- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
Ahmedabad,તા.૨૦ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં ૧૮ જુલાઈએ થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનામાં હવે વધુ એક ગંભીર રીતે દાઝેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૦ પર પહોંચી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં હજુ પણ ચાર દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં એક મહિલાની હાલત અત્યંત ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે ફટાકડા ઉત્પાદન અને સલામતીના નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, બ્લાસ્ટ બાદ પાંચ ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં એક મહિલા અને ચાર પુરુષનો…
Surat,તા.૨૦ સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા સામે કોર્ટ લાલાધુમ. કોર્ટે જણાવ્યું કે, રાજ્ય સરકાર તલસ્પર્શી અભ્યાસ અને હાઈલેવલ કમિટીના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે. ડિમોલિશન કેસમાં સરકાર સામે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર તપાસના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટે નોંધ્યું કે કમિટી તો બનાવી છે, પરંતુ તપાસનો વિષય, સીમા અને જવાબદારી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વધુમાં એસએમસી કમિશનર સામે ગંભીર આક્ષેપો હોવા છતાં તેમની પાસેથી કોઈ ખુલાસો કેમ માંગવામાં આવ્યો નથી તે અંગે…
(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે આવેલ પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.જેમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લો પડેલો શૌચાલયનો કુવામાં બે નિર્દોષ ભેંસો માટે જીવલેણ સાબિત થયો. સદનસીબે સ્થાનિક લોકોની સતર્કતા અને ક્રેઈનની મદદથી ભારે જહેમત બાદ બંને ભેંસોને સલામત રીતે બહાર કાઢવામાં આવી. આ બનાવમાં મળતી વિગત મુજબ નાના લીલીયા ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના સાંકડા કુવામાં એકી સાથે બે ભેંસ પડી જતા તેમાં ફસાઈ ગઈ હતી અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ના હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને કલાકોની મહેનત બાદ રેસ્ક્યૂ ઓપરેશન સફળ રહ્યું.સ્થાનિકોના જણાવ્યા મુજબ આ…
(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦ ધારી તાલુકાના કરેણ ગામે તથા નાની ગરમલી ગામે રહેતા બે જૂથ સામે અથડામણ થતા લગભગ આઠ જેટલાં લોકોને ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર માટે દવાખાને ખસેડાવામાં આવતા આ બનાવમાં બંને પક્ષોએ સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. ધારી તાલુકાના કરેણ ગામે રહેતા ભરતભાઇ મંગળુભાઇ વાળા નામના ૪૦ વર્ષીય ખેડૂતના મજુર ભાગીયાને ધારી તાલુકના નાની ગરમલી ગામે રહેતા આરોપી રાજુભાઇ રામકુભાઇ વાળાએ અગાઉ હાથ ઉછીના રૂપીયા આપેલ હતા. જેના બદલામાં આરોપી પોતાની વાડીનુ કામ મજુર પાસે કરાવતા હતા. જેથી આ બાબતે ખેડૂતે આરોપીને ઠપકો આપેલ હતો. જે બાબતે આરોપીને સારૂ…
(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦ અમરેલી તાલુકાના સરંભડા ગામે નદીમાંથી થઈ રહેલા કથિત ગેરકાયદે રેતી ખનન સામે સ્થાનિક ગ્રામ જનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ ખાણ-ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કરતા અસરકારક કાર્યવાહી થઇ હોવા છતાં વહીવટીતંત્રની સાથે મળી ગામલોકો પણ એકત્રિત થયા હતા. સુરત અને અમદાવાદમાં વસતા સરંભડા ગામના વતનીઓ પણ માદરે વતન પહોંચી વિરોધમાં જોડાયા હતા. નદી કાંઠે એકત્રિત થઈ ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી રેતી ચોરી બંધ કરાવવા અને પ્રકૃતિના સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો. અમરેલી તાલુકાના સરંભડા તથા આજુબાજુના ગામે શેત્રુજી નદીમાંથી કથિત ગેરકાયદે રેતી ચોરી કરી અને નદીમાંથી ૧૦ ફૂટ જેટલી નદીમાંથી રેતી ખનન…
(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦ ખાણ ખનિજ વિભાગ અમરેલી દ્વારા ખનિજ ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આંબા જીરા ગામની સીમમાં ગઈકાલે આકસ્મિક રીતે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ખાણ ખનીજ વિભાગની ખનીજ વિભાગને મોટી સફળતા મળી હતી. આ બનાવમાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ખાણ ખનીજ વિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે ગઈકાલ તારીખ ૧૯ ના રોજ આંબા જીરા ગામે આવેલ નદીમાં ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન કરી અને પરિવહન કરતા ૩ ડમ્પર, ૨ ટ્રેક્ટરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સ્થળ પરથી મળી આવેલ કુલ ૫ વાહનો અને રેતીનો જથ્થો મળીને અંદાજે રૂપિયા ૩૧ લાખનો…
(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦ આજે સવારે અંદાજે ૧૦ કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે, ખીજડિયા ખારી ગામે પ્રવીણભાઈ મોહનભાઈ પઢિયારની વાડી વિસ્તારમાં આવેલ કુવામાં એક વ્યક્તિ ડૂબી ગઈ છે. આ બનાવની જાણ મળતા જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.બી. બાંભણિયાના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ફાયર ટીમે પોતાની સૂઝબૂઝ અને અનુભવના આધારે કુવામાંથી ડૂબી ગયેલા વ્યક્તિના મૃતદેહનું સફળ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ બનાવમાં મૃતકની ઓળખ જખવાડીયા હિંમતભાઈ મોહનભાઈ (ઉં.વ.૮૦), રહે. ખીજડિયા ખારી તરીકે થઈ છે. આ રેસ્ક્યુ…
Kundheli તા.૨૦ હાલમાં જાહેર થયેલ NEET ૨૦૨૬ ના પરિણામમાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી મહેતર અનિશ અબ્બાસભાઈએ ૬૧૩ ગુણ મેળવી જિલ્લા કક્ષાએ ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે. માતા ગૃહિણી તથા પિતા વ્યાપાર સાથે સંકળાયેલા છે. એવા સામાન્ય પરિવારના બાળકે મેળવેલા શ્રેષ્ઠ પરિણામ થકી તેવો ડૉક્ટર બનવાનું સ્વપન પૂર્ણ કરશે. અનિશભાઈએ જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ કાર્ડિયોલોજિસ્ટ બનવાનું સ્વપન રાખે છે. જેઓએ જણાવ્યું હતું કે આ શ્રેષ્ઠ પરિણામ પાછળ તેના માતાની તેમના વાંચન માટે કાળજી તથા પિતાની શાળાએ પહોંચાડવાની નિયમિતતા છે. તેમણે શાળા માટે કહ્યું હતું કે શાળામાં લેવાતી રાઉન્ડ ટેસ્ટ તથા ખઈચ સોલ્યુશનથી પોતાના નિર્ધારિત ધ્યેય સુધી પહોંચી શક્યા છે. આ ઉપરાંત…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ જામનગર શહેરના મહાકાળી સર્કલ નજીક મહાકાળી મંદિર પાસે આવેલા રાવળવાસ વિસ્તારમાં દારૂના નશામાં તોફાન મચાવતા એક યુવકને તેના જ સગા ભાઈએ પોલીસના હવાલે કરી દીધો હતો.ફરિયાદ મુજબ, મહાકાળી સર્કલ નજીક રહેતો અને મજૂરી કામ કરતો જયેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ દારૂના નશામાં ઘરે હોબાળો અને તોફાન મચાવી રહ્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં તેના જ સગા ભાઈએ રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે ૧૧૨ ઇમરજન્સી સેવામાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી બંનેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.પોલીસ સ્ટેશન ખાતે પંચોની હાજરીમાં કરાયેલી તપાસ દરમિયાન જયેશભાઈના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોવાનું, આંખો લાલ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦ લાલપુર તાલુકાના પડાણા પાટિયા નજીક હાઈવે પર રવિવારે વહેલી સવારે બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક ડમ્પર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ ચાલકના બંને પગમાં ફ્રેક્ચર થતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અકસ્માતગ્રસ્ત ડમ્પરના માલિકે બીજા ડમ્પરના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જ્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ કચ્છ જિલ્લાના નાના કપાયા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાણસીભાઈ પચાણભાઈ સાગરે જણાવ્યું હતું કે તેમનો ડમ્પર (જીજે-૧૨-બીજે-૭૮૧૨) જામનગર તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવતો ડમ્પર (જીજે-૩૯-ટીએ-૧૨૭૮), જે આનંદભાઈ…
