Author: Vikram Raval

New Delhi તા.11 અત્રે આનંદ વિહારમાં અડધી રાત્રે ઝુપડપટીમાં આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આગના આ બનાવની મધરાત્રે 2-22 વાગ્યે જાણ થતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગના આ બનાવમાં જીવતા ભડથુ થઈ જનારા યુપીના ઓરૈયાના રહેવાસી હતા. આગના બનાવનું કારણ જાહેર નથી થયું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

New Delhi,તા.11 તામિલનાડુ સહિત દક્ષિણના રાજયોમાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગુ કરવાના વિરોધમાં આજે ડીએમકેના સાંસદોએ સંસદની બેઠકના પ્રારંભ પુર્વે જ સંકુલમાં કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સરકાર દ્વારા દેશમાં હિન્દી, અંગ્રેજી અને એક સ્થાનિક ભાષા એમ ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગુ કરવા નવી શિક્ષણનીતિમાં જાહેરાત કરી છે. તામિલનાડુમાં તેનો જબરો વિરોધ થયો છે અને ગઈકાલે સંસદમાં પણ આ મુદે ડીએમકેના સાંસદોએ જબરા દેખાવ કર્યા હતા. આજે આ સાંસદોએ સંસદભવન બહાર કાળા કપડા પહેરીને દેખાવો કર્યા હતા. ખાસ કરીને તેઓ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના વિધાનોનો વિરોધ કરી રહ્યા છે જેમાં તામિલનાડુ સરકાર પર આરોપો મુકાયા હતા. આજે આ મુદે સંસદમાં ફરી એક…

Read More

New Delhi,તા.11 મંગળવારે પ્રકાશિત થયેલા એક નવા અહેવાલ મુજબ, વિશ્વના ટોચના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે, જેમાં આસામનું બાયર્નિહાટ આ યાદીમાં ટોચ પર છે. સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની IQAir દ્વારા રજૂ કરાયેલા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024માં જણાવાયું છે કે, દિલ્હી વૈશ્વિક સ્તરે સૌથી પ્રદૂષિત રાજધાની શહેર રહ્યું છે, જ્યારે ભારત 2024માં વિશ્વના પાંચમા સૌથી પ્રદૂષિત દેશ તરીકે સ્થાન મેળવ્યું છે, જે 2023માં ત્રીજા ક્રમે હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતમાં 2024માં PM2.5 ની સાંદ્રતામાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે સરેરાશ 50.6 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતો, જે 2023માં 54.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતો. છતાં, વિશ્વના 10…

Read More

Riyadh,તા.11 રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે આજથી ફરી એક વખત અમેરિકા-યુક્રેનની વાતચીત સાઉદી અરેબીયામાં શરુ થઈ રહી છે તે પુર્વે જ યુક્રેને રશિયા પર એક જબરો ડ્રોન હુમલો કર્યો છે અને તેના કારણે મોસ્કોમાં જબરુ નુકસાન થયુ હોવાનો અહેવાલ છે. મોસ્કોના મેયર સર્ગઈ સોબીયાનીન એ જાહેર કર્યુ કે, મોસ્કો પર દુશ્મનનો ડ્રોન હુમલો થયો છે અને અમે તેનો જવાબ આપ્યો છે. આમ હવે ઝેલેસ્કી પણ રશિયા સામે આક્રમક વલણ અપનાવતા જ શાંતિ વાટાઘાટો કેટલી સફળ થશે તે પ્રશ્ન છે. અગાઉની યુક્રેન મુદે અમેરિકા સાથેની રશિયાની વાતચીત પુર્વે જ રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો હતો. જયારે આજનો હુમલો…

Read More

પ્રત્યેક પરિવાર  હમેશાં સુખ-શાંતિ- સમૃદ્ધિભર્યું  જીવન  જીવવા  ઈચ્છે  તે સ્વાભાવિક  છે. અને  ઘરમાં  સંપ-વૈભવ લાવવામાં  વાસ્તુ મહત્ત્વની  ભૂમિકા  ભજવતું  હોવાથી લોકો પોતાનું મકાન વાસ્તુના  મહાત્મ્યને  ધ્યાનમાં  રાખીને બનાવડાવે  છે. જ્યારે કેલાંક લોકો વાસ્તુદોષ દૂર કરવાની વિધિનો સહારો લે છે. આમ છતાં કેટલીક  વખત  તેમને ઘરમાં  ચોક્કસ  પ્રકારની તોડફોડ  કરાવીને વાસ્તુદોષ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.  જો કે કેટલાંક  વાસ્તુ નિષ્ણાતો  કહે છે કે મકાનમાં  તોડફોડ  કરાવવાથી ઘણું આર્થિક  નુકસાન  થાય છે.  સાથે સાથે જ્યારે આ કામ ચાલી રહ્યું  હોય  ત્યારે  ઘરના  સભ્યોને  તકલીફ પડે તે અલગ.  બહેતર   છે કે એવા ઉપાયો  અજમાવવામાં આવે  જેમાં  કોઈપણ પ્રકારનું નુકસાન  વેઠયા વિના…

Read More

આપણે સ્વર્ગ અને નર્કના ચક્કરમાં એવા ફસાયા છીએ કે વાસ્તવિક જીવન તરફ નજર કરતા જ નથી. સ્વર્ગ અને નર્કની વાતો જે સાંભળીએ છીએ તેના વિશે ક્યાંય કોઈનો જાત અનુભવ હોય તેવું ઉદાહરણ મળ્યું છે. કોઈએ ક્યારેય કહ્યું છે કે, ફલાણી વ્યક્તિ સ્વર્ગમાં હતી અને ત્યાંથી તેણે પોતાના અનુભવો કહ્યા કે પછી નર્કમાં રહેનારી વ્યક્તિએ પોતાની યાતનાઓ વિશે આત્મકથા લખીને નીચે મોકલાવી. ઉપર ગયા પછી શું થાય છે તે બધી જ વાતો માત્ર કલ્પનાઓ છે. આ એવી કલ્પનાઓ છે જે વ્યક્તિને સારા કાર્યો કરવા માટે પ્રેરાણા પૂરી પાડતી રહે અને ખોટા રસ્તે જતી અટકાવી. આપણે આ મુખ્ય સાર ભુલીને સ્વર્ગ અને…

Read More

ઉનાળો આવતાં જ ડ્રેસના કાપડ તથા સ્ટાઇલમાં ફેરફાર થાય છે. આથી જ ગ્રીષ્મના આરંભ સાથે ફેશન ડિઝાઇનરો સમર કલેકશનની અવનવી શ્રેણી બજારમાં મૂકે છે. આ વર્ષે ગરમીની ઋતુમાં શોર્ટ ડ્રેસની હીટ ફેશન છે. આથી જ પ્રત્યેક તરુણીના વોર્ડરોબમાં શોર્ટ ડ્રેસ હોવા જરૂરી બની ગયા છે. એવું નથી હાલમાં ભારતમાં ઉનાળો હોવાથી આ  ફેશન પ્રચલિત બની છે. પરંતુ આંતરરાષ્ટ્રીયસ્તરે પણ શોર્ટ ડ્રેસનો જ ટ્રેન્ડ પ્રવર્તે છે આથી જ ઘણા ભારતીય ડિઝાઇનરોએ આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ સાથે તાલ મિલાવવા  ડ્રેસની લંબાઇ ઘટાડીને ઘુંટણ સુધીની કે તેનાથી પણ ઓછી કરી નાંખી છે. શોર્ટ સ્કર્ટ કે ડ્રેસથી ગરમીથી તો રાહત મળે જ છે ઉપરાંત તે અત્યંંત…

Read More

New Delhi,તા.11 3 એપ્રિલ 1984ના રોજ રાકેશ શર્મા પ્રથમ અને અત્યાર સુધી એક માત્ર ભારતીય નાગરિક બન્યા હતા જેણે ઈન્ટરકોસમોસ પ્રોગ્રામના ભાગ રૂપે સોયુઝ ટી-11 પર બોર્ડ પર અવકાશમાં મુસાફરી કરી હતી, જેણે સલ્યુટ 7ની મુલાકાત લીધી હતી. જો કે, આ મિશન સોવિયેત યુનિયન (હાલ રશિયા)ના રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે સ્વતંત્ર ભારતીય કાર્યક્રમનો ભાગ નહોતું. અવકાશયાનને ત્રણ લોકોને લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે, અને એક આયોજિત અપગ્રેડેડ વર્ઝન રેન્ડેઝવસ અને ડોકીંગ ક્ષમતાઓથી સજ્જ હશે.  તેના પ્રથમ ક્રૂડ મિશનમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) નું મોટાભાગે સ્વાયત્ત 5.3-મેટ્રિક ટન કેપ્સ્યુલ 400 કિમીની ઊંચાઈએ પૃથ્વીની…

Read More

Washington, તા. 11 ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આવતા અઠવાડિયે પૃથ્વી પર પાછા ફરવા માટે તૈયાર છે. તે છેલ્લા 9 મહિનાથી અવકાશમાં અટવાયેલા છે. આ સમયગાળા દરમિયાન, તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમની હિંમત ક્યારેય નબળી પડી નહીં. આ દરમિયાન સુનીતા વિલિયમ્સે અવકાશમાં પોતાનો સમય વિતાવવા અંગે કેટલાક મહત્વપૂર્ણ પ્રયોગો કર્યા છે. તે 900 કલાકથી વધુ સમયથી સંશોધનમાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં, તેણીએ ત્રણ અવકાશ મિશનમાં 600થી વધુ દિવસ પસાર કર્યા છે અને કુલ 62 કલાક અને 9 મિનિટ સુધી સ્પેસવોક કર્યું છે, જે કોઈપણ મહિલા અવકાશયાત્રી માટે સૌથી વધુ છે. અત્યાર સુધીમાં, તેણીએ ત્રણ અવકાશ મિશનમાં…

Read More

Mumbai તા.11 શેરબજારની વર્તમાન મંદીમાં ઉંચા પ્રિમીયમથી આઈપીઓ લાવનારી કંપનીઓની હાલત સામે આવવા લાગી છે ત્યારે સેબીએ હવે એસએમઈ, આઈપીઆનાં નિયમો કડક બનાવ્યા છે. નવા નિયમો હેઠળ હવે પ્રમોટરો ઓફર ફોર સેલ (ઓએફએસ) અંતર્ગત કુલ આઈપીઓનાં 20 ટકાથી વધુ હિસ્સાનું વેચાણ નહિં કરી શકે ઉપરાંત પ્રવર્તમાન હિસ્સેદારીના 50 ટકાથી વધુનું વેંચાણ નહિં કરી શકે. આઈપીઓમાં ઈન્વેસ્ટરોના હિતો જાળવવા માટે માર્કેટ નિયમનકાર સેબી વખતો વખત નવા નિયમનો દાખલ કરે જ છે. ગત મહિનાઓમાં પ્રાયમરી માર્કેટમાં નવા આઈપીઓનો ઢગલો થયો હતો અનેકમાં ઈન્વેસ્ટરોને નુકશાની વેઠવાની હાલત છે. સેબીએ હવે રોકાણકારોના હિતોના રક્ષણ કરવા માટે એસએમઈ આઈપીઓમાં નફા માપદંડને લાગુ કર્યા છે નવી…

Read More