ્યા હતા. પુતિનની આ મુલાકાતને પગલે જાપાને ભારે નારાજગી વ્યક્ત કરીને રશિયા સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. રશિયન પ્રમુખ ભવન ક્રેમલિન દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, પુતિને ત્યાં એક ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ વિરોધ વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું છે કે ‘ઉત્તરીય ક્ષેત્ર’ (નોર્ધર્ન ટેરિટરીઝ) ઈતિહાસ અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જાપાનનો જ ભાગ છે. તેથી જ જાપાને પુતિનની આ મુલાકાત સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયા અને જાપાન…

Read More