- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
New Delhi, તા.21 ફિફા વર્લ્ડ કપ 2026 એ રોમાંચ અને રેકોર્ડ બંને બાબતે નવો ઇતિહાસ રચી દીધો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં પહેલાં કરતાં વધુ ટીમો સામેલ કરવામાં આવી હતી, જેની અસર મેચોની સંખ્યા અને ગોલ પર પણ સ્પષ્ટ દેખાઈ. સ્પર્ધા દરમિયાન કુલ 104 ગોલ થયાં, જે વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈ એક સીઝનમાં સૌથી વધુ છે. આ પહેલાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ 2014 અને 2022 ની સીઝનમાં 64-64 ગોલનો હતો. ટૂર્નામેન્ટમાં ગોલની ઝડપ પણ શાનદાર રહી. સરેરાશ દરેક મેચમાં લગભગ 2.95 ગોલ જોવા મળ્યાં, જે આ સ્પર્ધાનાં ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ આંકડાઓમાંથી એક છે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ ફિફા ક્લબ વર્લ્ડ…
New Delhi,તા.21, ફિફા વર્લ્ડ કપ 2026 ફાઇનલ દરમિયાન લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર પોતાનો અભિપ્રાય આપ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થયા હતા. આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેની ટાઇટલ મેચ દરમિયાન અખ્તર ટેપમેડ અને પીટીવીના ફૂટબોલ શોના પેનલમાં વિશ્લેષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જોકે, તેમનો દેખાવ અને ફૂટબોલ પરની તેમની ટિપ્પણીઓ બંને ઘણા દર્શકોને પસંદ પડી ન હતી. ચર્ચા દરમિયાન શોએબ અખ્તરે જણાવ્યું હતું કે, ફૂટબોલના ઇતિહાસમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતાં મોટી બ્રાન્ડ ક્યારેય બની નથી. છેલ્લા દાયકામાં FIFA અને વિશ્વભરની ઘણી મોટી ફૂટબોલ લીગે રોનાલ્ડોની લોકપ્રિયતાનો પૂરેપૂરો લાભ લીધો છે. તેમનો વ્યાપારી પ્રભાવ…
New York, તા. 21 ફિફા વિશ્વ કપ 2026 સ્પેનની ખિતાબી જીત અને અર્જેન્ટીનાની હાર સાથે સમાપ્ત થઈ ગયો. દુનિયાની આ સૌથી મોટી ટૂર્નામેન્ટથી આખરે સૌથી વધુ આર્થિક ફાયદો કોને થયો? હવે આ વાતને લઈને ચર્ચા જામી છે. ખરેખર, ફિફા વિશ્વ કપનું આર્થિક ચિત્ર બે ભાગમાં વહેંચાયેલું દેખાય છે. એક તરફ ફિફા છે, તો બીજી તરફ યજમાન દેશ અમેરિકા, કેનાડા અને મેક્સિકો છે. રિપોર્ટ અનુસાર, ફિફાને વિશ્વ કપથી આશરે રૂા.86 હજાર કરોડની આવક થઈ છે. બીજી તરફ, અમેરિકા અને કેનાડાને જંગી આર્થિક લાભ મળ્યો છે, જ્યારે મેક્સિકોને એટલો લાભ થયો નથી. 1.25 લાખ કરોડ રૂપિયાની કમાણી ફિફા 2026 વિશ્વ કપ અને…
New York, તા.21 વર્લ્ડ કપમાં સૌથી લાંબા સમય સુધી ગોલ ન ખાવાનો રેકોર્ડ બનાવનાર સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોને આનો શ્રેય પોતાનાં સાથી ખેલાડીઓને આપ્યો, જેનાં કારણે તેમનું કામ સરળ થઈ ગયું હતું. આ આખી ટૂર્નામેન્ટમાં સ્પેનની ડિફેન્સ લાઈને શાનદાર રમત દર્શાવી અને તેમની વિરુદ્ધ માત્ર એક જ ગોલ થયો. આમાં ગોલકીપર સિમોનની ભૂમિકા મહત્વપૂર્ણ રહી, જેમણે વિશ્વ કપમાં સર્વાધિક 650 મિનિટ સુધી ગોલ ન ખાવાનો નવો રેકોર્ડ બનાવ્યો. સિમોને કહ્યું, ‘અન્ય ગોલકીપરની સરખામણીમાં મારા હાથોને એટલી મહેનત કરવી પડી નહોતી.’ સિમોને ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ગોલકીપર તરીકે ‘ગોલ્ડન ગ્લોવ્સ’ જીત્યો, જોકે તેમને માત્ર 14 બચાવ (સેવ) કરવાની જરૂર પડી. સિમોને કહ્યું, ‘મને…
New York, તા.21 60,000 માઇલનું અંતર કાપ્યું અને આ દરમિયાન લગભગ 115 કલાક વિમાનમાં વિતાવી. ઇન્ફેન્ટિનોએ અમેરિકા, મેક્સિકો અને કેનાડામાં રમાયેલા વર્લ્ડ કપ દરમિયાન ત્રણ દેશોનાં 16 શહેરોનો પ્રવાસ કર્યો. તેમની આ યાત્રા આખરે અર્જેન્ટીના અને સ્પેન વચ્ચે ન્યૂ જર્સીમાં રમાયેલા ફાઇનલ મુકાબલા સાથે સમાપ્ત થઈ. ઇન્ફેન્ટિનોએ ટૂર્નામેન્ટ દરમિયાન વર્લ્ડ કપના 44 મેચ જોયાં. તેમણે તમામ 16 સ્ટેડિયમોમાં ઓછામાં ઓછો એક મેચ જરૂર જોયો. મિયામીના હાર્ડ રોક સ્ટેડિયમમાં તેમણે સર્વાધિક પાંચ મેચ જોયા. સેમીફાઇનલ સુધી તેમનાં વિમાને 23 વાર આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી. ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો ઇન્ફેન્ટિનોએ આ દરમિયાન માત્ર મેચ જોવા માટે એક શહેરથી બીજા શહેર જવામાં 59,281…
New York, તા. 21 ખિતાબી મુકાબલામાં અંતિમ સીટી વાગવાની સાથે જ લગભગ છ અઠવાડિયામાં ત્રણ દેશોમાં રમાયેલા કુલ 104 મેચોનો ફૂટબોલ મહાકુંભ સમાપ્ત થઈ ગયો. આ ટૂર્નામેન્ટમાં મેદાન પર રોમાંચક રમત જોવા મળી જેમાં ઉલટફેર, નાટકીય વાપસી, શાનદાર ગોલ અને રમતનાં સૌથી મોટા સિતારાઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સામેલ હતું. હવે 2030 ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં થનારી આગામી મુલાકાત પહેલાં, આ વર્લ્ડ કપની કેટલીક ખાસ વાતો અને ખાસ યાદો પર નાખીએ એક નજર: નાની ટીમોનો મોટો ધમાકો :- નવા 48 ટીમ વાળા ફોર્મેટને લઈને એકતરફી મુકાબલા અને ગ્રુપ સ્ટેજમાં રોમાંચની કમીની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ કેપ વર્ડે, કોંગો અને કુરાસાઓ…
Buenos Aires,તા.21 ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં સ્પેને અર્જેન્ટીનાને 1-0થી હરાવીને બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી પોતાનાં નામે કરી લીધી છે. આ હાર સાથે જ અર્જેન્ટીનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીનું સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું હતું. મેસી માટે આ છેલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો હતો, જેના કારણે ચાહકોમાં ભારે નિરાશા છવાઈ ગઈ હતી અને મેચ પૂરી થતાં જ અર્જેન્ટીનાની રાજધાની બ્યુએનોસ આયર્સમાં હિંસા ભડકી ઉઠી હતી. રાજધાનીના મુખ્ય કેન્દ્ર ગણાતાં ઓબેલિસ્ક નજીક હજારોની સંખ્યામાં ઉશ્કેરાયેલા ફેન્સ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. જોતજોતામાં વાતાવરણ વણસી ગયું અને ચાહકો તથા પોલીસ વચ્ચે તીવ્ર ઝડપ શરૂ થઈ…
New York,તા.21 સ્પેને આર્જેન્ટિનાને હરાવીને વર્લ્ડ કપ 2026 જીત્યો, અને આ સાથે, સ્ટાર પ્લેયર લેમિન યામાલ સાથે ’19’ નંબર જોડવાનો રસપ્રદ સંયોગ પણ ઇતિહાસનો ભાગ બની ગયો. 19 વર્ષીય યામાલે 19 જુલાઈના રોજ 19 નંબરની જર્સી પહેરીને વર્લ્ડ કપ ફાઇનલ રમી હતી. અને તેના કારકિર્દીનો પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો હતો. એટલું જ નહીં, 19 વર્ષ પહેલાં, જ્યારે તે માત્ર પાંચ મહિનાનો હતો, ત્યારે આર્જેન્ટિનાના દિગ્ગજ લિયોનેલ મેસીએ યુનિસેફ ફોટોશૂટ દરમિયાન તેને બાથટબમાં નવડાવ્યો હતો. તે સમયે મેસીએ બાર્સેલોનામાં પણ 19 નંબરની જર્સી પહેરી હતી.
London, તા. 21 ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની પ્રથમ બે મેચમાં નબળાં પ્રદર્શન બાદ રોહિત શર્માએ ત્રીજી અને નિર્ણાયક મેચમાં ધમાકેદાર વાપસી કરી છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ખરાબ પરિસ્થિતિ વચ્ચે 138 રનની સદી ફટકારીને રોહિત શર્માએ આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. પ્રથમ બે મેચમાં ફ્લોપ રહ્યાં બાદ સીધાં ચોથા સ્થાને પહોંચીને તેમણે આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો છે.રોહિત શર્માએ 3 મેચોની આ સિરીઝમાં 58.33ની શ્રેષ્ઠ એવરેજથી કુલ 175 રન બનાવ્યાં છે. આ સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સુકાની શુભમન ગિલ (188 રન) બાદ રોહિત શર્મા બીજા નંબરે રહ્યાં છે, જ્યારે દિગ્ગજ…
ફાલ્ગુની વસાવડા હમણાં પરિવારમાં પિતા સમાન અંગત સ્વજનનું મૃત્યુ થયું! અને વળી જન્મ યુવાની, ગૃહસ્થી, પ્રોઢા, વૃદ્ધ અને અરસપરસ એનાં દરેક સમયનાં મુકામે મોહ, માયા, મમતાની વૃદ્ધિ કરતાં સંસારનું ચક્રવ્યૂહ! અને એમાં પરિવારનો રોલ! આ બધું જ એક ચિત્રપટ જેમ નજર આગળથી પસાર થયુ, કારણ કે આટલાં મોટાં કુટુંબમાં પરણીને આવે 37 વર્ષ ઉપર પૂરાં થયાં, એટલે સારાં માઠાં પ્રસંગે ભેગાં થવું, સૌની પસંદ નાપસંદ, આ બધું જ જાણતાં હોઈએ! અને એ મુજબ આમન્યાથી જીવ્યાં હોઈએ! પણ દેહ વિલય પછીનો એ ઉદ્વેગ વગરનો અને શાંત ચહેરો, જીવ ને એક ચિંતન કરાવી ગયો!: કે મૃત્યુ! વેદના કે વ્હાલ? ઉંમરનાં અમુક મુકામ…
