Author: Vikram Raval

Rajkot, તા. 11 સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળો આરંભે જ અતિ આકરો બની ગયો છે અને બે દિ’માં જ તાપમાન 1 થી 7 ડિગ્રી વધી ગયું છે. ગઇકાલે ‘યલો’ બાદ આજે રાજકોટ, અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દરમ્યાન ગઇકાલે રાજકોટ ઉપરાંત આઠ સ્થળોએ તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે નોંધાતા લોકો શેકાયા હતા. ગઇકાલે ભુજ ખાતે 42, રાજકોટમાં 41.7, સુરતમાં 41.8, અમરેલીમાં 40, અમદાવાદમાં 40.4, વડોદરામાં 49.8, ભાવનગરમાં 39.2, ડાંગમાં 41.4, ગાંધીનગરમાં 40.4, પોરબંદરમાં 39.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. જયારે ઉનાળાના તાપમાનમાં આગમન વચ્ચે વધારા-ઘટાડાનો દૌર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસ ઘટે…

Read More

America,તા.11 અમેરિકામાં ટ્રમ્પ શાસન બાદ શરૂ થયેલા ટે્રડવોરથી વિશ્વભરનાં શેરબજારોમાં મંદીનો હાહાકાર છે ખુદ અમેરીકા પણ તેની ઝપટમાં આવી ગયુ હોય તેમ અમેરિકન ઈન્વેસ્ટરોનાં 4 ટ્રીલીયન ડોલર ડુબી ગયા છે. અમેરિકામાં મંદીના ભણકારા લાગવા લાગતા વોલ સ્ટ્રીટમાં ગઈરાત્રે આક્રમક વેચવાલી વચ્ચે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. નાસ્ડેકમાં 4 ટકાનો કડાકો હતો જે સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી મોટો હતો. ડાઉજોન્સ 900 પોઈન્ટ પટકાયો હતો 2022 પછીનો તે સૌથી ખરાબ દિવસ બન્યો હતો.એસ એન્ડ પી 500 ઈન્ડેકસ 2.7 ટકા તૂટતા ફેબ્રુઆરીનાં સર્વોચ્ચ સ્તરથી 8 ટકા નીચે આવી ગયો છે. વેચવાલીનાં પ્રચંડ ટેકનોલોજી સહીત તમામ ક્ષેત્રોનાં શેરોમાં ગાબડા પડયા દુનિયાના સૌથી ધનવાન એલન…

Read More

New Delhi,તા.11 વડાપ્રધાન  નરેન્દ્ર મોદી બે દિવસની મોરેશિયસ મુલાકાતે પોર્ટ લુઈઝ પહોંચી ગયા છે. હિન્દ મહાસાગરમાં આવેલા આ ટાપુ રાષ્ટ્ર એ ભારતમાં વિદેશી રોકાણની દ્રષ્ટિએ સિંગાપોર બાદ બીજા નંબરનો સૌથી વધુ રોકાણ કરનાર દેશ છે અને આ દેશ તા.12 માર્ચને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે મનાવે છે. તે સંદર્ભમાં વડાપ્રધાન મોદીની મુલાકાત મહત્વની બની રહેશે. મોરેશિયસમાં અનેક વિકાસ યોજનાઓમાં ભારતનું મહત્વનું યોગદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા આ ટાપુ રાષ્ટ્રમાં વસતા સેંકડો ભારતીયો સવારથી જ પોર્ટલુઈસમાં એકત્ર થયા હતા. મોદીના આગમન સાથે તેઓએ વડાપ્રધાનને વધાવી લીધા નથી. વડાપ્રધાન શ્રી મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ અને તેમનુ સ્વાગત આ દેશના વડાપ્રધાન…

Read More

Congo, તા. 11 કોંગોમાં એક બોટ પલટવાથી તેમાં સવાર 25 લોકોના મોત થઈ ગયા છે. આમાં ઘણા ફૂટબોલ ખેલાડી પણ હતા. અહેવાલ અનુસાર, ખેલાડી રવિવારે રાત્રે માઈ-ન્ડોમ્બે પ્રાંતના મુસી શહેરમાં એક મેચ રમીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ક્વા નદીમાં તેમણે લઈ જતી બોટ પલટી ગઈ હતી. મુસી વિસ્તારના સ્થાનિક અધિકારી અનુસાર, બોટ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, ઘણા લોકો હજુ પણ ગુમ છે અને તેમને શોધવા માટે શોધ કામગીરી ચાલુ છે. કોંગોમાં આવા બોટ અકસ્માતો સામાન્ય છે, ખાસ કરીને જ્યારે રાત્રે બોટમાં ભીડ હોય છે. કોંગોમાં નદીઓ સ્થાનિક લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ…

Read More

Paris,તા.11 પાણીના ત્રણ સ્વરૂપ હોય છે. સખત, તરલ અને વરાળ એટલે કે વાયુ પણ ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યાનો દાવો કર્યો છે. તેમણે એ પણ સંભાવના બતાવી છે કે, અન્ય ગ્રહોમાં પાણી આ (ચોથા) સ્વરૂપમાં મોજૂદ હોઈ શકે. પાણીના આ ચોથા સ્વરૂપને હાલ પ્લાસ્ટિક આઈસ-7 નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ પાણીને એક ખાસ વાતાવરણમાં 327 ડિગ્રી સેલ્સીયસથી ગરમ કર્યા બાદ પાણીના ચોથા સ્વરૂપને હાંસલ કર્યું. ‘નેચર’ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ચોથુ સ્વરૂપ પ્લાસ્ટિક આઈસ-7 ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ પર મળી શકે છે. આ પહેલા વૈજ્ઞાનિકોએ અનેક સૈદ્ધાંતિક મોડેલોમાં પાણીના આ રૂપની હાજરીને લઈને…

Read More

New Delhi,તા.11 નવા આવકવેરા કાનૂનમાં કરદાતાના ડીજીટલ એકાઉન્ટ અને ડિજીટલ એસેટસ પણ ચકાસવાની આવકવેરા વિભાગને સતા છે તેવા અહેવાલ બાદ લોકોની સોશ્યલ મીડીયા- ઈ-મેલ તથા અન્ય ડિજીટલ ગુપ્તતાના અને ડેટાભંગનો મુદો ચગ્યો છે તે વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ નવી જોગવાઈ નથી અને તે કાર્યવાહીથી કરદાતાનો ગુપ્તતાનો કોઈ ભંગ થશે નહી. સતાવાર સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રકારની જોગવાઈ આવકવેરા-કાનૂન 1961માં અગાઉથી જ અમલમાં છે અને નવા કાનૂનમાં પણ તેને સમાવાઈ છે. ડીજીટલ એકસેસ મુજબ લોકો તેના ઈ-મેલ કે અન્ય પેસેન્જર મારફત જે કોઈ વાતચીત- ડોકયુમેન્ટની લેવડદેવડ કરે છે તે તપાસીને તેમાંથી કરચોરીનું પગેરૂ મેળવવા આવકવેરા વિભાગનો પ્લાન…

Read More

Washington, તા.11 સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ’X’ ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. સોમવારે ત્રણ વખત ’X’ ઠપ થયું હતું. જેના કારણે યુઝર્સ લોગ ઈન કરી શકતા નહોતા. ઘણાં યૂઝર્સ ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર ફરિયાદો નોંધાવી છે. એલોન મસ્કે દાવો કર્યો હતો કે, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર સાયબર હુમલો યુક્રેન ક્ષેત્રમાંથી થયો હતો. આનાથી સેવાઓમાં વિક્ષેપ પડ્યો અને સાયબર સુરક્ષા જોખમો અંગે ચિંતાઓ વધી. અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ યુક્રેન ક્ષેત્રમાંથી ઉદ્ભવતા IP એડ્રેસ સાથે ’X’ સિસ્ટમોને નીચે લાવવા માટે એક મોટો સાયબર હુમલો થયો હતો.’ અહેવાલો અનુસાર, સોમવારે બપોરે 3:30 વાગ્યે ’X’ ડાઉન…

Read More

મહારાષ્ટ્રઃ સરકારે લાડકી બેહન યોજનાની રકમ વધારી,સરકાર ઉત્તર પ્રદેશના આગ્રામાં શિવાજીનું સ્મારક બનાવશે. Maharashtra,તા.૧૦ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે ૨૦૨૫-૨૬ માટેનું બજેટ રજૂ કર્યું છે. સરકારે લડકી બહેન યોજનાની રકમ વધારીને ૩૬ હજાર કરોડ રૂપિયા કરી છે. જોકે, સરકાર આ યોજના હેઠળ ૧૫૦૦ રૂપિયાને બદલે ૨૧૦૦ રૂપિયાની સહાય ક્યારે આપવાનું શરૂ કરશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન, ગઠબંધને મુખ્યમંત્રી માઝી લડકી બહેન યોજના હેઠળ ગ્રાન્ટની રકમ વધારીને ૨૧૦૦ રૂપિયા કરવાનું વચન આપ્યું હતું. ઉપરાંત, સરકાર ઉત્તર પ્રદેશના આગ્રામાં શિવાજીનું સ્મારક બનાવશે. સોમવારે બજેટ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી અજિત…

Read More

Washington,તા.૧૦ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકા વિદેશી સહાય કાર્યક્રમોમાં ભારે ઘટાડો કરી રહ્યું છે. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે ઇરાક માટે પ્રતિબંધોમાંથી મુક્તિને નવીકરણ કરવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે તે યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યા વિના ઈરાન પાસેથી વીજળી ખરીદી શકતો હતો.યુએસ એમ્બેસીએ એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી. નિવેદનમાં જણાવાયું છે કે મુક્તિ શનિવારે સમાપ્ત થઈ ગઈ હતી અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નવીકરણને મંજૂરી આપી ન હતી. આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર મહત્તમ દબાણ અભિયાનનો એક ભાગ છે, જેનો હેતુ ઈરાનના પરમાણુ ખતરાને સમાપ્ત કરવા, તેના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને રોકવા અને તેને આતંકવાદી જૂથોને…

Read More