- જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri રાસોત્સવમાં સાતમા-આઠમા નોરતે, જેમ જેમ રાત પડે… તેમ તેમ જોશ ચડે…તેવો માહોલ સર્જાયો
- Vadiya: હનુમાન ખીજડીયા ગામે ફરી દીપડાએ મારણ કર્યું
- Jamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત
- Jamnagarમાં ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે રૂપિયાની ઉઘરાણી મુદ્દે માથાકૂટ, નશાની હાલતમાં યુવક ઝડપાયો!
- Gandhidham: સ્ટેટ ટીટીમાં અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સે ટાઇટલ જીત્યા
- દશરથ-દશાનન અને Dussehraનો આધ્યાત્મિક અર્થ
- Morbi બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી Kanti Amrutiaએ આપ્યા તપાસના આદેશ
- Paris સળગી ઊઠ્યુંઃ ૧૫૦૦ દુકાનો લૂંટાઈ, ૧,૦૦૦ પોલીસકર્મી ઘાયલ
Author: Vikram Raval
New Delhi, તા. 14 ભારતનાં પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે રોહિત શર્મા અને વિરાટ કોહલીના સમર્થનમાં કહ્યું છે કે આવતાં વર્ષે યોજનારા વનડે વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગીનો આધાર તેમની ઉંમર નહીં પણ તેમનું પ્રદર્શન હોવું જોઈએ. તેમણે કહ્યું કે બંને ખેલાડીઓ એકદમ ફીટ છે અને જો તેઓ રન બનાવી રહ્યાં હોય, તો તેમની ઉંમરને લઈને કોઈ પણ જાતનો સવાલ ન ઉઠવો જોઈએ. મેસીનું ઉદાહરણ હરભજને કહ્યું, “ખેલાડી ગમે તે હોય, મારું માનવું છે કે પસંદગીનો માપદંડ માત્ર ને માત્ર પ્રદર્શન હોવો જોઈએ, ઉંમર નહીં.” તેમણે 39 વર્ષના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીનું ઉદાહરણ આપતાં કહ્યું કે જો કોઈ ખેલાડી મોટી…
New Delhi, તા. 14 ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ડાબા ઘૂંટણની સમસ્યા અને સોજાના કારણે શ્રીલંકા સામેની આગામી બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે મેચ દરમિયાન ફીલ્ડિંગ કરતી વખતે તેમને આ ઈજા થઈ હતી. હાલમાં 32 વર્ષીય બુમરાહ બેંગલુ સ્થિત `BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ’ ખાતે રિહેબિલિટેશન (રિકવરી)માંથી પસાર થઈ રહ્યાં છે અને તેમની વાપસી અંગે હજુ કોઈ ચોક્કસ સમય નક્કી થયો નથી. સિરીઝ માટે બુમરાહના સ્થાને યુવા ફાસ્ટ બોલર આકિબ નબીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહની ઈજાને કારણે તેમનાં ‘વર્કલોડ મેનેજમેન્ટ’ અંગે ફરી ચર્ચા જાગી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત…
Mumbai, તા. 14 આઈપીએલ-2026માં મુંબઈ ઈન્ડિયાની કપ્તાની કરનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી સીઝનમાં નવી ટીમ માટે રમતા જોવા મળી શકે છે. પાછલી સીઝનમાં મુંબઈનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. રિપોર્ટ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હવે હાર્દિકને ટ્રેડ કરવા માટે તૈયાર થઈ ગઈ છે અને આ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે વાતચીત ચાલી રહી છે. ટાઈટન્સ સાથે કપ્તાની પર વાત બગડી હાર્દિક માટે પહેલાં ગુજરાત ટાઈટન્સ સાથે વાત ચાલી રહી હતી, પરંતુ વાત કપ્તાની પર બગડી ગઈ. ગુજરાતની કપ્તાની શુભમન ગિલ પાસે છે જ્યારે હાર્દિક કેપ્ટન તરીકે વાપસી ઈચ્છતા હતા. એવામાં ફ્રેન્ચાઈઝી સાથે સહમતિ બની શકી નહીં.
New Delhi,તા.14 આમ તો એક પુખ્ત વયની વ્યક્તિનાં શરીરનો લગભગ 60 ટકા હિસ્સો પાણીનો હોય છે. ઘણાં લોકો 24 કલાકમાં 8 ગ્લાસ પાણી પીવા પર ધ્યાન કેન્દ્રિત રાખે છે, પરંતુ સીસીડીસીપીના અનુસાર એકીસાથે વધુ પાણીનું સેવન ન કરવું જોઈએ. પાણી પીવાની સાચી રીત કઈ છે? * તરસ લાગે ત્યારે પાણી ચોક્કસ પીઓ. આ સંકેત છે કે શરીરને પ્રવાહી પદાર્થની જરૂર છે. * 2 કે 3 લીટર પાણી એકસાથે નહીં પરંતુ થોડી-થોડી વારે પીઓ. * હવામાન અને શારીરિક પ્રવૃત્તિઓના હિસાબે પાણીનું સેવન વધારો કે ઘટાડો. * પેશાબનો રંગ પણ જુઓ. જો પેશાબનો રંગ વધુ પીળો હોય તો તે પાણીની કમીનો સંકેત…
Mumbai,તા.14 પીઢ અભિનેત્રી વૈજયંતિમાલાએ ગુરુવારે તેમનો 93મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ પ્રસંગે બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક મીઠો વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં જેકી શ્રોફની નમ્રતાએ બધાને પ્રભાવિત કર્યા છે. જેકી શ્રોફે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં, તે પહેલા વૈજયંતીમાલાને પ્રણામ કરતો અને પછી તેમના પગ સ્પર્શીને તેમના આશીર્વાદ લેતો જોવા મળે છે. આ ઝલક સ્પષ્ટપણે અભિનેતાને વૈજયંતીમાલા પ્રત્યે ઊંડો આદર દર્શાવે છે. વીડિયો પોસ્ટ કરતા અભિનેતાએ લખ્યું, “જન્મદિવસની શુભકામનાઓ વૈજયંતીમાલા, તમે હંમેશા અમારા હૃદયમાં રહેશા” વૈજયંતિમાલાની વાત કરીએ તો, તેમને ભારતીય સિનેમાના “ટ્વંકલ ટોઝ” તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 13 વર્ષની…
કાટમાળ નીચે દબાતા 9 મજુરોના મોત Chamoli, તા.14 વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પ્રોજેકટની નિર્માણધીન ટનલમાં અચાનક ભારે માત્રામાં કાટમાળ અને પાણી ઘુસી જતા તેમાં કામ કરી રહેલા 28 જેટલા મજુરો ફસાયા છે. જેમાં લગભગ 9 મજુરોના મોત નીપજયા છે. જયારે અનેક મજુરો લાપતા છે. જયારે 19 જેટલા મજુરોને બચાવવામાં આવ્યા છે.લાપતા ત્રણ જેટલા મજુરોની શોધખોળ ચાલી રહી છે. રેસ્કયુ કરવામાં આવેલા મજુરોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. રાહત અને બચાવ અભિયાનમાં એનડીઆરએફ એસડીઆરએફ, આઈટીબીપી પોલીસ સહીત અન્ય ટેકનીકલ અને વિશેષજ્ઞની ટીમ ઘટનાસ્થળે મોજુદ છે. ટનલમાં ફસાયેલા મજુરો બચાવો-બચાવોની બૂમો પાડતા હતા ટનલનો કાટમાળ આવવાથી ઓકિસજન લેવલ ઘટી ગયુ હતું જેથી શ્વાસ…
Sri Lanka તા. 14 ભારતીય ક્રિકેટ ટીમનાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ગુરૂવારે સંકેત આપ્યો હતો કે શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારત પોતાનાં ત્રણેય ડાબોડી (લેફ્ટ આર્મ) સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે. તેમણે કહ્યું કે કુલદીપ યાદવ, માનવ સુથાર અને રવિન્દ્ર જાડેજા ત્રણેય અલગ-અલગ રીતે બોલિંગ કરીને વિકેટો લઈ શકે છે. કુલદીપ કાંડાના ઉપયોગથી સ્પિન કરાવીને બેટ્સમેનને થાપ આપી શકે છે, જાડેજાની એકદમ સચોટ બોલિંગ મોટામાં મોટા બેટ્સમેનને પણ પરેશાન કરી શકે છે, જ્યારે સુથાર એકદમ સાદી અને પરંપરાગત સ્ટાઈલના ડાબોડી સ્પિનર છે. આવડત અલગ-અલગ મોર્કેલે કહ્યું, ‘કુલદીપ આપણી સાથે છે અને તે આક્રમક રીતે બોલિંગ કરે છે. તેનો અનુભવ…
New Delhi, તા. 14 કેન્દ્ર સરકાર સોનાનાં દાગીનાની ખરીદીને વધુ સુરક્ષિત બનાવવા માટે એક નવી સિસ્ટમ લાવી રહી છે. આ સિસ્ટમ મુજબ, જ્યારે પણ તમે હોલમાર્કવાળું સોનું ખરીદશો, ત્યારે તેનાં 6 અંકના ખાસ નંબર (HUID) આગળ ઓનલાઈન સિસ્ટમમાં `વેચાઈ ગયું’ (Sold) એવું લખાઈ જશે. આ નવો નિયમ આવવાથી ચોરીનાં દાગીનાં ફરીથી વેચવાનું કે પછી એક જ હોલમાર્ક નંબર બીજા દાગીનાં પર વાપરીને નકલ કરવાનું સાવ બંધ થઈ જશે. આ યોજના અંગે અત્યારે મોટા પાયે કામ ચાલી રહ્યું છે. સરકારની યોજના છે કે આ નિયમ પહેલાં મોટા શહેરોનાં મોટા શોરૂમ (સંગઠિત જ્વેલર્સ) માટે ફરજિયાત કરાશે, અને ત્યારબાદ ગામડાંઓ તથા નાના સોનીઓ…
Mumbai,તા.14 ભારતીય શેરબજાર ડે-ટ્રેડર્સના કારણે કેસીનો જેવું બની ગયું છે તથા તેમાં 96% ટ્રેડર્સ નાણા ગુમાવે છે તેવા આવી રહેલા અહેવાલ વચ્ચે હવે સેબીએ દેશમાં એક્રીડીએટેડ- ઈન્વેસ્ટરનો એક ખાસ વર્ગ નિયત કરવા કવાયત શરૂ કરી છે અને તે માટેના માપદંડ પણ નિશ્ચિત થયા છે. સેબીના પ્રસ્તાવ મુજબ જેની નેટવર્થ- તથા રોકાણના પણ કાઈટેરીયા બદલાયા છે. જે મુજબ જે રોકાણકાર પાસે ઓછામાં ઓછી રૂા.5 કરોડની સંપતિ- નેટવર્થ હોય અથવા તેટલું રોકાણ હોય તેને એક્રેડીએટેડ- ઈન્વેસ્ટરનો દરજજો મળી શકે છે. કંપનીઓ તથા ટ્રસ્ટો માટે તે રૂા.20 કરોડની લઘુતમ મર્યાદા છે. અત્યાર સુધી એક્રેડીએટેડ ઈન્વેસ્ટરનો માટે નેટવર્થનો નિયમ રૂા.2 કરોડનો હતો અથવા કુલ…
Washington, ચીન પરની નિર્ભરતા ઓછી કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશથી આયાત કરવામાં આવતા ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સ પર 100% સુધીનો જંગી ટેરિફ (આયાત કર) લાદવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ નવો ટેરિફ મોટાભાગે 3 સપ્ટેમ્બરથી અમલી બનશે. ટ્રમ્પ પ્રશાસનના નવા ફરમાન મુજબ, આ ભારે-ભરખમ 100% ટેરિફ એવા સંવેદનશીલ ડ્રોન પર લાગુ થશે જેનું વજન 25 કિલોગ્રામથી વધુ છે અથવા જેમાં થર્મલ ઈમેજિંગ જેવી એડવાન્સ સુરક્ષા ટેક્નોલોજી આપેલી છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના દાયરામાં ન આવતા હોય તેવા નાના કે સામાન્ય ડ્રોન પર 25 % જેટલો ઓછો ટેરિફ…
