Author: Vikram Raval

New Delhi,તા.7 સુપ્રિમ કોર્ટે ગઈકાલે જણાવ્યું હતું કે, અદાલતો પાસેથી એ અપેક્ષા નથી રાખી શકાતી કે જામીન સંબંધિત કેસોમાં લાંબી તારીખો દે. ન્યાયમુર્તિ બી.આર.ગવઈ અને ન્યાયમુર્તિ ઓગસ્ટીન જયોર્જ મસીહની બેન્ચે આ ટિપ્પણી ત્યારે કરેલી જયારે તેમને જણાવવામાં આવ્યુ કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તબીબ આધારે અસ્થાયી જામીનની અરજી પર સુનાવણીની તારીખ બે મહિના બાદની નકકી કરી હતી. અરજદારનાં વકીલે જણાવ્યું હતું કે, તેમણે એ આધારે અસ્થાયી જામીન માટે હાઈકોર્ટમાં ગયા હતા કારણ કે તેમના અસીલની બે વર્ષની દીકરીને તત્કાલ સર્જરીની જરૂર છે. હાઈકોર્ટે 21 ફેબ્રુઆરીએ પસાર કરેલ પોતાના આદેશમાં કેસની સુનાવણી 22 એપ્રિલ માટે સ્થગિત કરી દીધી હતી.પીઠે જણાવ્યું હતું…

Read More

New Delhi,તા.7 દેશમાં કાળાનાણાંને બહાર કાઢીને નાબુદ કરવાના સરકારનાં ભરચકક પ્રયત્નો છતાં અનેકવિધ છટકબારીઓને કારણે ખાસ સફળતા મળતી નથી ત્યારે કૃષિ આવકના નામે કરોડો રૂપિયાની ક્રચોરી થતી હોવાના ખુલાસાને પગલે દેશવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે. કૃષિ જમીન ન હોવા છતા 50 લાખ કે તેથી વધુની કૃષિઆવક દર્શાવનારા સંખ્યાબંધ કરદાતાઓનો ખુલાસો થયો છે. આવકવેરા ખાતાનાં સુત્રોએ કહ્યું કે, દેશમાં દાયકાઓથી કરમુકત છે અને તેનો કરદાતાઓ ગેરલાભ ઉઠાવી રહ્યા છે. કરચોરી કરવા ઉપરાંત કાળાનાણાને કાયદેસર કરવાનું પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. કૃષિ જમીન ન હોવા છતાં 50 લાખ કે તેનાથી પણ વધુ રકમની કૃષિ આવક દર્શાવવા ઉપરાંત એકર દીઠ પાંચ…

Read More

Sabarkantha, તા.7 સાબરકાંઠા જિલ્લાના ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માત ટ્રકની પાછળ એક જીપ ઘૂસી જતાં સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, જીપમાં 40થી વધુ શ્રમિકો સવાર હતા, જે ઈડર તરફથી મજૂરી કામ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક વડાલી અને ઈડર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માતના કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક…

Read More

New Delhi,તા.7 કરોડો કર્મચારીઓની મેમ્બરશીપ ધરાવતા એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને કર્મચારીઓને વધુ રાહત આપી છે. આધાર સંલગ્ન યુનિવર્સલ એકાઉન્ટ નંબર ધરાવતાં સભ્યોને વ્યકિતગત-માહિતીમાં નામ, તારીખ જેવી વિગતો સુધારવા માટે છે. કોઈ દસ્તાવેજો આપવાની જરૂર નહિં રહે. અર્થાત કોઈ દસ્તાવેજ વિના જ વિગતોમાં સ્વયં ફેરફાર કરી શકશે. યુનિવર્સલ એકાઉન્ટ નંબરને અગાઉથી જ આધાર સાથે લીંક કરાવી દેવામાં આવ્યુ હોય તો સભ્ય કર્મચારી પોતાનું નામ, જન્મતારીખ, રાષ્ટ્રીયતા, માતા-પિતાના નામ સભ્ય બન્યાની તારીખ, સભ્યપદ છોડવાની તારીખ જેવી બાબતો કોઈ દસ્તાવેજ રજુ કર્યા વિના જ અપડેટ કરી શકશે. પ્રવર્તમાન નિયમો હેઠળ વિગતો સુધારવા માટે વ્યાપક ઝંઝટભરી પ્રક્રિયા છે. અને તેમાં ઘણો સમય લાગે છે.…

Read More

Florida તા.7 ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સએ ગુરુવારે તેમના મેગા રોકેટ સ્ટારશિપનું આઠમી વખત પરીક્ષણ કર્યું હતું. જોકે આ દરમિયાન મસ્કને જોરદાર ઝટકો લાગ્યો હતો. કેમ કે લોન્ચિંગની અમુક જ મિનિટો બાદ સ્ટારશિપ સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. જેના લીધે એન્જિન બંધ થઇ ગયું અને કંપનીના લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જ આકાશમાં સ્ટારશિપનું રોકેટ ફાટી ગયું હતું. આ ઘટનાની થોડીક જ મિનિટો બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો ફરતા થયા હતા. જેમાં દેખાયું કે, દક્ષિણ ફ્લોરિડા અને બહામાસની આજુબાજુના આકાશમાં અંતરિક્ષ યાનનો કાટમાળ અગનગોળાની જેમ જમીન તરફ પડ્યો હતો. જોકે કંપનીએ કહ્યું કે આ મિશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું નથી. અમે આ…

Read More

New Delhi,તા.7 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધતા જતા માર્ગ અકસ્માત અને જાનહાની માટે સિવીલ એન્જીનીયરો અને સલાહકારો દ્વારા તૈયાર કરાયેલી ખામીયુકત વિસ્તૃત પરિયોજના રિપોર્ટ (ડીપીઆર) અને માર્ગ ડિઝાઈનને જવાબદાર ઠેરવી છે. તેમણે ગઈકાલે ગ્લોબલ રોડ ઈન્ફ્રાટેક સમિટ એન્ડ એકસ્પો (જીઆરઆઈએસ)ને સંબોધન કરતા માર્ગ સુરક્ષા ઉપાયોમાં તત્કાલ સુધારાની જરૂરિયાત દર્શાવી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું હતું કે, દેશમાં મોટાભાગની માર્ગ દુઘર્ટનાઓ લોકોની નાની-મોટી ભૂલો ખામી યુકત ડીઆરના કારણે થાય છે અને તેના માટે કોઈને જવાબદાર ન ઠેરવી શકાય. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં સૌથી ખરાબ ગુણવતાવાળી ડીપીઆર બનાવવામાં આવે છે. સ્પેન ઓસ્ટ્રિયાથી શીખવાની જરૂરીયાત: ગડકરીએ જણાવ્યું હતું કે…

Read More

Rajkot,તા.7 ભાજપના રાજયભરનાં સંગઠન પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રનાં સૌથી મહત્વના રાજકોટ જીલ્લામાં પ્રમુખપદે અલ્પેશ ઢોલરીયાને સતત બીજી ટર્મમાં રીપીટ કરવામાં આવતા સમર્થકોએ ધામધૂમપુર્વક ઉજવણી કરી હતી. પ્રમુખ બનવાના અન્ય આગેવાનોનાં ઓરતા અધુરા રહ્યા હતા. પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં જીત તથા પાર્ટી કાર્યકરોની વચ્ચે-પડખે રહેવાની કામગીરીની નોંધ લઈને આ ‘બોનસ’ આપવામાં આવ્યાનું માનવામાં આવે છે. રાજકોટ જીલ્લા ભાજપ તરીકે અલ્પેશ ઢોલરીયા રીપીટ થવાની અટકળો વ્યકત થતી જ હતી તેમના અનેક જમાપાસાની નોંધ લેવામાં આવી હતી. જીલ્લાનાં મોટાભાગનાં સીનીયર આગેવાનોએ તેમનું નામ સુચવ્યુ હતું ઉપરાંત ગત ટર્મની કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી. કાર્યકાળ દરમ્યાન વિવિધ ચૂંટણીમાં સમય જીલ્લામાં ભાજપનો…

Read More

Morbi ,તા.૬ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન બાદ ગઈકાલે (બુધવાર) ભગવાન શિવ અને માતા પાર્વતી વિશે એક નિવેદન આપવામાં આવ્યું હતું. હવે મોરબીના હળવદમાં ચારણબાઈ વિશે સ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જી હા… સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના અનેક વિવાદિત નિવેદનોના કારણે લોકોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. મોરબીના હળવદમાં ચારણબાઈ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સ્વામીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ચારણબાઈએ મંત્રની બાંધેલા પારાના હિસાબે દર્શન નહીં આપ્યાની ટિપ્પણી કરી છે. મંત્રની બાંધેલા પારાના કારણે સ્વામી નારાજ થયા અને દર્શન આપ્યા નહીં. હળવદના…

Read More

Vadodara,તા.૬ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતી અને કોલેજના પ્રથમ વષર્માં અભ્યાસ કરતી એક યુવતીને એક વિધર્મીએ પોતાની હવસનો શિકાર બનાવી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ૧૯ વર્ષીય યુવતી કાસમ ચૌહાણ પાસે ટ્યુશન ક્લાસ જતી હતી. જ્યાં કાસમ ચૌહાણે આ યુવતી સામે પોતાની સાચી ઓળખ છુપાવી પ્રેમના પાઠ ભણાવ્યા હતા અને ત્યારબાદ પિતાની હવસ સંતોષવાનું શરૂ કર્યું હતું અને અંગત પળોના ફોટા પાડી લીધા હતા. સમાજમાં બદનામ કરવાની ધમકી આપી કાસમ ચૌહાણ વારંવાર આ યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. યુવતીની તબિયત લથડતા માતાને આપવીતી જણાવી હતી. માતાએ હિંમત આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો…

Read More