Author: Vikram Raval

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ભારતીય શેરબજારમાં શરૂઆત સકારાત્મક રહી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા અનુકૂળ સંકેતો, બેન્કિંગ અને માહિતી પ્રૌદ્યોગિકી શેરોમાં શરૂઆતની ખરીદી તથા વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિમાં સુધારાને કારણે બજાર ઊંચા સ્તરે ખુલ્યું હતું. જોકે દિવસના બીજા ભાગમાં નફાવસૂલીનું દબાણ વધ્યું અને ખાસ કરીને મોટા શેરોમાં વેચવાલી જોવા મળતાં બજારની શરૂઆતની તેજી ધીમે ધીમે ઓછી થઈ ગઈ. અંતિમ કલાકોમાં વેચવાલી વધતાં બજાર નબળાઈ સાથે બંધ થયું. આ દર્શાવે છે કે રોકાણકારો ઊંચા સ્તરે સાવચેત બની રહ્યા છે અને આગામી કોર્પોરેટ પરિણામો પહેલાં જોખમ ઘટાડવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. સેન્સેક્સમાં સવારે મજબૂત વધારો જોવા મળ્યો હતો, પરંતુ અંતિમ કલાકોમાં બેન્કિંગ, નાણાકીય અને…

Read More

વર્લ્ડ રેકોર્ડનો દાવોઃ આ શોમાં અંદાજે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો Washington, તા.૭ અમેરિકાના ૨૫૦ મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલી ૪૦ મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી હવે ભારે પડી રહી છે. આ ભયાનક ફટાકડાના ધુમાડાના કારણે રવિવારે વોશિંગ્ટન ડીસીની હવા વૈશ્વિક સ્તરે દુનિયાના કોઈ પણ મુખ્ય શહેર કરતાં સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરી નોંધાઈ હતી. શહેરમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ‘કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.પ્રદૂષણનું મોનિટરિંગ કરતી વૈશ્વિક સંસ્થા ‘ૈંઊછૈિ’ ના રેન્કિંગમાં વોશિંગ્ટન ડીસી થોડા સમય માટે દુનિયામાં પ્રથમ નંબરે પહોંચી…

Read More

એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમને તપાસી, સિક્યોરિટી ખામી શોધી અને અંતે ડેટાબેઝને એન્ક્રિપ્ટ કરી દીધો : ભવિષ્યમાં રેન્સમવેર ગેંગ્સ એઆઈ એજન્ટ્‌સનો ઉપયોગ કરીને એકસાથે અનેક સંસ્થાઓ પર એટેક કરશે California તા.૭ સાયબર ક્રાઇમની દુનિયામાં એક એવો કેસ સામે આવ્યો છે, જેને ભવિષ્યના ખતરાની ઝલક માનવામાં આવી રહ્યો છે. સાયબર સિક્યોરિટી કંપની જીઅજઙ્ઘૈખ્તના રિસર્ચર્સે દાવો કર્યો છે કે તેમણે દુનિયાનો પહેલો એઆઈ-રન રેન્સમવેર એટેક ઓળખ્યો છે. હેકર્સ અત્યાર સુધી એઆઈનો ઉપયોગ કોડ લખવા કે ફિશિંગ ઇ-મેઇલ તૈયાર કરવા જેવા કામમાં કરતા હતા, પરંતુ આ કેસમાં એઆઈએ જાતે જ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.રિપોર્ટ અનુસાર, ત્નટ્ઠઙ્ઘીેઁકકીિ નામના એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમની…

Read More