- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
Prayagraj,તા.18 ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં દરરોજ કરોડોની ભીડ પહોંચી રહી છે અને સંગમમાં સ્નાન કરી રહી છે. એવામાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી. તેમજ તેનું આચમન પણ લઈ શકાય એવું નથી. આ રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)ને સોંપવામાં આવ્યો છે. જાણો શા માટે સંગમનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી CPCB રિપોર્ટ જણાવે છે કે ઘણી જગ્યાએ તપાસ કર્યા બાદ સામે આવ્યું છે કે પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું ખૂબ જ ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે. જેના કારણે નદીમાં પ્રદુષણ પણ વધ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે…
Kutch,તા.18 કચ્છની તમામ નગરપાલિકાના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભચાઉની તમામ બેઠકો ભાજપનો વિજય થયો છે. બીજી તરફ રાપરમાં 21 BJP જ્યારે 7 બેઠક કોંગ્રેસની જીત થઈ છે. લાકડીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત થઈ છે. ઉમેદવાર હરિભા ગઢવીએ 755 મતથી જીત મેળવી છે. ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની જીતથી રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના નેતાઓ અને કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ આગેવાને હારની જવાબદારી સ્વીકારી રાપર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠિયાએ સમગ્ર હારનો સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસે ભચુભાઈ આરેઠિયા પર ચૂંટણી જવાબદારી સોપી હતી જેમાં તેઓ નિષ્ફળ રહ્યા…
Ahmedabad,તા.18 રિડેવલપમેન્ડના માર્ગમા રોળાં નાખતા સ્કીમના ૨૫ ટકા સભ્યના મકાનો કલમ ૬૦-એની જોગવાઈ હેઠળ મકાનમાલિકોને ગેરકાયેદસર કબજેદાર ઘોષિત કરીને બિલ્ડરોને પ્રોજેક્ટને આગળ વધારવાનો માર્ગ કરી આપતા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જ બિલ્ડરો દ્વારા પરફોર્મન્સ બોન્ડના અને સિક્યોરિટી ડિપોઝિટ્સના નાણાં જમા ન કરાવવામાં આવતા હોવા છતાંય આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. પરિણામે રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાર ચાર વર્ષથી અદ્ધરતાલ લટકી રહ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જ નિયમ મુજબ બિલ્ડરને લેટ ઓફ એક્સેપ્ટન્સ આપ્યા પછી ૧૨૦ દિવસમાં બિલ્ડરે પરફોર્મન્સ બોન્ડના અને સિક્યોરિટી ડિપોઝિટના નાણાં જમા કરાવવાના હોય છે. પરંતુ આ નાણાં જમા ન કરાવનારા બિલ્ડરના ટેન્ડર કેન્સલ કરવામાં આવતા જ નથી.…
Jamnagar,તા.18 ‘રામ રાખે તેને કોણ ચાખે’ તે વાત આજે જામનગરમાં પુરવાર થઈ છે. બે-બે વખત આત્મહત્યા કરવા માટે તળાવમાં જંપલાવી દેનાર યુવતીને આખરે બચાવી લેવાઇ છે. ખોજાનાકા વિસ્તારમાં રહેતી રેશમાબેન સબીરભાઈ નામની 35 વર્ષની યુવતી આજે સવારે 9 વાગ્યાને 50 મિનિટે લાખોટા તળાવના આઠ નંબરના ગેઇટમાંથી પ્રવેશી હતી, અને કોઈ સમજે તે પહેલાં જ તળાવના પાણીમાં ઝંપલાવી દીધું હતું. જે અંગેની જાણકારી મળતાં સૌપ્રથમ આઠ નંબરના ગેઇટ પર ટિકિટ બારી સંભાળતા દિવ્યાબેન નંદા કે જેઓને તરતાં આવડતું હોવાથી તેઓએ તુરત જ તળાવના પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. ક્ષણભરનો વિચાર કર્યા વિના રેશમાબેનને બચાવી લઇને કાંઠે લઈ આવ્યા હતા. યુવતી સાથે…
Vadodara,તા.18 વડોદરાના મકરપુરા બસ સ્ટેશનમાં ગઈકાલથી એક વૃદ્ધા સવારથી બેસી રહેલા હતા તેઓને મદદ પહોચાડવા અનુરોધ કરતા અભયમ રેસ્ક્યું ટીમ બાપોદ સ્થળ પર પહોંચી વૃદ્ધાને સાંત્વના આપી તેમના મોટાં દિકરા પાસે પહોચાડ્યા હતા. મળતી માહિતી મુજબ અંદાજે 80 વર્ષના વિધવા તેમનાં નાના દીકરા અને વહુ સાથે રહેતા હતાં. પરતું નાના દીકરાની વહુ અવારનવાર ઝગડો કરતા અને ઘર છોડી જવાનું કહેતા કે, ઘર નાનું છે તો અમને મૂશ્કેલી પડે છે જેથી વૃદ્ધા કંટાળીને ઘર છોડી નિકળી ગયા હતા. અભયમ ટીમે તેમને આશ્વાસન આપેલ અને મોટાં દિકરાને ઘર લઇ ગયેલાં. મોટાં દિકરા અને વહુને જણાવેલ કે વૃદ્ધ માતાની સેવા અને કાળજી લેવી…
Vadodara ,તા.18 વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારને જોડતા લાલબાગ ઓવર બ્રિજનો એક તરફનો ભાગ અચાનક બંધ કરાતા વાહન ચાલકો અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે શહેરમાંથી દક્ષિણ વિસ્તારમાં માંજલપુર તરફ જતો ધોરી નસ સમાન બનેલ લાલબાગ ઓવરબ્રિજનો એક તરફનો રોડ રસ્તો અચાનક બંધ કરાયો છે. આ અંગે જ્યારે ચાલક પોતાનું વાહન લઈને બ્રિજ તરફ પહોંચે છે ત્યારે જ તેમને જાણ થાય છે કે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવ્યો છે. પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનચાલકોને રાજમહેલ રોડ તરફથી લાલબાગ ઓવર બ્રિજ પર જતા રેલવે કોલેજ તરફ ડાઈવર્ટ કરાયા છે. પરિણામે માંજલપુર જવામાં તમામ પ્રકારના વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો…
Devbhoomi Dwarka,તા.18 સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી.…
Jamnagar,તા.18 જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ટ્રક ચલાવતા મોહમ્મદ અઝીરુદ્દીન મોહમ્મદ યાસીન બુખારી નામના 38 વર્ષના ટ્રક ચાલક યુવાને પોતાની પાસેથી વેચાણના બહાને ટ્રક મેળવી લીધા પછી બારોબાર રૂપિયા ચાર લાખમાં ટ્રક વેચી નાખી તેની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરના ગરીબ નવાજ સોસાયટીમાં રહેતા આમીન હુસેનભાઇ અને તેના ભાઈ અબ્દુલ ઉર્ફે વસીમ હુસેનભાઇ નોતીયાર તેમજ જામનગરના રામભાઈ નંદાણીયા સામે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીને પોતાનો ટ્રક વેચી નાખવો હતો, જેથી ઉપરોક્ત આરોપીઓનો સંપર્ક કરતાં તેઓએ ટ્રક વેચાણના બહાને મેળવી લીધા બાદ ત્રાહિત વ્યક્તિને ટ્રક વેચી નાખ્યો હતો,…
Jamnagar,તા.18 જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં પોલીસે તેનું નિવેદન નોંધ્યા બાદ એક મહિલા સહિત ચાર સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઈ છે. જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા મહાનામ ઉર્ફે માનવ ઉગાભાઈ વઘેરા નામના 31 વર્ષના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા તિક્ષણ હથિયારના એક થી વધુ ઘા ઝીંકી દેવાતાં તેને લોહી લુહાણ હાલતમાં 108 ની ટુકડી મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયારે હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી જી.જી.હોસ્પિટલ તેમજ બનાવના સ્થળે દોડી ગઈ હતી,…
Jamnagar,તા.18 જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ આરબ નામનો યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, અને આખરે તેમાંથી મુક્તિ મેળવવા માટે યુવકે ઝેરી દવા પી લીધી છે. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇમ્તિયાઝ આરબ ઘણા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે કેટલાક વ્યાજખોરો પાસેથી નાણાં ઉછીના લીધા હતા. જોકે, વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તે સતત માનસિક તાણ અનુભવી રહ્યો હતો. આખરે કંટાળીને તેણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ…
