Author: Vikram Raval

Junagadh, તા. 7 વંથલી તાલુકાના આબા ગામની સીમમાં દારૂની હેરાફેરી આબા ગામનો અબ્દુલ સાંઘ તથા ડુંગરપુરના લાખા મોરી કરતા હોવાની બાતમીના આધારે વંથલી પોલીસે દોડી જઇ તપાસ કરતા બિનવારસુ અલ્ટ્રો કાર નં. જીજે11 બીએચ 5839 નજરે પડતા તેની તલાસી લેતા તેમાંથી 13 પેટી, બોટલ નંગ 1પ6 કિંમત રૂા. 989પરનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર સહિત રૂા. ર,98,9પરનો મુદામાલ કબ્જે કરી બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read More

Junagadh તા.7 જુનાગઢ મજેવડી દરવાજાની ઘટનામાં બહાર ગામ ભાગી જવાની તૈયારી કરતા 3 શખ્સોને ક્રાઈમ બ્રાંચ પોલીસે દબોચી લઈ એ ડીવીઝનની હવાલે કરી દીધા હતા.  બે વર્ષ પહેલા હત્યા, હત્યાની કોશીષ, એસટી બસના કાચની તોડફોડ અન્ય વાહનોની તોડફોડના મામલે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. જુદી જુદી કલમોમાં આરોપીઓ હજુ ઘણા નાસતા ફરતા હોય બે વર્ષ બાદ કુંભારવાડાનો નિઝામુદીન ઉર્ફે નિઝામ હુસેન ભીમા, બુકરફળીયામાં રહેતો સાહીદ ઉર્ફે સાજીદ ઈકબાલ મેમણ અને પીશોરીવાડામાં રહેતો સકીલ ઉર્ફે આકીબ હસન ખંભાતીને ખાનગી બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.જે. પટેલ અને તેની ટીમે ધારાગઢ રોડ કુંભારવાડા નજીકતી બહાર ગામ ભાગી છુટે તે પહેલા દબોચી…

Read More

Jetpur, તા.7 ડમ્પરે મોરે મોરો આવવા દેતા મીની ટ્રક રોડ પરથી ઉતરી ગયો હતો, આ પછી બંનેના ચાલકો વચ્ચે જેતપુરના સારણના પુલ પાસે માથાકૂટ થતા યુવાનના માથામાં ધોકો ઝીંકી દીધો હતો. અમરેલી વડીયા નજીક બાવર બરવાળાના મહેશ વાળાએ ડમ્પર ચાલક પ્રતાપ મેર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહેશ કાબાભાઈ વાળા ( ઉ.વ.-30 રહે.વાળા શેરી ભાવર બરવાળા તા.વડીયા જિ.અમરેલી)એ જણાવ્યું કે, હું ડ્રાઇવિંગ કામ કરું છું. ગઈકાલે બપોરના આશરે ત્રણ સાડા ત્રણ વાગ્યાની આસપાસ હું મારા ગામથી જેતપુર માર્કેટ યાર્ડમાં મરચાની ગાડી ખાલી કરવા માટે આવેલ હતો. સાંજના સાત વાગ્યાની આસપાસ હું ગાડી ખાલી કરી મારા ગામ તરફ જતો હતો. અને…

Read More

Mathura-Vrindavan,તા.07 વ્રજની હોળી અનોખી હોય છે. મથુરા-વૃંદાવન સહિત સમગ્ર વ્રજ ક્ષેત્રમાં હોળીનો પારંપારિક – સાંસ્કૃતિક – ધાર્મિક ઉત્સવ શરૂ થઈ ગયો છે. વિશ્વ પ્રસિધ્ધ લડ્ડુ હોળી આજે મનાવવામાં આવનાર છે. ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બરસાનાના લાડલીજી મંદિરમાં ઉપસ્થિત રહેશે. આજે લડ્ડુ હોળી બાદ આવતીકાલે લઠ્ઠમાર હોળી ઉજવાશે. આ બન્ને દિવ્ય ઉત્સવમાં સામેલ થવા દેશવિદેશમાંથી લોકો ઉમટયા છે અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાથી માંડીને અનેકવિધ તૈયારી શરૂ કરવામાં આવી છે.

Read More

Mumbai,તા.07 ભારતીય શેરબજારમાં થઈ રહેલા કડાકાએ એક સમયે રોકેટ ગતિએ આગળ ધપી રહેલા આઈપીઓ માર્કેટને પણ હવે આંચકો આપ્યો છે અને એકથી વધુ કંપનીઓને તેના આઈપીઓ હાલ મુલત્વી રાખ્યા છે. તેઓને હાલની મંદીમાં પીટાઈ જવાનો ભય છે. તેમાં સ્ટાર્ટઅપ માટે સૌથી મોટી ચિંતા છે. ઝેપ્ટો- પાઈન લેબ ગ્રો- લેન્સ કાર્ટ સહિતની કંપનીમાં જેઓએ પોતાના વિદેશી એડ્રેસ ધરાવતી જતી તેઓએ ભારતમાં રજીસ્ટર કંપની સ્થાપીને આઈપીઓ લાવવા તૈયારી કરી હતી. તેઓએ પણ હવે કાં તો તેના આઈપીઓ હાલ મુલત્વી રાખવાની ફરજ પડી છે અથવા તો સાઈઝ ઘટાડવા માટે પણ તેઓએ પોતાના પ્રોસ્પેકટ બદલવાની તૈયારી કરી છે. હાલની મંદીની માર્કેટમાં તેઓ લીસ્ટીંગ કરાવવા…

Read More

Mumbai,તા.07 શેર બજારની મંદીની અસર પ્રાઇમરી માર્કેટ પર પણ જોવા મળી છે.ખુબ જ ઘેરી અસર જોવા મળી છે. આઈ.પી.ઓ ની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. પ્રાઇમરી માર્કેટમાં શૂન્યવકાશ સર્જાયો છે.એક ધબકે દસ-દસ આઇ.પી.ઓ ના સબસ્ક્રીપ્સન ચાલુ હોય તેવા દિવસો હતા પરંતુ આજે એક પણ આઇ.પી.ઓ સબસ્ક્રીપ્સન માટે ખુલ્લા ન હોય તેવા દિવસો જોવા મળી રહ્યા છે. મેઈન બોર્ડના આઇ.પી.ઓ તો ન આવે તે સમજ્યા પરંતુ એસ.એમ.ઇ આઈ.પી.ઓ પણ આવતા બંધ થવા લાગ્યા છે. પ્રમોટરો માં ડરનો માહોલ છે. આઇ.પી.ઓ ભરાશે કે નહીં તેવી બીક છે. રોકાણકારોને જે ડર છે, બીક છે કે રૂપિયા ડૂબશે તો નહીં ને. તેમ પ્રમોટરો ને…

Read More

Ahmedabad,તા.07 ગુજરાતમાં ઉત્પાદન સહિતના એકમો ધરાવતી કંપનીઓને 85% કામદાર અને મેનેજર અથવા સુપરવાઈઝર કક્ષાએ 65% સુધીની ભરતી સ્થાનિક લોકોની જ કરવા માટે કાયદો લઈ આવવાની અશક્તિ જાહેર કરતા સરકારે સ્વીકાર્યુ કે, આ પ્રકારનો કાયદો એ બંધારણીય જોગવાઈનો ભંગ ગણાશે. તેથી સરકારે 1995ના જાહેરનામાના આધારે આ પ્રકારે સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવા માટે કંપનીઓને જણાવી રહી છે. ધારાસભાએ વિપક્ષના આ સંબંધના અનેક પ્રશ્નના જવાબ આપતા ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કર્ણાટક અને હરિયાણાએ આ પ્રકારનો કાનૂન બનાવ્યો હતો. પરંતુ તેનો અમલ કરી શકી નથી અને કાનૂન પરત લેવો પડયો. કારણ કે તે બંધારણીય જોગવાઈનો ભંગ કરે છે. પરંતુ ગુજરાતમાં રાજય…

Read More

New Delhi,તા.07 તમે રાજા લિયોનીદાસની વાર્તા તો સાંભળી જ હશે. એ જ લિયોનીદાસ, જેણે માત્ર 300 સ્પાર્ટન (પ્રાચીન ગ્રીક શહેર સ્પાર્ટાના યોદ્ધાઓ) સાથે પર્શિયન યુદ્ધમાં ડેરિયસની વિશાળ સેનાનો સામનો કર્યો હતો. લિયોનીદાસ અને તેના 300 સ્પાર્ટનની બહાદુરીની વાર્તાઓ આજે પણ કહેવામાં આવે છે. આ વાર્તાઓ હજારો વર્ષ જૂની છે, પરંતુ રાજા લિયોનીદાસ અને તેના સ્પાર્ટન્સ હજુ પણ અલગ-અલગ સ્વરૂપોમાં જીવંત છે. ક્રિકેટની દુનિયામાં કિવી ટીમનો દરજ્જો લિયોનીદાસના સ્પાર્ટાથી ઓછો નથી. ન્યુઝીલેન્ડ એવી ટીમ છે જે સરળતાથી હાર માનતી નથી. આ ટીમમાં ભલે પ્રખ્યાત યોદ્ધાઓ ન હોય, પરંતુ તેમની પાસે મોટી લડાઈ જીતવાની કુશળતા છે. આ ટીમને કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં જીતની…

Read More

Gandhinagar, તા. 7 ગાંધીનગરમાં ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં શેરબજારમાં દેણુ થતા ધંધાર્થીએ પત્ની અને દિકરાની હત્યા કરી, પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની ઉંડી તપાસ માટે ટીમ બનાવાઇ છે. ગાંધીનગરના શ્રી રંગ નેનો સિટીમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક વ્યક્તિએ પોતાના આર્થિક સંકટને કારણે પોતાની પત્ની અને દીકરાની હત્યા કરી અને પછી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં એક પતિએ પોતાની પત્ની અને દીકરા પર જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. આ ભયાનક કૃત્ય પાછળ આ વ્યક્તિને શેરબજારમાં ભારે દેવું થયાનું કારણ સામે આવ્યું છે. હત્યાની ઘટના બાદ, આ વ્યક્તિએ…

Read More

Mumbai,તા.7 વડાપ્રધાન મોદીએ હાલમાં જ જામનગર નજીક વનતારા વન્યજીવ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને અનેક નાના-મોટા જાનવરોની સાથે સમય વિતાવ્યો હતો. હવે બોલિવુડની દિગ્ગજ સેલિબ્રિટીએ પણ પીએમ મોદીના આ પ્રવાસની પ્રસંસા કરી છે. પ્રસંશા કરનારાઓમાં શાહરૂખખાન, સલમાનખાન, કેટરીના કૈફ અને કરીના કપુર જેવા નામો સામેલ છે. શાહરૂખખાને ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર પીએમ મોદીની એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓ હાથીને નિહાળી રહ્યા છે.આ ફોટોની સાથે શાહરૂખખાને લખ્યુ-જાનવરોને પણ પ્રેમ, આપણી તબિયતની સુરક્ષા અને દેખરેખની જરૂરત હોય છે. વનતારામાં વડાપ્રધાન મોદીની હાજરી આ બાબતનાં મહત્વ પર પ્રકાશ ફેંકે છે જયારે સલમાનખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ પીએમમોદીએ વનતારા માટે પોતાનો કિંમતી…

Read More