Author: Vikram Raval

America,તા.07 અમેરિકા દ્વારા ચીનની આયાત પર 20 ટકા ટેરિફ લાદવાની જાહેરાત વચ્ચે ચીને વર્ષોથી પોતાના દુશ્મન ગણતાં ભારત તરફ મિત્રતાના હાથ લંબાવ્યા છે. ચીનના નાણા મંત્રી વાંગ યીએ નિવેદન આપ્યું છે કે, નવી દિલ્હી અને બેઈજિંગ એક સાથે મળીને કામ કરે તો વિશ્વમાં મહાસત્તા તરીકે ઉભરી આવી શકે છે. નેશનલ પીપલની કોંગ્રેસ મીટમાં વાંગે કહ્યું કે, ‘ડ્રેગન (ચીન) અને એલિફન્ટ (ભારત)એ હવે સાથે મળીને ડાન્સ કરવાની જરૂર છે. એકબીજાને નીચા દેખાડવાના બદલે એક-બીજાને સહકાર આપતાં મજબૂત તાકાત તરીકે ઉભરી આવવાની જરૂર છે. ગતવર્ષે પૂર્વીય લદ્દાખમાં ચાર વર્ષથી ચાલી રહેલી લશ્કરી ગતિવિધિઓનો અંત આવ્યા બાદ બંને દેશો તમામ સ્તરે સંબંધો સુધરી…

Read More

Jamnagar,તા.07 જામનગરના સુભાષ બ્રિજ ઉપરથી આજે સવારે 9.00 વાગ્યાના અરસામાં પદયાત્રા કરીને દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રી સંઘ ઉપર નીચેથી એકાએક પથ્થર મારો થયો હતો, જેમાં બે પદયાત્રીઓને પથ્થર વાગતાં સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે એક સાયકલ સવારને પણ પથ્થર વાગ્યો હતો. જોકે બુમાબુમ થવાના કારણે પૂલની નીચેથી કેટલાક શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા. હિંદુ સેનાના કાર્યકરોએ દોડી જઈ પદયાત્રીઓની મદદ કરી હતી, ઉપરાંત પોલીસ તંત્રને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો બનાવ સ્થળે તેમજ સુભાષ બ્રિજના આસપાસના વિસ્તારમાં પહોંચી ગયો છે, અને આ અધમ કૃત્ય કરનારની શોધખોળ શરૂ કરી છે. જેમાં એલસીબીની ટુકડી પણ જોડાઈ છે. દ્વારકાના દર્શને…

Read More

Surat,તા.07 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચના રોજ ગુજરાતના સુરતની મુલાકાત લેશે. જેને લઈને પોલીસ અને વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. ત્યારે સુરત પોલીસની નિર્દયતાભરી કરતૂતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં  PM મોદીના કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એક બાળક ભૂલથી રોડ સાયકલ લઇને રોડ પરથી પસાર થવા લાગે છે, ત્યારે એક પોલીસકર્મી દ્વારા બાળકને વાળ ખેંચી માર મારવામાં આવે છે. આ ઘટનાને લઇને લોકોમાં ભારે રોષની લાગણી અને નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે મુક્કો મારનાર પી.એસ.આઇ.ની બદલી કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઇને હિતેશ બી જાસોલિયા નામના સામાજિક કાર્યકરે ડી.જી.પી. અને ગૃહમંત્રીને ઇમેલ કરી જણાવ્યું હતું કે તેમને સોશિયલ…

Read More

Jamnagar,તા.07 જામનગરના રીક્ષા ચાલકની પરણિત પુત્રી કે જે પિતાના ઘેર રોકાવા આવી હતી અને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ઘરમાં પડેલું ફિનાઈલ પી લઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહિલ નામના રીક્ષા ચાલકની પરિણીત પુત્રી જાગૃતિબેન કુલદીપ ભાઈ ધવલ(21) કે જે હાલ લાલપુરમાં શિવનગર વિસ્તારમાં રહે છે, અને પોતાના પિતાને ઘેર આટો દેવા માટે આવી હતી. જે દરમિયાન તેણે પોતાની માનસિક બીમારી અને માથાના દુખાવાથી કંટાળી ગઈ હતી. જેથી તેણીએ ઘરમાં પડેલું ફિનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ…

Read More

Surat, સુરત શહેરમાં મંદીની વાતો વચ્ચે બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. આ તેજીનો અંદાજ સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈ. પરથી થાય છે. સુરતમાં બાંધકામ ક્ષેત્ર આવી રહેલી તેજીના કારણે પાલિકાની પેઈડ એફ.એસ.આઈ.માં સતત વધારો થઈ રહ્યો છે. આજ દિન સુધીમાં સુરત પાલિકાની તિજોરીમાં 1009.29 કરોડ રૂપિયા પેઈડ એફ.એસ.આઈ. તરીકે જમા થઈ ગયા છે. અને 31 માર્ચ સુધીમાં આ આંકડો વધુ આગળ વધી શકે તેમ છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં  થતા બાંધકામમા અપાતી પેઈડ એફ.એસ.આઈ. પાલિકાની આવકમાં વધારો કરી રહી છે. આ વર્ષે બજેટમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે 950 કરોડની આવક થાય તેવો અંદાજ રાખવામાં આવ્યો હતો. જોકે, આજે છ માર્ચ થઈ છે…

Read More

Vadodara,તા.07 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડા દ્વારા સંયુક્ત પણે 75 મીટરનો આશરે 32 કિ.મી લાંબો રીંગરોડ બનાવવાની કામગીરી હાલ ચાલુ છે, ત્યારે રીંગરોડની કામગીરી સંદર્ભે વડોદરા નજીક બિલ મઢીમાં 70 મકાનોની જગ્યા લેવા નોટિસ આપવામાં આવતા ગ્રામજનો દ્વારા કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. બીલ ગામના પૂર્વ સરપંચના કહેવા મુજબ ટીપી 27-બીમાંથી આ રોડ પસાર કરવાનો છે. હકીકતમાં આ જગ્યા ગામતળ માટે નીમ કરેલી છે. 1981માં કલેકટરના હુકમથી મકાન સનદ આપી ફાળવેલા છે. આ મકાનો ગેરકાયદે નથી, માલિકીના છે. બે મહિના પૂર્વે જ્યારે સર્વે કરવા આવેલા ત્યારે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમારી માગણી 2013 ના જમીન સંપાદન કાયદા…

Read More

Vadodara,તા.07 વડોદરાની વાઘોડિયા રોડ કલાદર્શનની પાસે રમનગરમાં રહેતા દિવ્યાબેન આજવા રોડ સિદ્ધેશ્વર હોલમાર્કમાં ધ બ્યુટી નામનું બ્યુટી પાર્લર ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા લગ્ન વર્ષ 2009માં થયા હતા અને મારે સંતાનમાં એક દીકરો છે ચાર વર્ષથી અમારે પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હોવાથી હું મારા પિયરમાં આવી ગઈ હતી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં મારા પતિ વિશ્વાસ મનુભાઈ પંચાલ સામે ફરિયાદ કરી હતી. મારા પતિએ ઝઘડો નહીં કરવાની ખાતરી આપતા સમાધાન કરી લીધું હતું. વર્ષ 2023 માં અમારે સાસરીમાં પતિ સાથે રહેવા જતી રહી હતી થોડા સમય પછી મારા પતિએ…

Read More

Vadodara,તા.07 મધ્યપ્રદેશથી વડોદરામાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની વિગતોને પગલે પોલીસે વોચ રાખી બાપોદ વિસ્તારના એક બંગલામાં પાર્ક કરેલી કારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજવા રોડ થી બાપોદ જતા વચ્ચે આવેલા ભવન્સ પાર્ટી પ્લોટ નજીક પ્રણવ બંગ્લોઝમાં રહેતો રાકેશ કનોજીયા એમપીથી દારૂ મંગાવતો હોવાની વિગતો મળતા એસઓજીએ વોચ રાખી હતી. પોલીસે બંગલામાં છાપો મારતા રાકેશ રામદેવભાઈ કનોજીયા (રામેશ્વર નગર પાછળ,પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક) તેમજ તેની સાથે અલીરાજપુરના જેતુસિંગ ધનસિંગ દાવર અને સુરેશ વેચતા ભાઈ દાવર મળી આવ્યા હતા.પોલીસે બંગલામાં પાર્ક કરેલી મહેન્દ્ર એક્સયુવી તપાસતા અંદરથી રૂ.3.64 લાખની 2700 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ત્રણ મોબાઇલ, સ્કૂટર,…

Read More

Botad,તા.07 બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલા CCI (કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ના ખરીદ કેન્દ્રમાં સીસીઆઈના કર્મચારી અને કોટન જીનના સંચાલકને કપાસની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધાં છે. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના ખરીદ કેન્દ્ર કષ્ટભંજન કોટન એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરે છે. જેમાં ખેડૂતો પાસેથી થતી કપાસની ખરીદીમાં સીસીઆઈના કર્મચારી/અધિકારી તથા કોટન જીનના સંચાલકો દ્વારા ખેડૂતોના કપાસની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કર્યાં, વિના કપાસ નબળો છે. સીસીઆઈ આવા કપાસની ખરીદી નહીં કરે તેવા બહાના કાઢી ખેડૂતોને હેરાન કરી કપાસનું ઓછું વજન દર્શાવી લાંચમાં કપાસ મેળવતા હોવાથી એસીબીએ પાંચમી માર્ચે છટકું ગોઠવ્યું હતું. જેમાં ઓછો કપાસ…

Read More

Ahmedabad,તા.07  ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે અમદાવાદમાં વધુ પોલીસ અધિકારી (PI) નું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. શહેરની DG ઓફિસમાં કાર્યરત પીઆઈ આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. મળતી માહિતી અનુસાર, પીઆઈ આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. પીઆઈના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો છે. નોંધનીય છે કે અગાઉ અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં…

Read More