Author: Vikram Raval

Sikkim,તા.21 સિક્કિમના નામચી જિલ્લામાં એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. અહીં નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનના તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની નિર્માણ હેઠળની ટનલમાં મિથેન ગેસના વિસ્ફોટ બાદ ભૂસ્ખલન થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 18 હજુ પણ ટનલની અંદર ફસાયેલા છે. ટનલમાં જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ, ઑક્સીજનની કમી દુર્ઘટના સમયે ટનલમાં NHPCના કર્મચારીઓ સહિત કુલ 25 વર્કર્સ હાજર હતા. બીજા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે, પરંતુ ઝેરી વાયુ અને ઓક્સિજનની ભારે અછતને કારણે બચાવ કાર્યમાં મોટા પડકારો આવી રહ્યા છે. ટનલની દોઢ કિલોમીટર અંદર થયો બ્લાસ્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટનલની અંદર લગભગ…

Read More

New Delhi,તા.21 પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પૂંછ જિલ્લામાં સૌથી વધુ તબાહી મચી છે, જ્યાં પહાડ પરથી કાદવ અને મલબો ધસી પડતાં એક જ પરિવારના સાત સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. બે દિવસમાં હવામાન સંબંધિત હોનારતોને કારણે રાજ્યમાં કુલ 24 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 6 લોકો હજુ પણ કાદવ અને પૂરના પાણીમાં લાપતા છે.હવામાનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સતત બીજા દિવસે પણ અમરનાથ, માતા વૈષ્ણોદેવી, રિયાસી સ્થિત શિવખોડી અને કિલતવાડમાં સરથલ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે, અમરનાથ ધામ માટે બાલ્તાલના માર્ગેથી કેટલાક શ્રદ્ધાળુઓને રવાના કરવામાં…

Read More

Mumbai,તા.21 દિલ્હીમાં CJP ના નેતૃત્વ હેઠળ NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણ સુધારાની માંગ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન સામે મનોરંજન જગતમાંથી મોટો સપોર્ટ સાંપડ્યો છે. જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે.દિલજીત દોસાંજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “જે કંઈ પણ થયું તે ખૂબ જ ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ન થવો જોઈએ. હું સત્તાધીશોને વિનંતી કરું છું કે તેઓ વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળે.” અગાઉના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતાં તેણે ઉમેર્યું કે, “મને અગાઉ પણ ઘણી વાર ‘દેશદ્રોહી’ (Anti-National) ચિત્રવવામાં આવ્યો છે અને મને ખબર…

Read More

New Delhi,તા.21 સંસદના મોનસૂન સત્રની શરૂઆત સાથે જ NEET પરીક્ષામાં કથિત ગોટાળાનો મુદ્દો ગરમાયો છે. આ દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ NEET મુદ્દે સરકારનો પક્ષ રાખતાં જણાવ્યું છે કે, ગોટાળાની માહિતી મળતાં જ સરકારે ત્વરિત અને કડક કાર્યવાહી કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આ મામલે 13 લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલાયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિલંબ વગર ફરીથી પરીક્ષા યોજી પરિણામ પણ જાહેર કરી દેવાયું હતું.કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને ભવિષ્યમાં આવા પેપર લીક અટકાવવા માટે લેવાઈ રહેલા સખત પગલાંની રૂપરેખા આપી છે. સરકારે દોષિતોને સખતમાં સખત સજા આપવા અને ભવિષ્ય માટે…

Read More

Mumbai,તા.21 મનોરંજન જગતની ઝગમગાટ પાછળ એક કાળો ચહેરો પણ છુપાયેલો છે, જેને અવારનવાર ‘કાસ્ટિંગ કાઉચ’ તરીકે ઓળખવામાં આવે છે. ટીવી ઇન્ડસ્ટ્રીના સુપરહિટ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકેલી જાણીતી અભિનેત્રી સિમ્પલ કૌલે પોતાના કરિયરના શરૂઆતના દિવસોનો એક અત્યંત ચોંકાવનારો અને ડરામણો અનુભવ શેર કર્યો છે. સિમ્પલ કૌલે ખુલાસો કર્યો છે કે કેવી રીતે એક જાણીતા પ્રોડ્યુસરે તેને કામ આપવાના બહાને રૂમમાં એકલી બોલાવી હતી અને તેની સાથે ગેરવર્તણૂક કરવાનો પ્રયાસ કર્યો હતો. સિમ્પલ કૌલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, જ્યારે તે આ ગ્લેમર વર્લ્ડમાં નવી હતી અને કામની શોધમાં હતી,…

Read More

Mumbai,તા.21 એક સમયે હું હવે નહીં ગાઉ એમ કહી નિવૃત્તિ જાહેર કરનાર લોકપ્રિય ગાયક અરિજિતસિંહનું નવું ગીત આવતીકાલે સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર સ્ટ્રિમ થશે. ‘આવારાપન ટુ’ ફિલ્મનું ગીત યેહ આવારાપન ૨૧ જુલાઇએ રજૂ કરવામાં આવશે. ‘આવારાપન ટ’ુ ફિલ્મ બનાવનાર બેનર વિશેષ ફિલ્મ્સ સાથે ગાયક અરિજિતસિંહના સંબંધો પંદર વર્ષથી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિશેષ ભટ્ટે જણાવ્યા મુજબ રશ્મિ વિરાગ લિખિત અને અમાલ મલિક દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલું આ ગીત અરિજિતસિંહે ગાયું છે.ઇમરાન હાશમી, દિશા પટણી અને શબાના આઝમી અભિનિત આ ફિલ્મ ‘આવારાપન ટુ ‘૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં રજૂ થવાની છે. ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કરે કર્યું છે. વિશેષ ફિલ્મ્સની ‘મર્ડર ટુ’ ફિલ્મમાં ફિર મોહબ્બત…

Read More

Mumbai,તા.21 બાન્દ્રા પશ્ચિમમાં બોલિવૂડના એક્ટર જ્હોન અબ્રાહમે ૮૪ કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. સેંટ માર્ટિન રોડ પર આવેલો આ બંગલાની ખરીદીના દસ્તાવેજોની નોંધણી ૧૪ જુલાઇના રોજ કરવામાં આવી હતી. આ સોદા માટે તેણે પાંચ કરોડ રુપિયાની તો ફક્ત સ્ટેમ્પ ડયૂટી ભરી છે. હાલ બાન્દ્રામાં બોલીવૂડની મોટી હસ્તીઓ રહેતી હોઇ જ્હોન અબ્રાહમની આ ખરીદી તેની સફળતાની સૂચક છે. તાજેતરમાં જ સલમાન ખાને બાન્દ્રામા પોતાનો એક ફલેટ વેચ્યો હતો. બોલિવુડના નવી પેઢીના કલાકારો મોટાભાગે બહુમાળી ફલેટ્સમાં રહેવાનું પસંદ કરે છે. કેટલાય કલાકારો તેમની જરુરિયાત મુજબ ડુપ્લેક્સ ફલેટ ખરીદતા હોય છે. શાહરુખ ખાન જેવા જુજ કલાકારો બંગલામાં રહે છે.…

Read More

Mumbai,તા.21 જેના વિશે સૌથી દર્શકોમાં વધુ ઇન્તેઝારી પ્રવર્તે છે તે ફિલ્મ ‘રામાયણ ભાગ એક’ની એક મિનિટ અને ૨૮ સેકન્ડની ક્લિપ વાયરલ થઈ જતાં ફિલ્મમેકર્સની ઉંઘ ઉડી ગઇ છે. કહેવાય છે કે આ લીક એક સ્માર્ટ ફોન પર રેકોર્ડ કરવામાં આવી હતી. આ લીક ડામવા હવે મેકર્સ કાનૂની પગલાં પણ લઈ રહ્યા છે.નવી દિલ્હીમાં ૧૮જુલાઇએ ભારત મંડપમમાં પસંદગીના કરાયેલાં આમંત્રિતો સમક્ષ પ્રથમ સંકલ્પ કાર્યક્રમ દરમ્યાન આ ફૂટેજ દર્શાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ આ ક્લિપ ઓનલાઇન ફરતી થઇ ગઇ હતી. ફિલ્મનું ટ્રેલર સત્તાવાર રીતે ૨૪ જુલાઇએ રજૂ થવાનું છે ત્યારે ગણતરીના દિવસો પહેલાં જ આ લીક થતાં તેને ડામવા ફિલ્મમેકર્સ સક્રિય…

Read More

Mumbai,તા.21 મલાઇકા અરોરા સાથે છ વર્ષ વર્ષ સંબંધ રાખ્યા બાદ તેની સાથે બ્રેક અપ કરનાર અર્જુન કપૂરનું નામ સાહિબા બાલી સાથે જોડાવાની વાતો ચગી હતી. પણ હવે સાહિબા બાલીએ ચોખવટ કરી જણાવ્યું છે કે અર્જુન કપૂર સાથે મારા ડેટિંગની વાતો પાયાવિહોણી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી વન ડે દરમ્યાન અર્જુન અને સાહિબા સાથે દેખાતાં તેમના ફોટા વાઇરલ બન્યા હતા. એ સાથે તેમની વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની વાતો પણ ચાલી હતી. આ મેચ દરમ્યાન અક્ષય કુમાર, ક્રિતી સેનન અને સૈફ અલી ખાન પણ જોવા મળ્યા હતા. ક્રિતી સેનને એમ એસ ધોનીની પુત્રી સાથે પડાવેલાં…

Read More

New York તા.21 ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાયેલી ફિફા વર્લ્ડ કપ ફાઇનલ મેચ માત્ર ફૂટબોલનો સૌથી મોટો સંગ્રામ જ નહીં, પરંતુ રમતગમતની દુનિયાની સૌથી મોંઘી ઇવેન્ટ્સમાંથી પણ એક બની ગઈ હતી. મેચના થોડા કલાકો પહેલાં ટિકિટોના ભાવ આસમાને પહોંચી ગયા હતા. રિસેલ પ્લેટફોર્મ્સ પર સામાન્ય ટિકિટો પણ લાખો રૂપિયામાં વેચાઈ રહી હતી, જ્યારે જિીંબઇીંબ જેવા પ્લેટફોર્મ પર પ્રીમિયમ હોસ્પિટાલિટી ટિકિટોનો ભાવ રૂ।.67 લાખથી વધુ બોલાઈ રહ્યો હતો. પરંતુ લક્ઝરી કન્સિયર્જ સર્વિસ ’નાઇટ્સબ્રિજ સર્કલ’ દ્વારા વેચવામાં આવેલાં એક વિશેષ ફાઇનલ એક્સપિરિયન્સ પેકેજે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં, જેની કિંમત 4 મિલિયન (આશરે રૂ।.38.51 કરોડ) હતી. આ સુપર-લક્ઝરી…

Read More