Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી

    July 7, 2026

    Salman Khan ની સુપરહિટ ફિલ્મ “સુલતાન” ને ૧૦ વર્ષ પૂર્ણ થયા, દિગ્દર્શકે ખુશી વ્યક્ત કરી

    July 7, 2026

    ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, Nitish Kumar Reddy શ્રેણીમાંથી બહાર, Shivam Dubeyને તક મળી

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી
    • Salman Khan ની સુપરહિટ ફિલ્મ “સુલતાન” ને ૧૦ વર્ષ પૂર્ણ થયા, દિગ્દર્શકે ખુશી વ્યક્ત કરી
    • ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, Nitish Kumar Reddy શ્રેણીમાંથી બહાર, Shivam Dubeyને તક મળી
    • Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે
    • બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
    • T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય
    • Karthik માને છે કે સમસ્યા બિશ્નોઈની બોલિંગ એક્શનમાં નથી, પરંતુ તેના બદલાયેલા રન-અપમાં છે
    • તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Khamenei ના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ
    આંતરરાષ્ટ્રીય

    Khamenei ના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હૂથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની ખુલ્લેઆમ હાજરીના કારણે આખું વિશ્વ સ્તબ્ધ થયું

    Tehran, તા.૭

    ઇરાનના સર્વોચ્ચ વડા ખામેનેઈના અંતિમ સંસ્કાર ફક્ત અંતિમવિધિ ન રહેતા ઇરાન માટે વિશ્વ સમક્ષ રાજકીય પ્રદર્શનનું માધ્યમ બન્યા હતા. આ પ્રદર્શનમાં હુથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની હાજરીએ દર્શાવ્યું કે ઇઝરાયેલ સામે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ભારે નુકસાન છતાં પણ યથાવત્ છે. તેનો હજી પણ પ્રભાવ છે. આ અંતિમયાત્રા સાથે ઇરાને તેનો રાજકીય પ્રભાવ બતાવ્યો હતો.નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇરાને એક રીતે તેનું રાજકીય શક્તિ પ્રદર્શન જ કર્યુ છે. ઇરાન એ બતાવવા માંગતુ હતું કે તેનો સહયોગી સમૂહ ફક્ત લશ્કરી સંગઠન જ નથી, પરંતુ એક વ્યાપક રાજકીય અને વૈચારિક નેટવર્કનો હિસ્સો છે. આ નેટવર્ક વર્ષોથી પશ્ચિમના પ્રભાવ અને ઇઝરાયેલ સામેના પ્રતિરોધની રણનીતિનો હિસ્સો છે. આ જ કારણે ખામેનેઈની અંતિમ વિદાય ફક્ત વિદાય ન રહેતા ભૂરાજકીય શક્તિ પ્રદર્શનનું માધ્યમ બની હતી. તેના કારણે વિશ્વ અને તેમા પણ ખાસ કરીને ઇઝરાયેલને તે સંદેશ ગયો છે કે હમાસ, હીઝબુલ્લાહ અને હુથીને ખતમ થયેલા માની લેવું તે મોટી ભૂલ હશે.ઇરાનના દિવંગત સુપ્રીમ લીડર આયાતુલ્લાહ સૈયદ અલિ ખામેનેઈની રાજકીય રીતે યોજાયેલી અંતિમ વિધિમાં દુનિયાના ૧૦૦ જેટલા દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. તેમાં ભારતનું પ્રતિનિધિમંડળ ઘણું વિશાળ હતું. બીજીબાજુ ૧૩ જેટલા દેશો આમંત્રણ મળ્યું હોવા છતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના નથી. ઇરાની મીડીયાનો દાવો છે કે, તેની પાછળ અમેરિકાનો હાથ છે. આ દેશો અમેરિકાના દબાણ હેઠળ જનાજામાં હાજર રહી નહીં શકે.ભારતના પ્રતિનિધિત્વમંડળનું નેતૃત્વ બિહારના રાજ્યસભા લેફ્ટ. જન. (રિ.) સૈયદ આતા હુસનૈન વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માગ્રેરિટા તથા જ. અને કા.નાં પૂર્વ મુખ્યમંત્રી તથા પી.ડી.પી.ના અધ્યક્ષા મહેબૂબા મુફ્તિ પણ જોડાયા હતા. તેઓએ પણ પ્રતિનિધિઓનું નેતૃત્વ સંભાળ્યું હતું. ઉપરાંત કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ પણ હાજર રહ્યા હતા. ભારતના શીખ, ઇસાઈ, હિન્દુ, મુસ્લિમ અને ઇસાઈ ધર્મના નેતાઓએ ઇરાનના એ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઠ ઉપર મુકેલા એક લંબાણ પૂર્વકના પોસ્ટમાં ઇરાનના દિલ્હીસ્થિત દૂતાવાસે ભારતીય સમુદાયને ધન્યવાદ આપ્યા હતા. લખ્યું ‘ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઇરાન, દોસ્તી, સંવેદના અને દિલથી અપાયેલાં સન્માનનાં આ મૈત્રીભર્યા પગલાંને કદી ભૂલી નહીં શકે.’ ભારત સ્થિત યા દૂતાવાસે લખ્યું : ભારતની મિત્ર સરકાર અને ભારતની જનતાને દિલથી આભાર માને છે. વિશેષતઃ તો સત્તાવાર ભારતીય પ્રતિનિધિ મંડળનો આભાર માને છે કે જેઓને ભારત સરકાર અને ભારતની જનતા તરફથી આ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના શહીદ નેતા મહામહીમ આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.ઈરાનના મીડિયાએ જણાવ્યું છે કે, અંતિમ સંસ્કારનાં જુલુસ પહેલા એક સપ્તાહથી વોશિંગ્ટને કથિત રીતે એક રાજ્ય અભિયાન શરૂ કર્યું હતું. તેમાં વિદેશ મંત્રી રૂબિયો અને દુનિયાના દેશોમાં રહેલા અમેરિકાના રાજદૂતો પણ સામેલ હતા. તેમનો હેતુ આ કાર્યક્રમમાં વિદેશી ભાગીદારી રોકવાનો હતો. પરંતુ તેમાં તેઓ બહુ સફળ તો ન થયા, છતાં પૂર્વ યુરોપના ૩, આળિકાના પાંચ, ગલ્ફ પૈકી બે, જેવા બહુમતી દેશો છે. તેમજ પૂર્વ એશિયાના પણ બે દેશો પણ ખામેનેઇના અંતિમ સંસ્કારમાં હાજર રહેવાના નથી.

    Iran shows off political power at Khamenei Tehran
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026
    ગુજરાત

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ,રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    પયગંબર અંગે વિવાદિત નિવેદન મુદ્દે પોલીસ પાસે જવા Supreme Court ની સલાહ

    July 7, 2026
    ખેલ જગત

    World Cup football માં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી

    July 7, 2026

    Salman Khan ની સુપરહિટ ફિલ્મ “સુલતાન” ને ૧૦ વર્ષ પૂર્ણ થયા, દિગ્દર્શકે ખુશી વ્યક્ત કરી

    July 7, 2026

    ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, Nitish Kumar Reddy શ્રેણીમાંથી બહાર, Shivam Dubeyને તક મળી

    July 7, 2026

    Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે

    July 7, 2026

    બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

    July 7, 2026

    T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી

    July 7, 2026

    Salman Khan ની સુપરહિટ ફિલ્મ “સુલતાન” ને ૧૦ વર્ષ પૂર્ણ થયા, દિગ્દર્શકે ખુશી વ્યક્ત કરી

    July 7, 2026

    ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, Nitish Kumar Reddy શ્રેણીમાંથી બહાર, Shivam Dubeyને તક મળી

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.