- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
Ahmedabad, તા.૬ દરિયાપુર વિસ્તારમાં રહેતા અને સિલાઈ કામ કરી ગુજરાન ચલાવતા એક ગરીબ કારીગર સાથે ક્રેડિટ કાર્ડની સ્કીમ બંધ કરવાના નામે રૂ. ૯૪,૬૯૮ની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં એક્સિસ બેંકના કર્મચારી તરીકે ફોન કરી સ્કીમ બંધ કરવાના બહાને વોટ્સએપ પર લિંક મોકલી પિન નંબર મેળવી લીધા હતા. ત્યારબાદ પૈસાની ઠગાઇ કરવામાં આવી હતી. આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.મૂળ રાજસ્થાનના અને હાલ દરિયાપુરના લુણસાવાડ ત્રણ બત્તી પાસે આવેલા અશોકભાઈ પ્રજાપતિના મકાનમાં ભાડે રહેતા અને સિલાઈ કામ કરતા રાવલરામ ઘેવરરામ દરજી (ઉ.વ. ૩૨) નામના યુવાને એક મહિના અગાઉ જ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ…
Bhavnagar તા.૬ યુવાનોનેે સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ પર્વમાં ખાસ અલાયદા અને ઉડીને આંખે વળગે તેવા મનોહર ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે ભાવનગર શહેર અને જિલ્લાની વિવિધ બજારોમાં ભારે ધમધમાટ વધી રહ્યો છે.નવરાત્રિમાં દરરોજ અલગ અલગ જાતના વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા આભુષણો અને વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ પૂર્વે જ તૈયારીઓ શરૃ કરી દેતા હોય છે. શહેરના વોરાબજાર, પીરછલ્લા શેરી, વાઘાવાડી રોડ, વિકટોરીયા પાર્કની સમગ્ર દિવાલ તેમજ કાળીયાબીડ સહિતના…
New Delhi, તા.૬ રાજ્યમાં ખેડૂતો,આંગણવાડી વર્કરો બાદ હવે સરકારી કર્મચારીઓએ પણ લાંબા સમયથી લટકતા પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારની નીતિઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરીને પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકારને ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સરકાર નિયત સમયમાં પ્રશ્નો નહીં ઉકેલે તો રાજ્યભરના સરકારી કર્મચારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનું શંખનાદ કરશે.સિટી ગાઇડ જુઓરાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓના પ્રશ્નો છેલ્લા ઘણાં સમયથી વણઉકેલ્યા રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા કર્મચારી આલમમાં અસંતોષ વ્યાપેલો છે. મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ…
Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન New Delhi, તા.૬ ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી પોતાની પ્રતિભા અને તોફાની બેટિંગથી ભારતીય ક્રિકેટમાં ચર્ચાનો વિષય બની ગયો છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થતી પાંચ ટી-૨૦ની શ્રેણીમાં પણ તેને પ્લેઈંગ-ઈલેવનમાં સ્થાન મેળવવા માટે રાહ જોવી પડી શકે છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સૂર્યવંશી સાથે થયેલી વાતચીતનો ખુલાસો કરતાં કહ્યું છે કે સારા ફોર્મમાં હોવા છતાં અગાઉથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે યુવા બેટરને તક માટે રાહ જોવી પડશે.સૂર્યવંશીએ તાજેતરમાં એશિયન ગેમ્સમાં પણ પોતાની ક્ષમતા બતાવી હતી. શ્રીલંકા સામેની સેમિફાઈનલમાં તેણે મુશ્કેલ પિચ પર માત્ર ૨૧ બોલમાં ૩૮ રન કર્યા હતા.…
Riyadh, તા.૬ રિયાધમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય કટોકટી બેઠક બાદ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તૂર્કિયેએ હૂતી હુમલાઓના સખત જવાબમાં મક્કા રક્ષા કરાર હેઠળ સામૂહિક રક્ષા જવાબદારી તાત્કાલિક લાગુ કરવા પર સહમતિ દર્શાવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ નક્કી કરાયેલા લશ્કરી દળોની સાઉદી અરેબિયામાં વ્યાપક તૈનાતી, સહિયારી સુરક્ષા વ્યવસ્થા અને ઉભરતા જોખમો સામે નિવારક તૈયારીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ત્રણેય દેશોએ સુરક્ષાને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે.પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તૂર્કિયેએ ગત ઓગસ્ટ મહિનામાં જ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ પર ઐતિહાસિક હસ્તાક્ષર કર્યા હતા. આ કરારની શરતો મુજબ ત્રણેય દેશોમાંથી કોઈપણ એક દેશ પર સશસ્ત્ર હુમલો થવાની સ્થિતિને તમામ ત્રણેય દેશો…
New Delhi, તા.૬ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા આપમેળે ફોર્મ-૬માં સુધારાને લઇને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ફરી આરોપો લગાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પરથી સ્પષ્ટ થાય છે કે ફોર્મ-૬ને જ્ઞાનેશ કુમાર દ્વારા ગેરકાયદે ફેરફારો કર્યા હતા. જે પણ લોકો જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી થશે. દરમિયાન કોકરોચ જનતા પાર્ટીએ ૧૦મી ઓક્ટોબરના જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહીની માગ સાથે જંતર મંતરે આંદોલનની જાહેરાત કરી છે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ઘેરવા વિપક્ષે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ ૬ ઓક્ટોબરના ચૂંટણી પંચની ઓફિસનો ઘેરાવ કરશે. જે પહેલા દિલ્હીમાં ઇન્દિરા ભવનમાં પક્ષ દ્વારા મોટી બેઠક યોજવામાં…
New Delhi, તા.૬ ભારતનું અમેરિકા સાથે ટ્રેડ ડીલ થાય કે ન થાય, પરંતુ ભારત બીજા દેશો સાથે ધડાધડ ટ્રેડ ડીલ કરી રહ્યુ છે. આવું જ એક ટ્રેડ ડીલ સ્વિટ્ઝરલેન્ડ સાથે કરવામાં આવ્યું છે. આ ડીલ હેઠળ સ્વિટ્ઝરલેન્ડ ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે અને ૧૦ લાખ નવી નોકરીનું સર્જન કરશે. સ્વિટઝરલેન્ડના પ્રમુખ ગાય પાર્મેલિનની મુલાકાત પછી બંને દેશ વ્યાપાર-રોકાણમાં વધારા સાથે એકબીજા સાથે કેટલાય ક્ષેત્રોમાં સહયોગ વધારવાની સહમતી વ્યક્ત કરી છે.ભારત અને સ્વિટ્ઝરલેન્ડના સંબંધોને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી અને સ્વિસ પ્રમુખ ગાય પાર્મેલિનની મુલાકાત પછી બંને દેશ વચ્ચે વ્યાપાર અને રોકાણ વધારવાની સાથે-સાથે…
moscow, તા.૬ રશિયાના સાઇબિરીયા વિસ્તારમાં આવેલી અતિસંવેદનશીલ પ્લેગ અને અન્ય ખતરનાક ચેપી રોગોની રિસર્ચ લેબોરેટરીના ૨૮ વર્ષીય મહિલા લેબ ટેકનિશિયનનું એક રહસ્યમય ઇન્ફેક્શનથી કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તાર સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટના બાદ તકેદારીના ભાગરૂપે ડઝનબંધ લોકોને તાત્કાલિક આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે ૨૦૦ જેટલા લોકોને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.સાઇબિરીયાના શેલેખોવ શહેરમાં આવેલી ‘ઇર્કુત્સ્ક રિસર્ચ એન્ટી-પ્લેગ ઇન્સ્ટિટયૂટ’માં કામ કરતી ૨૮ વર્ષીય મહિલા લેબ ટેકનિશિયન દાર્યા શિપિલોવા ને ગંભીર પ્રકારનો અજ્ઞાત ન્યુમોનિયા થયો હતો. તેની સ્થિતિ ઝડપથી બગડતાં તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડયો હતો.રશિયાની ચેપી…
washington, તા.૬ એઆઈથી ગીતો બનાવવાની ટેકનોલોજી ઝડપથી આગળ વધતાં વિશ્વની મોટી રેકોર્ડ કંપનીઓ માટે નવી તકો સાથે નવા પડકારો પણ ઊભા થયા છે. એક તરફ લેબલ્સ એઆઈ કંપનીઓ સાથે લાઇસન્સિંગ ડીલ કરીને નવી કમાણી ઊભી કરવા માગે છે, તો બીજી તરફ એઆઈથી બનેલા નકલી ગીતો, કલાકારોના અવાજની નકલ અને કાપિરાઇટ અંગેની ચિંતા વધી રહી છે.યુનિવર્સલ મ્યુઝિક, સોની મ્યુઝિક અને વોર્નર મ્યુઝિક જેવી મોટી કંપનીઓએ એઆઈ મ્યુઝિક પ્લેટફોર્મ સુનો અને ઉડિયો સામે કાપિરાઇટ કેસ કર્યા હતા. આરોપ હતો કે એઆઈ મોડલ્સને ટ્રેનિંગ આપવા કાપિરાઇટ ધરાવતાં ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, કેટલીક કંપનીઓએ કોર્ટની લડાઈને બદલે લાઇસન્સિંગનો રસ્તો અપનાવ્યો હતો.…
New Delhi, તા.૬ તાઇવાનના રાષ્ટ્રપતિના પુત્રની જાસૂસી કરવા બદલ અમેરિકામાં ચીની એજન્ટની ધરપકડ, હ્લમ્ૈંએ કરી ધરપકડ. હ્લમ્ૈંએ લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલાની ધરપકડ કરી હતી જ્યારે તે દેશ છોડી રહી હતી. એજન્સી અનુસાર, વાનિંગ ઝાંગ (હીથર) અમેરિકામાં રહેતા હતા ત્યારે ચીની સરકાર માટે તાઇવાનના રાષ્ટ્રપતિના પુત્ર અને તેમના પરિવાર પર નજર રાખતા હતા. ઝાંગે તેના લક્ષ્યોના ફોટા અને વીડિયો લીધા અને વાહન લાઇસન્સ પ્લેટની માહિતી ચીની અધિકારીઓને મોકલી.હ્લમ્ૈંએ લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલાની ધરપકડ કરી હતી જ્યારે તે દેશ છોડી રહી હતી. એજન્સી અનુસાર, વાનિંગ ઝાંગ (હીથર) અમેરિકામાં રહેતા હતા ત્યારે ચીની સરકાર માટે તાઇવાનના રાષ્ટ્રપતિના…
