અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના નાની કુકાવાવ ગામે રિસામણે રહેલી પત્નીનો મન દુઃખ રાખી સસરા ઉપર કરેલા ખૂની હુમલાના સાડા ત્રણ વરસ પૂર્વેના બનાવનો કેસ ચાલી જતા અદાલતે જમાઈ સહિત ત્રણ શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ વડીયા તાલુકાના નાની કુકાવાવ ગામે રહેતા વાઘજીભાઈ મુળુભાઈ નામના નિવૃત ફોરેસ્ટ ઓફિસર ગત તારીખ 27/ 9/ 21 સવારે મહાદેવ મંદિરે પૂજા કરી રહ્યા હતા ત્યારે જમાઈ દીપક બહાદુરભાઈ સોનારા ,દેશુરભાઈ હરસુરભાઈ ચાવડા અને રામદેવ મૂળા માલકીયા બેઝ બોલ ના ધોકા વડે મારમાર્યા અંગેની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રણેય સામે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. તપાસનીશ દ્વારા ચાર્જશીટ અદાલતમાં રજુ થતા કેસ ચાલવા પર આવેલો હતો. જેમાં ફરીયાદપક્ષ તરફે ૨૧ સાહેદો તપાસવામાં આવેલ અને ૩૩ દસ્તવેજી પુરાવાઓ રજુ થયેલ હતા. જેમાં પંચનામાઓ, ૧૬૪ મુજબનું નીવેદન, સીસીટીવી ફુટેજ, એફએસએલ રીપોર્ટ, હથીયારો વિગેરે પુરાવાઓ રજુ થયેલ હતા. કેસ ચાલતા દલીલ પર આવતા જેમાં આરોપીઓ તરફે દલીલો કરવામાં આવેલ કે આ કેસમાં આરોપી સામે કોઈ સીધો પુરાવો નથી કે કોઈ આડકતરો પુરાવો મળી આવેલો નથી પોલીસ ધ્વારા ખોટી ફરીયાદ કરી ફીટ કરી દેવામાં આવેલ છે તમામ પંચો હોસ્ટાઈલ થયેલ છે, ફરીયાદી તેમની પત્ની, પુત્રી તથા તેના ભત્રીજા સિવાય કોઈ સ્વતંત્ર સાહેદોએ ફરીયાદીને સમર્થન કરેલ નથી સીસીટીવી ફુટેજમાં અને કોલ ડીટેઈલ અંગેનો કોઈ પુરાવો મળી આવેલ નથી નજરે જોનાર સાહેદોની જુબાની મુજબ ફરીયાદી મંદીરમાં પડી જતા તેઓને ઈજા થયેલાનું જણાવેલ છે.ફરીયાદીની પુત્રીના છુટાછેડા દિપક સોનારા સાથે જેલમાં હતા ત્યારે કરાવવામાં આવેલ હતા. આરોપીઓને નિર્દોષ છોડી મુકવા જોઈએ અદાલત ધ્વારા ફરીયાદપક્ષે રજુ થયેls પુરાવાઓ અને આરોપીઓ તરફેની દલીલો તેમજ આરોપી તરફે રજુ થયેલ સુપિમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ દીપક બહાદુરભાઈ સોનારા ,દેસુરભાઈ હરસુરભાઈ ચાવડા અને રામદેવભાઈ મુળાભાઈ માલકીયાને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલો હતો.આ કામમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર રોકાયા હતા.
Trending
- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

