Author: Vikram Raval

Ukraine તા.1 એક રિપોર્ટ અનુસાર યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનની ઉર્જા જરૂરિયાતોને પુરી કરવામાં ભારત મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. કીવ સ્થિત ઓઈલ વિશ્લેષણ ફર્મ નેફટોરિનોક અનુસાર જુલાઈ 2025માં યુક્રેને ભારત પાસેથી સૌથી વધુ ઓઈલ ખરીદ્યુ છે. ગત મહિને યુક્રેનની ડિઝલ આયાતમાં ભારતની ભાગીદારી 15.5 ટકા રહી. આ રિપોર્ટ ત્યારે બહાર આવ્યો, જયારે અમેરિકાએ રશિયન ઓઈલ આયાત ચાલુ રાખવા માટે ભારતીય વસ્તુઓ પર 50 ટકા ભારે ટેરિફ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકાનો દાવો છે કે ઓઈલ આયાતથી યુક્રેનની વિરુદ્ધ રશિયાના યુદ્ધને નાણાકીય પોષણ આપવામાં આવે છે. ટ્રમ્પ પણ યુદ્ધને ખતમ કરવાના સતત પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,…

Read More

Tianjin,તા.1 ચીનના ઔદ્યોગીક શહેર તિયાનજીનમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરી રીતે છવાઈ ગયા હતા તો બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગથી લઈ રશિયાના રાષ્ટ્રવડા વ્લાદીમીર પુટીન અને અન્ય રાષ્ટ્રવડાઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જબરુ સન્માન આપ્યુ હતું અને પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ તો જોતા જ રહી ગયા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે આ બેઠકનો ઉપયોગ અમેરિકાને આકરો સંદેશો આપવામાં પણ કર્યો હતો. તેમણે ટ્રમ્પનું નામ લીધા વગર જ અમેરિકી રાષ્ટ્રપતિ અને તે દેશ પર આકરો પ્રહાર કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ધમકીભર્યા વ્યવહાર, દાદાગીરી અને તાકાતની રાજનીતિ ચલાવી લેવાશે નહી. તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે તટસ્થતા, ન્યાય…

Read More

Tianjin,તા.01 ચીનના ઔદ્યોગીક-આધુનિક શહેર તિયાનજીનમાં શાંધાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પુર્વે અનેક ડિપ્લોમેટીક સંદેશાઓ આપતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રથમ મુલાકાતમાં જ બન્ને દેશો ઉષ્માભર્યા સંબંધો માટે આતુર હોવાના સંકેતો મળ્યા છે. જો કે વડાપ્રધાને તેમની ચીન યાત્રાના પ્રારંભ પુર્વે જ સાવચેતીભર્યા અભિગમ અપનાવ્યો હતો પણ ગઈકાલે પ્રથમ તબકકામાં ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ સાથે તેઓએ 40-45 મિનિટ સુધીની પ્રારંભીક વાતચીતથી આગામી સમયમાં બન્ને વધુ સારા સંબંધો ભણી આગળ વધશે. તેમાં સંદેશ આપી દીધો હતો તો આજે શાંધાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં શ્રી મોદી શ્રી રશિયાના વડાપ્રધાન વ્લાદીમીર પુટીનની જબરી કેમેસ્ટ્રી જોવા મળી હતી.…

Read More

Tianjin તા.1 શાંઘાઈ શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક નેતાઓ સાથેના અંગત સંબંધો ફરી એક વખત બહાર આવ્યા છે. એક તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ પણ મોદીને ખુશ કરવા માટે પ્રયત્ન કરતા હોય તેવું જણાતુ હતું. તો બીજી તરફ આ શિખર બેઠક બાદ દ્વિપક્ષી મંત્રણા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન બંને એક જ કારમાં રવાના થયા હતા અને આ નેતાઓ માટે ચીનના રાષ્ટ્રપતિએ ખાસ રેડફલેગ અને અત્યંત સુરક્ષિત કાર આપી હતી. વડાપ્રધાન મોદી અને પુટીન એક જ કારમાં સાથે જતા જોઈને અનેક રાષ્ટ્ર નેતાઓ દ્વારા આ કેમેસ્ટ્રીની નોંધ લેવામાં આવી હતી તો પુટીને પણ વડાપ્રધાન પ્રત્યે…

Read More

Kabul,તા.1 અફઘાનીસ્તાનમાં ગઈકાલે રાત્રીના છ ની તીવ્રતા સાથેના આવેલા ભયાનક ભૂકંપે પૂર્વીય અફઘાનીસ્તાનમાં તબાહીના દ્રશ્યો સર્જી દીધા છે અને અનેક ગામડાઓમાં હજારો મકાનો ભૂકંપના કારણે ધસી પડતા છેલ્લા સમાચાર મુજબ મૃત્યુઆંક 610નો થયો છે અને 1300થી વધુ ઘાયલ છે તો હજુ સેંકડો લોકો કાટમાળ હેઠળ ફસાયા હોવાના અહેવાલ છે જેથી મૃત્યુઆંક અત્યંત ઉંચો જઈ શકે છે. આ ભૂકંપ ગઈકાલે રાત્રે સ્થાનીક સમય મુજબ 11.47 કલાકે આવ્યો હતો. ફકત આઠ કી.મી.ની ત્રિજયામાં જ આ ભૂકંપની અસર હતી જેના કારણે તેનાથી વિનાશ અત્યંત વધી ગયો છે. અફઘાનીસ્તાનના બીજા નંબરના મોટા શહેર જલાલાબાદથી ફકત 27 કી.મી. દુર નંગરહાર પ્રાંતમાં આ ભૂકંપનું ભૂમિબિંદુ જમીનમાં…

Read More

Gandhinagar, તા.૩૦ વોટચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર વોટ ચોરી નું ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની લોકસભા બેઠક, નવસારી, અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની ચકાસણી કરીને વોટચોરીના આક્ષેપો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં અમિત ચાવડાએ રાહુલ ગાંધીના વોટ ચોરીના ખુલાસાનો ઉલ્લેખ કર્યો અને મતદારોની ચકાસણી કરવી જરૂરી છે તેવું જણાવ્યું. પત્રકારોને વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે કે ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬,૦૯,૫૯૨ મતદારો છે. તેમાંથી ૪૦% એટલે કે ૨,૪૦,૦૦૦થી વધુ મતદારોની ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન ૩૦,૦૦૦ થી…

Read More

New Delhiતા.૩૦ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવી રહેલા ટેરિફ અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે વધી રહેલા દબાણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારત કોઈને પોતાનો દુશ્મન માનતું નથી. આ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતો નથી, માત્ર કાયમી હિતો હોય છે. ભારત માટે પોતાના ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોના હિતો જ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આત્મનિર્ભરતા માત્ર લાભ જ નહીં, પરંતુ એક જરૂરિયાત બની ગઈ છે. રાજનાથ સિંહ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણી મહત્ત્વની ટિપ્પણીઓ કરી. તેમણે કહ્યું કે, આજે…

Read More

China, તા.૩૦ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન બાદ શનિવારે ચીન પહોંચી ગયા છે. જાપાનથી સીધા ચીનના તિયાનજિન પહોંચેલા પીએમ મોદીનું રેડ કાર્પેટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અહીં તેઓ ત્યેનજિન શહેરમાં ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં સામેલ થશે. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અલગ અલગ દ્વિપક્ષીય વાર્તા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ ૭ વર્ષ પછી ચીન ગયા છે. વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો અને ઈંડિયન આર્મી વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પીએમ મોદીની આ પ્રથમ ચીનની મુલાકાત છે. તો વળી રશિયન ઓયલ ખરીદવા પર ભારતના માથે અમેરિકા…

Read More

મનોજ જરાંગે પાટિલના નેતૃત્વમાં મરાઠા સમુદાયના આંદોલનકારીઓ મુંબઈના આઝાદ મેદાનમાં અનામત આપવાની માંગણી સાથે પ્રદર્શન કરી રહ્યા છે Maharashtra, તા.૩૦ Maharashtraના મુંબઈમાં મરાઠા અનામત મુદ્દે રાજકારણ ગરમાયું છે. મનોજ જરાંગે પાટિલના નેતૃત્વમાં મરાઠા સમુદાયના આંદોલનકારીઓ મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરી રહ્યા છે. જરાંગે ઓબીસી ક્વોટામાં મરાઠાઓને અનામત આપવાની માંગણી સાથે ભૂખ હડતાળ પર છે. મુંબઈમાં હજારો વિરોધીઓ એકઠા થયા છે અને તેમણે મુંબઈને બાનમાં લઈ લીધુ છે, અનેક રસ્તા બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તેમને હટાવવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી છે. મરાઠા આંદોલનકારીઓએ સાઉથ મુંબઈમાં ઠેર-ઠેર રસ્તાઓ પર બેસીને રસ્તાઓ બ્લોક કરી દીધા છે, જેને હટાવવા…

Read More

Islamabad,તા.૩૦ પાકિસ્તાન ગમે તેટલું છુપાવવાનો પ્રયાસ કરે, પરંતુ કોઈને કોઈ સ્વરૂપમાં તે ખુલ્લું પડી જાય છે કે ઓપરેશન સિંદૂરએ પાકિસ્તાનના બધા ગૌરવને તોડી નાખ્યા છે. આનો અંદાજ એ હકીકત પરથી પણ લગાવી શકાય છે કે ભારતના હુમલા પછી, પાકિસ્તાન નવી દિલ્હી સાથે વાતચીત માટે ઉત્સુક છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને અન્ય નેતાઓએ અડધો ડઝનથી વધુ વખત ભારત સાથે વાતચીતની ઓફર કરી છે. આ વખતે, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે શુક્રવારે ફરી એકવાર ભારત સાથે વાતચીતની નવી ઓફર કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ડારે કહ્યું કે પાકિસ્તાન તમામ પડતર મુદ્દાઓ, ખાસ કરીને કાશ્મીરના મુદ્દા પર આદર અને ગૌરવપૂર્ણ રીતે…

Read More